RSS

સૃષ્ટિપરિવર્તન કેટલા અંશે કલ્યાણકારી?(એક નિબંધ)



પરિવર્તન એ સંસારનો નિયમ છે. એ શાશ્વતનિયમાનુસાર અહીંને સજીવસૃષ્ટિ અને પ્રકૃતિના પાંચેય તત્વો બંધાયમાન છે. શ્રીમદાભગવદગીતાનું આધ્યાત્મિક રહસ્ય આ અહીં છ્ત્તું થતું દેખાય છે. જેનો ભાવાર્થ કંઈક આવો છે. ભગવાન અર્જુનને જ્ઞાન આપતાં કહે છે કે:”આ સર્વ તો ડ્રામાનુસાર બન્યું બનાવેલ છે જે થઈને જ રહેવાનું છે. તારે તો માત્ર નિમિત્ત જ બનવાનું છે. માટે તું તારો ક્ષત્રિય ધર્મ નિભાવ.” અર્થાત..”અહીં (સંસારમાં) જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે છે..સારું જ છે અને થઈ ગયું તે પણ સારું જ હતું અને જે કંઈ ભવિષ્યમાં થનાર છે તે સારામાં સારું જ થનાર છે.
વર્તમાન સમયમાં નજર નાખતાં એનાં એંધાણ આપણી આંખો સમક્ષ સુસ્પ્ષ્ટ થઈ રહ્યા છે કે આવનારો સમય કેવો હશે? અંગ્રેજીમા આ અંગેનું એક સ્લોગન મેં સાંભળેલ છે કે, “coming shadows forecasts the future.” એ વાસ્તવિક જ છે. પ્રથમ બે વિશ્વ યુદ્ધો તો ખેલાઈ ગયેલા છે અને આવનારા ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. એ જોતા અજ્ઞાન નિંદ્રાસન છોડવાનો સમય પાકી ગયો છે અને સત્યને સ્વીકારીને આવનાર મહાવિનાશ પહેલાં ખુદનું કલ્યાણ કરીને ભવિષ્યના અનેક જન્મોની સુકર્મો ની કમાઈ કરવાનો સમય પાકી ગયો છે, એની દૂરોગામી અસરોથી આપણે વાકેફ થવું પડશે અને એને વાસ્તવિકતા તરીકે સ્વીકારવા તૈયાર રહેવું પડશે. બાળપણમાં સાંભળેલ એક પ્રસંગ મુજબ બિલાડી જ્યારે ધીમે પગલે કબૂતરનો શિકાર કરવા આવે ત્યારે કબૂતરની માફક આખો બંધ કરી લેવાથી પોતાનો શિકાર થતો ટળી નથી શકવાનો. પરંતું પોતાનો સ્વબચાવ કરવાની યુક્તિ અજમાવવી પડશે. એને ક્યારેય અસ્વીકૃત ના કરી શકાય. કેમકે વાસ્તવિકતા એજ છે. એને સ્વીકારીને આપણે સ્વકલ્યાણ નું પણ વિચારવું પડશે અને ઉપાયો પણ અજમાવવા પડશે.
હાલમાં સૃષ્ટિના મહાવિનાશની અનાદિ યોજના કાર્યાન્વિત થતી જોવા મળે છે. હવે પરિવર્તનનો એ સમય આવી પહોંચ્યો છે. સંદર્ભ તરીકે જોઈએ તો જ્યોતિષીઓએ પણ એ ભવિષ્યકથન કરતા કહે છે કે,”સન ૧૯૯૦થી બ્રહ્માંડ માં સૃષ્ટિચક્રના આદિબિંદુના સાનિધ્યમાં ૧૦૦ જેટલી દિવ્યશક્તિઓ સક્રિય છે અને આ શક્તિઓ વિશ્વમાં વ્યાપક પરિવર્તન લાવશે. આમતો સૃષ્ટિચક્ર નો પરિવર્તન એ અવિનાશી નિયમ છે અને એમાં દરેક ચીજવસ્તુ થી માંડીને સજીવોને પણ સતો, રજો અને તમો અવસ્થા માંથી પસાર થવું જ પડે છે. આપણે જાણીએ છીએ કે આ સૃષ્ટિચક્રના ત્રણ મુખ્ય અંગો છે-: પરમાત્મા, પુરૂષ અને પ્રકૃતિના પાંચ તત્વોથી બનેલ આ વિશાલ પ્રકૃતિ. જે પૈકી એક પરમાત્મા જ સૃષ્ટિચક્ર ના પરિવર્તનના ચક્રમાં આવતા નથી. બાકીના પુરૂષ એટલે કે આત્માઓ અને પ્રકૃતિ બંન્ને પરિવર્તનના ચક્રમાં આવીને અંતે તમોપ્રધાન બની જાય છે. ત્યારે પરમાત્મા સ્વયં આવીને પોતાની અનંત શક્તિઓ દ્વારા ફરીથી નવું સતોપ્રધાન સ્વરૂપ આપે છે.
કલયુગના અંતમાં જ્યારે પરમાત્માનું દિવ્ય અવતરણ થાય છે ત્યારે સૃષ્ટિચક્રના પરિવર્તનની ગતિને તેજ ગતિ પ્રાપ્ત થાય છે. સૃષ્ટિ પરિવર્તનની પ્રક્રિયામાં પુરૂષ અને પ્રકૃતિની પ્રમુખ ભૂમિકા હોય છે. અત્યારે એકતરફ પરમાત્મા ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગ દ્વારા મનુષ્યાત્માઓને સતોપ્રધાન બનાવવાનું કાર્ય કરી રહ્યા છે જ્યારે બીજીતરફ વિકારી અને તામસી મનુષ્યાત્માઓ અણુયુદ્ધ અને ગૃહયુદ્ધોની જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. સાથે સાથે પ્રકૃતિ પણ તમોપ્રધાન બનવાને કારણે પોતાનો પ્રકોપ બાડી રહી ચી અને ક્યાંક્યાં ઉથલો પણ મારી રહી છે.જાણે કે તે પોતાના ભવિષયના ભીષણ તાંડવનૃત્યનું રિહર્સલ ના કરી રહી હોય?

સૃષ્ટિ પરિવર્તનની પ્રક્રિયાઓમાં મુખ્યત્વે ગ્રીન હાઉસ ઈફેક્ટ, પૃથ્વીના બંને ધ્રુવોમા થઈ રહેલ પરિવર્તન અને ભૂખંડોનું વહન વગેરે..એ મુખ્ય અને મોટા પાયા પર થઈ રહેલ છે.ગ્રીન હાઉસ ઈફેક્ટ:-(Green House Effect)પૃથ્વી પરના વાયુમંડળના આવેલા મિશ્રિત ગેસોમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૦.૩% જ છે. જે પૃથ્વીની સપાટી પર ફેલાતી ગરમીને શોષી લઈને તેનું તાપમાન જીવન રક્ષા લાયક લગભગ ૧૫ ડીગ્રી સેલ્સીયસ જેટલું જાળવી રાખવામાં મદદરૂપ બને છે. પરંતુ કાર્બન ડાયોક્સાઈડ જ ના હોય તો પૃથ્વી એના વગર ચંદ્રમાની માફક ઠંડી બની જાય.પરંતુ જો તેની માત્રા વાયુમંડળમાં વધી જાય તો પૃથ્વી અંગારાની માફક તપવા લાગે. માનવ પોતાની ઔદ્યોગિકીકરણને કારણે વાયુમંડળમાં દરવર્ષે લગભગ ૨૨ અરબ ટન કાર્બન ડાયોક્સાઈડ ઠાલવે છે. આના કારણે પૃથ્વી પરનું સરાસરી તાપમાન જેને ગ્લોબલ ટેમપ્રેચર કહીએ છીએ તે સતત વધતું જ જાય છે. પૃથ્વી દિવસ દરમ્યાન સૂરજ પાસેથી ગરમી લઈને રાતે તે વાયુમંડળ અને અંતરિક્ષમાં ઉત્સર્જિત કરે છે. પરંતુ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીની આ પ્રક્રિયામાં અડચણ આવવા લાગી છે. કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાની સાથે તેની ગરમી શોષવાની માત્રામાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગ્લોબલ ટેમ્પ્રેચર હાલમાં વધીને ૧૫ ડીગ્રી સેલ્સીયસ થી વધીને હાલ ૩૫ થી લઈને ઉનાળામાં તો ૪૦ ડીગ્રી સેલ્સીયસથીય ઘણું ઊંચુ તાપમાન થઈ જાય છે. જે મનુષ્યો સહિત પશુ-પંખીઓ અને જીવજંતુઓ માટે જીવવું અઘરું બનાવી દે છે. સાથે સાથે જમીનની ઉપલી સપાટીથી ૬૦ કિ.મી દૂર અંતરે એક ઓઝોન વાયુનું આવરણ આવેલું છે જે સૂરજના ઘાતક કિરણો જેવાંકે પારજાંબલીને રોકવામાં સંરક્ષણ પુરૂં પાડે છે. એ આવરણ જો ના હોય તો દઝાડતી ગરમીનો અનુભવ થાય. તો આવા ઓઝોન વાયુના આવરણમાં મોટાંમોટાં છિદ્રો પડવા લાગ્યાં છે જેથી સૂરજના ઘાતક કિરણો પણ પ્રવેશી રહ્યાં છે. આ સાથે પૃથ્વી પરનું વધતું જતું તાપમાન અને આ આસમાની ભૂરા રંગના ઓઝોન વાયુના આવરણમાં પડેલા છિદ્રોને કારણે બંને ધ્રુવો પરના બરફ્ની ઓગળવાની પ્રક્રિયાની શરૂઆત થઈ રહી છે. દુનિયાનો લગભગ ૯૬% બર્ફ આ બંને ધ્રુવો પર અને બાકીનો ૪% બરફ હિમાલય, આલ્પ્સ,રોકી, ડલરસ જેવી પર્વત શૃંખલાઓ પર આચ્છાદિત છે. હવે બંને ધ્રુવોમાં ઉત્તરધ્રુવ પર ૧૨% અને દક્ષિણધ્રુવ પર ૮૪% બરફ આચ્છાદિત છે. એમાંય દક્ષિણધ્રુવ પર એન્ટાર્કટિકાની ૫૧લાખ વર્ગ માઈલ ભૂમિપર જમીનની સપાટીથી લગભગ ૪ કિ.મી સુધીની ઊંચાઈ સુધીની બર્ફાચ્છાદિત છે. આ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ પૃથ્વી પરની વધતી જતી ગરમીને કારણે આ બરફની ઓગળવાની પ્રક્રિયાની કારણે આવનારા દિવસોમાં કેટલાં વિનાશક દુષ્પરિણામો આવવાની પૂરેપૂરી સંભાવના રહેલ છે. જેમકે પૃથ્વી પરના સમુદ્રકિનારાઓ પર વસેલા મોટા મોટાં શહેરો જેવાંકે, મુંબઈ, કલકત્તા, મદ્રાસ, ન્યૂયોર્ક, સિડની, વેનીસ, કરાંચી આદિ આદિ..અનેક શહેરોનો વિદ્વંશ કરીને સમુદ્રમાં જલમય થઈ જાય…કારણ પૃથ્વી પરના વધતા જતા તાપમાનને કારણે આ બંને ધ્રુવો પરની બર્ફ ઓગળવાની પ્રક્રિયા વધુ થતી જાય અને ઓગળતી હિમશીલાઓ સમુદ્રોમાં વહીને તે પણ ભયંકર મોજાંઓના સ્વરૂપે ઉછલ મારે જેની સપાટી ૬૦ ફૂટથી ૧૦૦ ફૂટ સુધીની વધારી લઈ જઈ શકે છે જે આ બધાંય શહેરોને સંપૂર્ણ નષ્ટ કરવા સમર્થ છે. એ પણ એટલી હદે કે!! ક્યારેક આવાં શહેરો સમુદ્રકિનારે વસ્યાં હશે એની કલ્પના ય ન રહે. જેના માટે કહી શકાય કે મનુષ્યો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે અને પોતાના જ પગ ઉપર કુહાડો મારવા તૈયાર થઈ રહ્યા છે. સન ૧૯૯૨માં રિયો ડી જાનેરોમાં આ પૃથ્વી પરની ઉભરાતી સમસ્યાઓના હલ અને ઉપાયો કરવાની વિચારણા કરવા માટે વિશ્વના ૧૫૦ દેશોની એક સંયુક્ત બેઠક મળેલ જેનું પરિણામ અલગ અલગ મતમતાંતરોને કારણે લગભગ શૂન્ય જ રહ્યું. હવે જોઈશું.. પૃથ્વીના ધ્રુવોમાં થતા ફેરફારોના કારણે ઉત્પન્ન થતી સમસ્યા અને પરિવર્તન..(Change in Polarity of Earth)સન ૧૯૬૦માં એન્ટાર્ટિકા મહાસાગરના ઊંડાણના અભ્યાસુ ભૂસ્તરીયશાસ્ત્રી(Geologist)ઓને અભ્યાસ કરતા કરતાં એક નવું જ આશ્ચર્યકારક અને અદભૂત તથ્ય સાંપડ્યું.તેઓને મહાસાગરના એ ઊંડાણના તળિયેથી અનેક પથરોના ભૂસ્તરો મળ્યા. આ સ્થાન પર દક્ષિણ અમેરિકા ખંડ અને આફ્રિકા ખંડ તૂટેલા છે અને ત્યાં અંદરથી ગરમ લાવા બહાર નિકળતો રહે છે, અને બહારના ભાગે આવીને લાવામાંથી આવાં અનેક ભૂસ્તર બનેલ છે. આવી ભૂસ્તરની અનેક કડીઓ જે દક્ષિણધ્રુવના એન્ટાર્ટિકા થી લઈને ઉત્તરધ્રુવના ગ્રીનલેન્ડના બેટો સુધી સમાંતરે ભૂસ્તરની આ ક્ડીઓ બંનેવ ખંડો સુધીની ગયેલી છે. ભૂવૈજ્ઞાનિકોને આવી પૃથ્વીના ત્રણેય મહાસાગરોના તળિયેથી આવી અનેકો ભૂસ્તરોની કડીઓ મળી આવેલ છે. આ જગ્યાઓએ અનેક જીવિત જ્વાલામુખીઓ પણ છે. ભૂવૈજ્ઞાનિકો આને Ring of fire કહે છે. લાવા ભૂભાગથી ઉપર આવીને સાગરોના તળિયે આ રીતે ફેલાતો રહે છે. ભૂવૈજ્ઞાનિકો આને
“સમુદ્ર તળિયાની ફેલાવની ક્રિયા” કહે છે. જેને”Sea floor spreading” કહે છે. પૃથ્વીના ભૂખંડોના પત્થરોમાં પૃથ્વીના ચુંબકીય ગુણધર્મો સંગ્રહાયેલા હોય છે. ભૂવૈજ્ઞાનિકોને આ સ્થળના ભૂસ્તરોની કડીઓમાં પરસ્પર વિરોધી ચુંબકીય ગુણધર્મો જોવા મળ્યા. એકજ જગ્યાએ બંને બાજુઓ પર અલગ અલગ ગુણધર્મ જોવા મલ્યાનો મતલબ એવો થાય કે જ્યારે પૃથ્વીના બંને ધ્રુવો માં પરિવર્તન આવ્યું હશે ત્યારે ચુંબકીય ગુણધર્મો બદલાઈ ગયા હશે. આવાં પરસ્પર વિરોધી ચુંબકીય ગુણધર્મો બહુ જ છે માટે ભૂવૈજ્ઞાનિકો એવું માને છે કે પૃથ્વી પર બંને ધ્રુવોમાં બહુ વખત પરિવર્તન થયા હશે. તેઓનું એમ પણ માનવું છે કે પૃથ્વીની ચુંબકીય શક્તિ ધ્રુવોના પરિવર્તન સમયે નષ્ટ થાય છે અને થોડ સમય પછી ફરીથી તે ચુંબકીય શક્તિ ઉત્પન્ન પણ થઈ જાય છે. આવું શામાટે અને કયા કારણોસર થાય છે? તે પ્રશ્નનો ઉત્તર તેઓની પાસે પણ નથી. અમેરિકાના “સરકારી પર્યાવરણ વિજ્ઞાન સેવા સંસ્થાન”(ESSA) દ્વારા અપાયેલ નિબંધાનુસાર્ સન ૧૮૩૫ થી લઈને ૧૯૮૫ દરમ્યાન કરાયેલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના અભ્યાસ દ્વારા એવું તારણ નીકળ્યું હતું કે પ્રતિવર્ષ પૃથ્વીની ચુંબકીય શક્તિ ૫% ઓછી થાય છે. ગાણિતિક રીતે ગણતરી કરીને ભૂવૈજ્ઞાનિકોએ એવું કથન કર્યું છે કે જો આજ ગતિથી પૃથ્વીની ચુંબકીય શક્તિ નષ્ટ થતી રહેશે તો સન ૨૦૦૦ સુધીમાં પૃથ્વીની ચુંબકીય શક્તિ એકદમ ઓછી થઈ જશે જેના કારણે પૃથ્વીના ધ્રુવોમાં પરિવર્તન થવાની સંભાવના છે અને એની સાથે સાથે પૃથ્વીની ધરીમાં પણ બદલાવ આવી શકે છે. ધ્રુવોના પરિવર્તનના કારણે ભૂખંડોનું વહન(Continents’ Adrift) થઈ શકે છે. આ પૃથ્વીને ભૂવૈજ્ઞાનિકોએ સાત ભૂખંડોમાં વહેંચેલ છે જેના નામો એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્ત્રર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એંટાર્ટિકા અને ઓસ્ટ્રેલિયા. ભૂવૈજ્ઞાનિકોના કહેવાનુસાર આ સાતેય ખંડો પહેલાં એકબીજા સાથે જોડાયેલા હતાં અને જેને તેઓ “પેન્જિયા” (Pangaea) કહે છે અને ધ્રુવોના પરિવરતનના કારણે તે ભૂખંડો એકબીજાથી જુદા થઈ ગયા. આ સ્થિતિનું વર્ણૅન જાપાનના વેગેનર નામના એક ભૂ વૈજ્ઞાનિકે પોતાના “Global Jigsaw of Dynamic Earth” નામના સિદ્ધાંતમાં પૃથ્વીની આ સ્થિતિનું વર્ણન કરેલ છે.વર્તમાન સમયમાં દક્ષિણ અમેરિકા પ્રતિ વર્ષ ૨.૫ સે.મીની ગતિએ પશ્ચિમની તરફ્ સરકી રહ્યો છે. એવીજ રીતે પૂર્વઆફ્રિકા અને પશ્ચિમાઅફ્રિકા ખંડની વચ્ચેની રીફ્ટ દરી (Rift Valley) માં બદલાવ આવી રહ્યો છે. ભૂખંડોના આવા પ્રકારના અધ્યયન “પ્લેટ ટેંક્ટોનિક” (Plate Tectonic) નામના ભૂશાસ્ત્રમાં કરવામાં આવે છે.
સૃષ્ટિ પરિવર્તનની પ્રક્રિયાના પહેલા તબક્કામાં પશ્ચિમ જગતમાં થનાર ભીષણ આંતરરાષ્ટ્રિય અણુયુદ્ધ(Atomic War) તથા તારાયુદ્ધ Star War), જેની આગાહી વિશ્વના ઘણ મોટા ભવિષ્યવેત્તાઓ જેવાંકે જ્હોન ડિક્સન, પ્રો હરાર, ગેરાર્ડ, નાસ્ત્રાડેમસ વગેરે…ઓએ કરેલ છે. આ અણુયુદ્ધ સૃષ્ટિ પરિવર્તનની અનેક પ્રક્રિયાઓને ઉત્તેજિત કરશે. અણુબોમ્બ, હાઈડ્રોજન બોમ્બ ના પ્રચંડ વિસ્ફોટ પૃથ્વી પર નાના નાના સૂર્યની જેમ કામ કરશે. કેમકે અણુ બોંબમાં જે યુરેનીયમ નામનું જે કિરણોત્સારી ધાતુ હોય છે તેની માત્ર એક ગ્રામ જેટલી માત્રા દ્વારા એટલી ઉર્જા ઉત્પન્ન થાય છે જેટલી ઉર્જા ૪૦ હજાર કિલો કોલસા સળગાવતાં ઉત્પન થાય અને હાલમાં બનાવેલા બોંબ લગભગ ૨૦૦થી ૩૦૦ કિલો વજનના છે. એટલે અણુબોંબનો વિસ્ફોટ ભયાનક ઉષ્ણતા (લગભગ ૧૦ લાખ ડીગ્રી સે. સુધીનું તાપમાન નિર્માણ કરશે. જે બધી મનુષ્ય સંપત્તિ, ઈમારતો વગેરેના ટુકડા ટુકડા કરી નાંખશે અને ભારી માત્રામાં કિરણોત્સારી કિરણોનો ઝેરી કચરો પર્યાવરણમાં ફેલાવી દેશે જે સેંકડોની જ ગણત્રીમાં પૃથ્વીના પર્યાવરણનો સંપૂર્ણ ઢાંચો જ બદલી નાંખશે. પચંડ્ ઉષ્ણતા ઉત્સર્જિત થવાના કારણે તાપમાન વધી જશે અને વાયુમંડળની દિશા અને દબાવ બદલાતાં વરસાદ પડવાની માત્રામાં બહુ જ ફર્ક આવી જશે. તાપમાનની માત્રા વધવાને કારણે ગ્રીન હાઉસ ઈફેક્ટ જલ્દી જલ્દી આવી જશે અને ધ્રુવોના બર્ફના પર્વતો પિગળવા માંડશે. જેના કારણે સમુદ્રોના પાણીનું સ્તર ૬૦ફૂટ થી વધીને ૧૦૦ફૂટ સુધી વધી જઈને જોરદાર તોફાનો દ્વારા કિનારાઓ પર વસેલાં તમમ શહેરોનો વિદ્વંસ થશે.
પૃથ્વીના બંને ધ્રુવોના બરફ ના પીગળવાના કારણે કેન્દ્રના ચુંબકીય ક્ષેત્રોનું સંતુલન બગડી જશે અને આવી અવસ્થામાં જે ભાગ હાલમાં આજે જે સામાન્ય નકશામાં જે ભાગ ભૂમધ્ય રેખા પર દેખાઈ રહ્યો છે તે ફરી જઈને કેન્દ્રના ભાગમાં આવી જશે અને ધ્રુવકેન્દ્રનો મોટાભાગ નો ભાગ ભૂમધ્યરેખા પર મોટા ભાગે આવી જશે. પૃથ્વીના ચુંબકીય કેન્દ્રોનુ ધ્રુવોંથી લઈને વિષુવવૃત સુધીનું ફરી જવાની પ્રક્રિયા પૃથ્વી જલવાયુ પર ખૂબજ પ્રભાવ નાંખશે અને મોટામોટા ભૂકંપ થઈને સમુદ્રની ઊંડાઈમાં ફેરફારો થશે. ધ્રુવોના પરિવર્તનના કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થોડા સમય માટે નષ્ટ થઈ જશે જેના કારણે પૃથ્વીનો આકાર અને કદ થોડું વધી જશે અને પૃથ્વી ની અંદર ઉકળતો લાવા બહાર આવવાનો પ્રયાસ કરશે. જેના કારણે પૃથ્વી ના સાતેય ભૂખંડો જે જગ્યાએ ભૂખંડોની કડીઓથી જોડાયેલ હશે ત્યાંથી લાવા બહાર આવવા માંડશે જેના કારણે દુનિયાભરના મૃત-જીવીત્ જ્વાળામુખીઓજેવાંકે વ્હેસુવ્હિયસ. એટના, સ્ટ્રોંબોલી, કોટોપેક્સી, એંડીસ, જાપનના ભૂ ભાગની કડીઓ વિગેરેનો ભયાનક પ્રકોપ દ્વારા પશ્ચિમ આફ્રિકા ખંડ્થી અલગ થઈને ભારત તરફ આવી જશે. દક્ષિણ અમેરિકા ખંડ ઉત્તર અમેરિકા ખંડની તરફ વધશે જેનાથી પનામા ભૂમિ નષ્ટ થઈ જશે. એશિયા ખંડનો ઉત્તરનો ભાગ દક્ષિણના ભાગથી અલગ થઈ જવાના કારણે હિમાલયની ઊંચાઈ ઓછી થઈ જશે…વગેરે વગેરે.. વૈજ્ઞાનિકોના માનવાનુસાર જે ક્રિયાઓને પૂરી થતાં લાખો કરોડો વર્ષ લાગ્યા હશે એ એલ પલકારામાં જ સંપન્ન થઈ જશે.
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થોડા સમયમાટે નષ્ટ થવાના કારણે પૃથ્વીનું સરક્ષણાત્મક કવચ પણ થોડા સમય માટે નષ્ટ થઈ જશે જેનાથી પૃથ્વીની જીવ સૃષ્ટિને સૂર્યના પારજાંબલી કિરણો અને વૈશ્વિક કિરણો ( Cosmic Rays) દ્વારા ખૂબજ હાનિ પહોંચશે. જ્યારે ધ્રુવોનું પરિવર્તન થશે ત્યારે પૃથ્ની ધરી પર્ બહુ જ પ્રભાવ પડશે. આજે જે પૃથ્વી ૨૩.૪૦ ડિગ્રીએ ઝુકેલી છે તે સીધી થઈ જશે. આ કારણથી પૃથ્વીની ભૌગોલિક ધરી અને ચુંબકીય ધ્રુવો સમાન થઈ જશે. હાલમાં ઉત્તરીય ચુંબકીય ધ્રુવ ઉત્તરીય ભૌગોલિક ધ્રુવથી ૧૦૦૦ માઈલ દૂર ઉત્તર કેનડાના કિનારા પર છે. એવી જ રીતે પૃથ્વીનો દક્ષિણ ચુંબકીય ધ્રુવ દક્ષિણ ભૌગોલિક ધ્રુવથી ૧૦૦૦ માઈલ દૂર્ એંટાર્ટિકાના રોસ સમુદ્રના કિનારા પર છે. પૃથ્વીના બંને ચુંબકીય ધ્રુવો સ્થિર નથી રહેતા. એમના આ તફાવતને કારણે પૃથ્વી એની ધરી પર એક તરફ ઝુકી ગયેલ છે અને એના ઉપર ઋતુચક્રનું નિર્માણ થાય છે. પૃથ્વીની પોતાની ધરી સીધી થઈ જવાથી બધી જગ્યાએ તાપમાન સમાન બનવા લાગશે અને વસંત ઋતુનું નિર્માણ થવા લાગશે. સાથે સાથે દિવસ અને રાત્રિનો સમય સરખો બનવા લાગશે.
પૃથ્વીની ગુરૂત્વાકર્ષ્ણ ઓછું થવાના કારણે પૃથ્વીની કક્ષામાં છોડાયેલ ઉપગ્રહોની કક્ષામાં ભિન્નતા આવી જશે. જેથી તેઓ પૃથ્વી ઉપર પડીને નાશ પામશે. તેમાં તારા યુદ્ધStar war)ના એવા પણ ઉપગ્રહો હશે જેઓ કરોડો (watts) ની લેસર કિરણો (laser Rays) દ્વારા જીવ સૃષ્ટિને રાખ કરી દેશે. પૃથ્વી ની ચુંબકીય શક્તિ નાશ પામીને ફરી બની જવું, એનાથી પૃથ્વીનો અંતરિક્ષમાં ૧૨૦૦૦ માઈલનો ચુંબકીય પટ્ટો જેને “વૉન અલિન ચુંબકીય પટ્ટો” (Van Allen Magnetic Belt) કહેવાય છે. એમાં ચુંબકીય તોફાન (Magnetic Storm) નિર્માણ થશે જે સૂર્યમાળાના અન્ય ગ્રહોને પણ પ્રભાવિત કરશે. જેમ પણીમાં વજનદાર પત્થર પડવાથી મોટામોટા વમળો સર્જાય છે. એવા પ્રકારની આ ચુંબકીય લહેરો હશે. આ કારણથી થોડા સમય માટે ચંદ્રમા પણ પૃવીની કક્ષામાં ઘૂમવાનું બંધ કરી દેશે. પરિવર્તનની આ પ્રક્રિયા ફક્ત પૃથ્વી સુધી જ સીમિત નહી રહે પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં થશે. તો પણ આખુંય બ્રહ્માંડ (Universe)પોતાના અદભૂત ગુરૂત્વાકર્ષણ બળથી પોતાની પૂર્વવત સ્થિતિ (Reset) પ્રાપ્ત કરી લેશે.
અણુબોમના વિસ્ફોટથી ફેલાયેલ કિરણોત્સારી કિરણો (Radio Active Rays)થી અનેક પ્રાણીઓ અને વનસ્પતિ ઉપર જૈવિક-આનુવંશિક હાનિ થશે. પરંતુ કોઈક કોઈક વનસ્પતિઓ આવા ભૌગોલિક પર્યાવરણમાં નાશ નથી પામતી પરંતુ ભવિષ્યના ભૌગોલિક પર્યાવરણ માટે ઉચિત હશે. યુદ્ધ પછીથી તે આગળ વધતી રહેશે. ગ્રીને હાઉસ ઈફેક્ટ ને કારણે સાગરનું તાપમાન વધતું અને અત્યારના વખતનું વધી રહેલું કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણનો અમુક હિસ્સો સાગરના ઉપરના પાણીમાં ભળી જશે જેનાથી પ્રકાશસંષ્લેશણની પ્રક્રિયા સહજ થવા લાગશે અને સાગરી વનસ્પતિઓ જેવીકે ડાયાટોમ્અ, સ્પ્રિરોર્ગિયા,શેવાળ વગેરેનું નિર્માણ થશે જે કાર્બન ડાયોકસાઈડ લઈને પ્રકાશંષ્લેષણની ક્રિયા કરતા જશે. પૃથ્વીનું તાપમા અને સાગરની ઊંચાઈ વધવાથી સાગરના પાણીનું ખૂબ જ વધુ પ્રમાણમાં થવા લાગશે. જેના કારણે પૃથ્વી પરના બાકી રહેલ ભૂભાગ પર તોફાની વરસાદ વરસવાનું શરૂ થશે અને નદીઓમાં રેલ આવવાથી બધા જ કિરણોત્સારી પદાર્થો, પ્રાણીઓ અને મનુષ્યોના મૃત શરીરો, ઈમારતો વગેરે બધું જ સાફ થશે અને આનાથી ભૂમિને પુષ્કળ ખાતર મળી જશે જેનાથી નવી વનસ્પતિઓનું નિર્માણ ભૂમિ કરશે. પૃથ્વી પર ઉબદાર વાતાવરણ અને કાર્બન ડાયોક્સાઈડના કારણે ઊંચા ઊંચા જંગલો અને ઊંચા તાપમાનવાળા પ્રદેશોમાં શેવાળ, નેયા જેવી વનસ્પતિઓની પેદાશ ખૂબ જ થશે અને આ વનસ્પતિઓ ફ્લોત્પાદન જીવાત વગરની કરશે. ધરતી આપોઆપ બનતી જશે. હાસવાદ અને અકૃષ્ટપચ્યા નામના સિદ્ધાંતમાં કહેવાયું છે કે પહેલાં ધરતી સ્વયંભૂ ફળોથી પોતાની ઉદરતૃપ્તિ કરતી હતી.(એટલે કે બીજ રોપવાની આવશ્યક્તા જ નહોતી). પરંતુ સમયની રફ્તારની સાથે સાથે એની એ ક્ષમતા ક્ષીણ થતી ગઈ.
ભૂકંપને કારણે મરેલા જીવજંતુઓ, માનવ અવશેષો, વનસ્પતિઓ આ ધરતીના અનેક્ સ્તરો પર દટાઈ ગયેલ હશે. જે આગળના કલ્પ માટે કોલસાનું નિર્માણ કરશે. જ્યારે ખનીજ તેલોનું નિર્માણ સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઈડ અને પ્રકાશશંષ્લેશણની ક્રિયા દ્વારા સાગરમાં મરેલ જીવજંતુઓ, માછલીઓના અવશેષો કિનારા અથવા સાગરના અનેક ભૂભાગોમાં દટાઈ ગયેલા હશે તેનાથી થશે. કોયલા અને ખનીજ તેલોનું નિર્માણ આ રીતે થયેલ છે એવું ભૂવૈજ્ઞાનિકોનું માનવું છે. પરંતુ સમયની એક અવધિ માનવાના કારણે આ બધું બનવાને લાખો વરસો લાગી ગયા હશે. એમ કહ્યું છે. સહાર જે અત્યારે દુનિયાનું સૌથી મોટું રણ મનાય છે ત્યાં સાગરની એવી પ્રક્રિયા થઈ હશે જેનાથી અનેક મોટા મોટા જીવજંતુ, માછલીઓ વગેરે દટાઈ જવાના કારણે અત્યારે ત્યાં ખનીજ તેલના મોટામોટા ભંડારો પ્રાપ્ત થઈ રહ્યા છે.
અણુબોંબ ના વિસ્ફોટના કારણે ખનીજ તેલની સાથે સાથે મનુષ્ય, પ્રાણી, વનસ્પતિઓ વગેરે બળવા લાગશે જેનાથી ૧૫૦૦ મેગાટન જૈવિક કાર્બન ડાયોક્સાઈડના રૂપમાં બહાર આવશે. પર્યાવરણ ના જૈવિક કાર્બન-ડાયોક્સાઈડ વનસ્પતિઓ ખૂબજ લેશે અને સમુદ્રમાં ફાઈટોપ્લેંકટન(Phytoplankton) નામનો જે પદાર્થ છે જે ૫૦% પર્યાવરણનો કાર્બનડાયોક્સાઈડ લઈને પ્રકાશસંષ્લેશણ ની ક્રિયા દ્વારા પર્યાવરણમાં ઓક્સિજન છોડશે. સાથે સાથે જે કાર્બન-ડાયોક્સાઈડનું સાગર શોષણ કરશે તે સાગરના જીવજંતુઓ, અવશેષો, ધાતુઓ વગેરે સાથે મળીને સાગરના તળિયે જઈને દટાશે. કાર્બન-ડાયોક્સાઈડ વધુ માત્રામા વનસ્પતિ લેશે તો નાશ થશે પરંતુ જેમજેમ પર્યાવરણ સંતુલિત થવા લાગશે તેમતેમ્ વનસ્પતિઓ ફરીથી પ્રકાશસંષ્લેશણની ક્રિયા દ્વારા નવી વનસ્પતિઓનું નિર્માણ કરવા લાગશે. આવીરીતે અણુયુદ્ધ દ્વારા પ્રકૃતિનો જૈવિક કાર્બન-ડાયોક્સાઈડ બળી જઈને મુક્ત થશે અને એનાથી વનસ્પતિઓ નાશ પામીને ફરીથી પર્યાવરણ સંતુલિત થવાથી નવી વનસ્પતિઓનું નિર્માણ થવાની સાથે સાથે મરી ગયેલ વનસ્પતિઓ, પ્રાણીઓ, મનુષ્યોના અવશેષો વિગેર ભૂસ્તરમાં દટાઈ જવાથી આગલા કલ્પ માટે કોલસા અને ખનીજ તેલોનું નિર્માણ કરશે. આવી રીતે કાર્બનનું આ ચક્ર અવિનાશી રૂપથી પ્રકૃતિમાં અવિરત ચાલ્યા જ કરે છે.
માનવે ધરતીમાંથી કાઢેલ અનેક ધાતુ પોતાની ઔદ્યોગિક ક્રાંતિમાં લગાવેલ છે જે અધિક માત્રામાં મોટા ભાગે શહેરો વિગેરેમાં કેન્દ્રિત છે. હાઈડ્રોજન બોંબની પ્રખર ઉર્જાથી આ બધી ધાતુઓ પીગળી જશે. આનું એક પ્રત્ય્ક્ષ ઉદાહરણ ભૂતકાળનું છે જેમાં હિરોશીમા પર પડેલ એ “બેબી અણુબોંબ” નું છે. ત્યાં વિસ્ફોટ થતાં જ લોખંડના મોટામોટા સ્થંભો એનાથી બનાવેલ સંરચનાઓ વગેરે મીણબત્તીની માફક પીગળી ગયેલ, તો ત્યાં હાડકા અને માંસથી બનેલ માનવ શરીરોની શી દશા થઈ હશે? કલ્પના કરી ના શકાય. અણુ બોંબના વિસ્ફોટથી પીગળી ગયેલ ધાતુ બાદમાં થનાર પ્રચંડ વરસાદના પાણીમાં મળીને નદી દ્વારા સગરના તળિયે થયેલ હશે. તો ક્યાંક ભૂકંપ, જ્વાળામુખી દ્વારા ધરતીના અનેક સ્તરોમાં વહેંચાઈ ગયેલ હશે. પ્રકૃતિમાં વિશેષત: દરેક ધાતુ કારબનની સાથે મળતી હોય છે જેનું કારણ વિનાશના સમયે અધિકતર્ માત્રામાં કાર્બન સાથે સંયોગ થયેલ હશે. પ્રકૃતિમાં જે આજે જે ઉર્જા સંગ્રાહિત છે તે વિનાશ દ્વારા મુક્ત થઈ જશે અને પ્રકૃતિનું વિશુદ્ધિકરણ થઈ જશે. પ્રકૃતિની અનાવશ્યક ઉર્જા (Entropy) શૂન્ય થઈ જશે અને પ્રકૃતિના પાંચેય તત્વો પોતાની સતોપ્રધાન સ્થિતિને ધારણ કરી લેશે. આ વસુંધરા આગળના કલ્પ માટે પોતાનામાં આ ઉર્જાનો સંગ્રહ કરશે અને એક નવા, શુદ્ધ અને સાત્વિક પર્યાવરણનું નિર્માણ થવા લાગશે. વિનાશ પછી લગભગ ૪૦ વર્ષો ની અવધિમાં પ્રકૃતિનું શુદ્ધિકરણ ની પ્રક્રિયા સક્રિય રહેશે. પરંતુ એ દરમ્યાન ભારતભૂમિ જ્યાં આ અણુયુદ્ધ નહી થાય- ત્યાં ધર્મ-ભેદ, ભાષા-ભેદ, જાતિ-ભેદ વગેરેના કારણે ગૃહયુદ્ધ થશે.જેમાં બહુત ખૂન ખરાબો થશે, રક્તની નદીઓ માનો વહેશે. પરિસ્થિતિઓ કાબૂબહાર થઈ જશે. અનેક ધર્મ વિરોધક પ્રકરણો દ્વારા ધર્મોમાં નાહકનો ખૂનખરાબાઓના અતિ ભયાનક દ્રશ્યો સામે આવશે. ખૂનની નદીઓ વહેશે અને હાડકા અને માંસનો કાદવ બનશે. સાથે સાથે અણુયુદ્ધ દ્વારા ભારતમાં આણ્વિક શીતકાલ(Nuclear Winter) શરૂ થશે જેનાથી અનેક ભૂકંપ, રેલ, તોફાની હવા અને મૂસળધાર વર્ષા થવાથી અનેક મનુષ્યાત્માઓ મચ્છરની માફક શરીર છોડી દેશે. પ્રકૃતિના આ તાંડવ નૃત્ય અને ગૃહયુદ્ધથી દરેક આત્માઓ વિકર્મોની સજા ભોગવશે. મરેલા મનુષ્યોના શબોના અંતિમ સંસ્કાર કરશે.
પરંતુ એ સમયે ભારતથી જ સમગ્ર સંસાર પર આધ્યાત્મિક લહેરો ફેલાશે. કેમકે વર્તમાનમાં આ કલ્યાણકારી પુરૂષોત્તમ સંગમયુગ સ્વયં શિવ પરમાત્મા ભારતને આધ્યાત્મિક્તાની સર્વોચ્ચ સ્થિતિએ લઈ જાય છે. જ્યારે એમની શ્રેષ્ઠમતને ધારણ કરનાર બ્રાહ્મણ આત્માઓ પોતાની સંપૂર્ણૅ સતોપ્રધાન સ્થિતિમાં સ્થિત થવાથી અનેકોને દેવી-દેવતાઓનો સાક્ષાત્કાર થશે. સમગ્ર સંસારને ભારતમાં આદ્યાત્મિકતાનો નવોદય વિશ્વને રાહ ચીંધશે અને સત્યુગના આદિકાળની પ્રત્યક્ષતા થશે. ભારતભૂમિ પાવનભૂમિ બનીને સ્વર્ગની ભૂમિ પાવન દેવી-દેવતા બનાવનાર પરમાત્મા શિવબાબાની પ્રત્યક્ષતા અને સાક્ષાત્કાર થશે. સતોપ્રધાન આત્માઓ દ્વારા પ્રકૃતિના પાંચેય તત્વો પાવન બનશે. નવ કલ્પના સતયુગની એ સુહાવની ઘડીનો આરંભ થશે.
પૃથ્વીની ધરી સીધી થઈ જવાને કારણે પૃથ્વીનું તાપમાન દરેક જગ્યાએ લગભગ એક સરખું થઈ લગભગ ૧૫ થી ૧૮ ડિગ્રી સેલ્સીયસ થઈ જશે અને વસંત ઋતુનું નિર્માણ પૃથ્વીના જળવાયુ ઉબદાર(સુગંધિત) બની જશે જેના કારણે સમગ્ર ભારતભૂમિ પર સુગંધિત ફૂલો-ફળોની વનસ્પતિઓનું નિર્માણ થશે અને હવામાં સુંદર ખુશ્બુ ફેલાતી રહેશે.
આ રીતે અણુયુદ્ધ દ્વારા થનાર પ્રાકૃતિક આબદાઓ દ્વાર આ વસુંધરા ખુશહાલ બની જશે. પૃથ્વી પર નવી સતયુગી સ્વર્ણિમ દૈવી સંસ્કૃતિનો ઉદય થશે. આ રીતે સંસારને નર્કમાંથી સ્વર્ગ બનાવવાની પ્રક્રિયા ઘણી જ અદભૂત અને વિશાળ છે….ઓમશાંતિ..શાંતિ..શાંતિ:

 
3 Comments

Posted by on February 5, 2012 in વસુધા

 

The Virtues



Hope (આશા):- you know each trial is like a friend that helps you grow stronger. That’s why you always try again.

Tolerance (સહનશક્તિ) :- Diversity goofiest the garden of life. That’s why you like different flowers in your bouquet of friends.

Faith (શ્રદ્ધા/વિશ્વાસ) :- You remove any doubt that blocks your path forward.

Courage (હિમ્મત) :- You have win your greatest battle agreeing to change.

Brotherhood (બંધુત્વ) :- Because you know the father. Every human being becomes your brother.

 

 
Leave a comment

Posted by on February 3, 2012 in વસુધા

 

સુપ્રભાતમ્



હરકોઈ યહાં આતા હૈ..આકે ચલા જાતા હૈ; કોઈના યહાં ઠહરા હૈ ના ઠહર પાતા હૈ..
ઈશ્વરકે બંદે કરલે ઈશ્વરકી આરાધના…પુણ્યકી પુંજી ભરલે બાદમેં ના પછતાના..
વક્તકો કિસ તરહા બરબાદ કિયા..લગાલે હિસાબ અબ તૂ કિતના આબાદ કિયા?
ઐસા ગુરૂર હૈ..મૈં મૈં ક્યૂં કરતા હૈ..અંતર મૈં ઝાંકલે તૂ ક્યાક્યા ભરતા હૈ?
જો કિયા વો ભરના પડતા હૈ..તૂ ક્યૂં રોતા હૈ? ઈશ્વરકો સાથી બનાલે વક્ત ચલા જાતા હૈ..
દુનિયા કો પાને જાને કિતને સિકંદર આયે ઔર આકે ચલે ગયે..
ક્યાસે ક્યા વો બન ગયે આખિર ખાલી હાથ જાના પડા..
તન્હા આયે થે ઔર તન્હા સા મંજર ભીડભરે જગમેં..
તુજકો સંભલના હૈ પગપગ હર ડગર, ઈશ્વરકો જીવનસાથી બનાલે વક્ત ચલા જાતા હૈ..
હરકોઈ આતા હૈ..આકે ચલા જાતા..
દિનરાત ગુજર જાતે હૈ ખાલી યૂંહી આબાદ કરલે; સફલ જનમ હો જાયેગા;
પલપલ વ્યર્થકો સમર્થ કરલે બાદમેં પછતાના પડે ના..ૐ શાંતિ:..શાંતિ:…શંતિ:.ૐ નમ: શિવાય.

 
Leave a comment

Posted by on January 31, 2012 in વસુધા

 

શિવલહરી



કિસીકી નજર મુજ પર પડે ના પડે;
પ્રભુકી નજરકા હુઆ હૈ અસર;
હમને સુની હૈ ઐસી કહાની હૈ ના કહીંપર કિસીકી જુબાની;
રૂહ પર મેરી રંગ રૂહાની;
ઐસે ચઢા જૈસે બારિશકા પાની…
પ્યારકા મૌસમ ઐસા મૌસમ હૈ આયા;
સારે જહાંમેં બિખરહી ગયા;
જીન્દગી મેરી ઐસી હૈ બદલી;
જ્ઞાનગુણોંસે મૈં સંવર હી ગયા…(અજ્ઞાત)

 
Leave a comment

Posted by on January 30, 2012 in વસુધા

 

સૌથી ન્યારા અને સૌના પ્યારા


સૌથી ન્યારા અને સૌના પ્યારા

 
2 Comments

Posted by on January 29, 2012 in વસુધા

 

વિચારો વિશેના વિચારો


આ સૃષ્ટિ પરનું સજીવ અને બુદ્ધિશાળી પ્રાણી એટલે માનવી. એમાંય અદભૂત છે એની આત્મા અને તેમાં બેઠેલું સ્વયં સંચાલિત એવું મન. જે સતત કંઈને કંઈ વિચારોને ઉત્પન્ન કરવાનું ધમધમતું કારખાનું જ જોઈ લ્યો!!! વિચારોની હારમાળા એમાં સતત પેદા થતી જ રહે છે. સુષુપ્ત મન હોય કે તંદ્રાવસ્થામાં હોય મન ક્યારેય ખાલી રહેતું નથી. કદાચ મન બિલકુલ વિચારવિહિન અવસ્થામાં રહે તો ખૂબ જ ઓછા સમય માટે કદાચ પ્રગાઢ નિદ્રાવસ્થામાં શૂન્યમનસ્ક અવસ્થામાં મન ખાલી રહે વધુ સમય રહે તો તો સમાધિ જ લાગી જાયને!!! આ અવસ્થામાટે મુખના મૌનની સાથેસાથે મનના મૌનની પણ એટલી જ જરૂરિયાત છે. વિચારોની રેલયાત્રા કરતાં કરતાં કયારે મનની ગાડી પાટા પરથી ઉતરી જાય તે કહેવાય નહીં માટે તેનાપર કંટ્રોલ રાખવા તેનો ડ્રાઈવર જેને બુદ્ધિ કહીએ છીએ તેની પાસે પાવરફૂલ બ્રેક પણ સાથે હોવી જરૂરી છે. નહીં તો મનના વિચારો દિશાશૂન્ય બની ગાંડાની માફક દોડવા લાગે. ત્યારે વિવેકબુદ્ધિ વિચારોને ઠેકાણે લાવવા એટલી જ જરૂરી છે.

કેટલાક વિચારો હકરાત્મક હોય છે..તો વળી કેટલાક નકારાત્મક..કેટલાક ફાલતુ તો કેટલાક વિદ્વંષક હોય છે. કેટલાંક પાછલા જન્મકર્માનુસાર હોય તેને અટકાવવા કે ન અટકાવવા જરૂરી હોય છે. કેમકે કેટલાક વિચારો મનને ઉર્ધ્વગતિ કરાવે છે તો કેટલાક મનની અધોગતિ કરાવે એટલી હદે વિનાશક કે ખતરનાક હોઈ શકે. કેટલીક વખત વિચારોને મારવા મનને મારવું પડે છે તો કેટલીક વખત વિચારોને લાવવા મનને મનાવવું પડે છે. આ બધી અવસ્થાઓ મનની છે જે આપણે અંતરમુખતા તરફ દોરી લઈ જાય છે. જે જીવનની ગતિને એકે નવી દિશા આપી શકે છે અને વર્તમાન પરિસ્થિતિને સાનુકુળ થવાને શક્તિમાન બનાવેછે. માટે જ કહેવાય છે કે જે જેવું વિચારે છે તે તેવો જ બની જાય છે.

 
Leave a comment

Posted by on January 29, 2012 in વસુધા

 

યોગ(Meditation) અને જીવનશૈલી(LifeStyle).



સૌપ્રથમ તો નવાવર્ષની નૂતન સવારે આપના જીવનની નવીશૈલીનો પ્રારંભ થાય એવી શુભકામના સર્વ પ્રતિ વાંચ્છું છું. પ્રસ્તુત આધ્યાત્મિક લેખ વાંચવા બદલ ધન્યવાદ પણ પાઠવું છું.
“શુભમ ભવતુ સર્વદા.”
એવી પ્રભુ ચરણે મનોકામના ના શ્રદ્ધાસુમન અર્પું છું.

ઉત્સાહના ફટાકડાઓ…
સ્નેહના તારામંડળો…

ખુશીઓની ફૂલઝડીઓ..અને
ગમનાં સૂરસૂરિયાં થતા રહે;

યાદોની મહેફિલો સજતી રહે;
ભલે હમ રહે ના રહે.

મનુષ્ય છે તો જીવન છે અને જીવન છે તો જાવનની શૈલી પણ હોવી એટલી જ જરૂરી છે કેમકે સમય પણ ખૂબ કિમતી છે. એક પલથી એક યુગ અને યુગાંતરો સુધી વિસ્તરે છે. માટે જે સમયની કિંમત કરે છે તેની સમય કિંમત કરે છે અને ધારેલ લક્ષ્ય સુધી પહોંચવા માટે તેજ કદમ ભરવા પણ એટલાં જ જરૂરી છે કારણ વર્તમાન સમય હાથમાંથી ઝીણી રેતની માફક સરકી રહ્યો છે અને આધુનિક જમાનો જ Time Management નો છે માટે દરેક માટે સમય પણ એટલો જ કિમતી છે. પછી તે બાળક હોય કે યુવાન કે પ્રૌઢ હોય. સમયની ચાલને કોઈપણ ઓળખી શક્યું છે ખરું? “વક્ત સે હૈ દિન ઔર રાત વક્તકી હર શય ગુલામ..” અને સાથે સાથે એ પણ કહી શકું કે “Coming shadows forecasts the future.”
જેથી નિર્ધારિત સમયે નિર્ધારિત લક્ષ્ય સુધી સુમેળે અને સુપેરે પહોંચી શકાય ખરુંને? આપણામાં કહેવત છે કે “જેનો આરંભ સારો એનો અંત પણ સારો.”

આપણી જીવન શૈલીમાં યોગનું મહત્વ ઓછું નથી. આમ જોવા જઈએ તો વ્યક્તિ જીવનથી જ યોગી છે. આવો તપાસીએ આપણે જ આપણા જીવનને..આપણે જન્મ સમયે કોને યાદ કરતાં હતાં? જ્યારે જાયે ભૂખ લાગે ત્યારે કોણ સંતોષતું? કેવી રીતે સંતોષાતી હતી? આ થઈ શારીરિક ભૂખની વાત. આપણે જાણીએ છીએ કે જીવનની મુખ્ય અને પ્રાથમિક જરૂરિયાતોમાંની એક ખોરાક છે. તેવી જ રીતે આત્માની ભૂખ સંતોષવા આદ્યાત્મિક જ્ઞાન અને યોગ જેને આપણે બુદ્ધિયોગ કે મેડીટેશન કહીએ છીએ એની જરૂર પડે છે. જેમ શરીરને ખોરાકથી શક્તિ મળે છે તેમ જ્ઞાન અને યોગથી આત્મા પાવરફૂલ બને છે અને તેથી આત્મવિશ્વાસ અને શુદ્ધવિચારોમાં વૃદ્ધિ થાય છે અને મનથી મજબૂત અર્થાત મનોબળ વધે છે. આમ મનની તંદુરસ્તી માટે બુદ્ધિયોગ કે મેડીટેશન રોજબરોજ કરવો એટલો જ આવશ્યક છે. મેડીટેશન દ્વારા જ્ઞાન અનુભવનું ભાથું એ એક પ્રકારનો ખોરાક પૂરો પાડે છે જે તેને અંદરથી આપણી જીવનશૈલીને યોગ્ય રીતે જીવવા માટેનો ઓક્સિજન પૂરો પાડે છે. આપણે રોજબરોજની અર્થાત રોજીંદી પ્રક્રિયાઓ જેવી કે સવારે ઉઠવું, ન્હાવુંધોવું, વ્યવસાયિક પ્રવૃતિઓ આરંભવી કે ખાવું કે પછી સૂઈ જવું. એ બધી ક્રિયાઓ જેટલી સાહજિકતાથી અને આપોઆપ નિત્યક્રમે કરતાં હોઈએ છીએ એટલી જ સાહજિકતાથી આધ્યાત્મિક જ્ઞાન વડે બુદ્ધિયોગ કે મેડીટેશન જીવનમાં વણી શકીએ છીએ ચાહે ફુરસદ હોય તો અને ન હોય તો પણ કર્મયોગી બનીને મનને મેડીટેશન દ્વારા એકાગ્રચિત કરી શકીએ છીએ. આથી તે સહજ રાજ યોગ છે. જેનું વર્ણૅન ગીતામાં ભગવાન દ્વારા અર્જુનને શીખવવામાં આવ્યું હતું. જેના માટે તેઓએ આ રાજયોગના જ્ઞાનને “પ્રાય: લોપ” થઈ ગયું છે તેને પુન: જ્યારે આવું છું ત્યારે સહજ જ્ઞાન અને રાજયોગ દ્વારા શીખવું છું. માટે ભગવાનને યોગેશ્વર તરીકે પણ ઓળખીએ છીએ. આ સહજ એટલા માટે કહેવાય છે કે તેને કોઈપણ વ્યક્તિ સહજતાથી કરી શકે છે. કોઈપણ યાને સર્વ અબાલવૃદ્ધ;ભણેલા કે અભણ; રોગીનિરોગી; તપસ્વી કે ગૃહસ્થી કરી શકે છે એના માટે બુદ્ધિ જ આસન અને બુદ્ધિનો જ યોગ કરવામાં આવી અને તેને સૌ પોતપોતાની ક્ષમતા અને કર્મામાં રહીને પણ કરી શકે છે કારણે કે દરેકની પાસે અનુભવ અને જ્ઞાનનું ઓછાવત્તા અંશે ભાથું તો હોય છે. અનુભવ એ ખોરાક છે તો જ્ઞાન એ પાણી છે અને સમયનો અવકાશ એ હવાનું કાર્ય કરે છે. બસ પછી તો બુદ્ધિયોગ કરવો અતિ સહજ બની જાય છે. રોજીંદા જીવનમાંથી પણ સમયેસમયે સમય કાઢવાથી એનો અભ્યાસ કરીને એમાં હથોટી કે માસ્ટરી આવતી જાય છે. તેમ તેમ જીવનમાં એક અજબનો બદલાવ અને દ્રષ્ટિકોણ આવતો જાય છે અને જીવનશૈલીઆં બદલાવ લાવી શકીએ છીએ. તેને જીવનમાં લાવવા મેડીટેશન કરવામાં મહેનત નહીં પરંતુ મહોબત લાગે છે અને આથી તે સરળ અને સહજ બનતો જાય છે.

જેમ સૌપ્રથમ અહીં ઉલ્લેખ કર્યો છે કે વ્યક્તિ જન્મથી જ યોગી છે અને ખૂબજ સ્વાભાવિક અને સરળતાથી તે પોતાને ધારે તે સબંધમાં પરિવર્તિત પણ કરી શકે છે. તેના જન્મ સમયે અને બાળપણમાં મા સાથેનો બુદ્ધિયોગ ત્યારબાદ થોડોમોટો અને નિશાળે કે શેરીમાં રમતા રમતાં ભાઈબંધઓ કે દોસ્તારો સાથે બુદ્ધિયોગ લાગે છે અને આપોઆપ જ પરિવર્તિત થાય છે. સમય જતાં ધીરેધીરે મા તરફ્થી લગાવ ઘટીને દોસ્તારોમાં પરિવર્તિત થાય છે એમાં મહેનત નથી કરવી પડતી જ્યાં શરીર વહન થાય ત્યાં મન લાગતું જ જાય છે.. લગાવવું પડતું નથી. સમયાંતરે આગળ વધીને યુવાવયે અભ્યાસમાં અને પત્ની માં બુદ્ધિયોગ લાગે છે. છેવટે બિમારી કે વૃદ્ધાવસ્થાએ ડૉકટર કે પ્રભુચિંતનમાં સામાન્ય રીતે બદલાવ આવતો રહે છે. એમ લૌકિક્તા અને ભૌતિકતામાંથે અલૌકિકતા અને આધ્યાત્મિક જ્ઞાનયોગ તરફ ઝુકાવ વધતો જાય છે.

આ રીતે જોતાં તેના જીવનના પ્રથમ ચરણમાં એટલે જન્મથી તે બાળપણના તબક્કામા જોઈએ તો કેવી રીતે જન્મથી જ યોગી હોય છે બુદ્ધિયોગ મા મન જ લાગેલ હોય છે કોઈ બોલાવે તોય તેની પાસે બાળક જશે નહીં. જેવી તે આંખો ખોલે છે ત્યારે તે માના ખોળામાં હોય છે બસ એને તે જ તેની દુનિયા લાગે છે જેને જુવે છે કે અનુભવે છે તેને જ તે પોતાના માને છે. આ તેનો શરૂઆતનો બુદ્ધિયોગ કહેવાય. તેની નજર સામે જન્મતાં જ કોણ હોય છે? પિતાને તો તે થોડા સમય બાદ ઓળખતો થાય છે. જેની સોડમાં તે સુવે છે અને રમે છે હસે છે કે કિકીયારીઓ પાડે છે તે કોણ હોય છે? કોના સાનિધ્યથી તે ટેવાતો જાય છે?

પોતાની જન્મદાતા “મા” જ ને? તો બાળક અને તેનું સમગ્ર અસ્તિત્વ પોતાની મા ની આસપાસ જ વિંટળાયેલ હોય છે. તેની બધી જરૂરિયાતો મા દ્વારા જ સંતોષાય છે. આમ આથી તેનો બુદ્ધિયોગ માની સાથે લાગેલ હોય છે. કેમકે “મા” એજ માત્ર તેની દુનિયાનો પર્યાય હોય છે. એટલે જગતમાં “મા” શબ્દનું અનોખું સ્થાન અને મહત્વ છે. ભગવાન પછીનો દરજ્જો તેને આપવામાં આવ્યો છે. એ કાં અમસ્તું જ થોડું છે.. આપણે સૌ એનાથી સુવિદિત છીએ અને એના વિશે સાહિત્યમાં અનેક રસભર વાતો કહેવામાં આવી છે. આ દુનિયામાં આપણી હસ્તી જે કંઈ છે તે તેના થકી જ છે.બાળકના હોઠે પણ પ્રથમ શબ્દ આવનાર “મા” અને મમ મમ આપે તે પરથી મમ્મી કહેવાય. આ શબ્દ કાને પડ્તાંજ કેવો બુદ્ધિયોગ આપાપ મામાં લાગી જાય છે. તેને લગાવવો પડતો નથી. ભલે પછી તે વાતચીતની ભાષા કેમ ન જાણતો હોય તો બુદ્ધિ તે સ્વીકારીને જ ચાલે છે. તેના માટે તો “જેમ ગોળ વિના મોળો કંસાર તેમ મા વિના સૂનો સંસાર” લાગે છે. જેની મા નથી હોતી તેને તેના જીવનની કિંમત સમજાય છે.

હવે આજ રીતે માનો પ્યાર તો બદલાતો નથી છતાં અન્ય વ્યક્તિના પ્રવેશથી જીવનમાં બદલાવ તો આવે જ છે. એ સૃષ્ટિનો નિયમ છે. આજ જ્ઞાનને આધ્યાત્મિકતામાં પરિણમતાં વાર ન લાગી શકે અને તે ઈશ્વરીયયોગ કે મેડીટેશન બની શકે છે એમાં કોઈ ફરક પડતો નથી પહેલાંનો પ્યાર યથાવત રાખીનેય બુદ્ધિયોગ ને પરમાત્મજ્ઞાનથી અને પ્રેમથી આત્માને અનુભવ કરાવી શકાય છે. તે જ રીતે સર્વ સબંધોને એનામાં અનુભવ કરીને પરમાનંદનો અનુભવ કરી શકાય છે. મનને એક હરતું ફરતું શિવાલય બનાવી શકાય છે. જેટલી આપણે મા ના સ્તરને ઉપમાઓ અને વિશેષણોથી નવાજીએ છીએ તેને પ્રભુપ્યારમાં પરિવર્તિત કરી શકાય છે. કેમકે મા એ આપણી આ એક જન્મની મા છે જ્યારે પ્રભુ સાથેનો નાતો તો આપણો જન્મોજન્મનો છે. આ શરીરની મા તો હર જન્મે બદલાય છે જ્યારે પરમપિતા પરમાત્મા જન્મજન્માંતરના એક જ રહે છી..આથી જ કહીએ છીએ કે “ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ..ત્વમેવ બંધુ શ્ચ સખા ત્વમેવ…અને છેલ્લે જ કહીએ છીએ ત્વમેજ સર્વમ મમદેવદેવા.” તો પછી એકમાં જ સર્વ સબંધોથી પ્રાપ્તિ થવાની હોય છે તે થઈ શકતી હોય તો ત્યાં મેડીટેશન/બુદ્ધિયોગ લગાવવો સરળ હોય કે કઠીન? અહીં બુદ્ધિને ભટકાવવા નો સવાલ જ ઉત્પન્ન નથી થતો. માટે આ કાર્ય તો અતિસહજ થયું કહેવાયને?

જેમ આપણે આપણી આ જન્મની માને કેટલી સહજતાથી ઓળખી કાઢીએ છીએ તેટલી જ સહજતાથી આપણૅ સૌ આત્માઓના એકજ પિતાને સહજ રીતે ઓળખી શકીએ છીએ. જરૂરત છે એના માટે પોતાની જાતને જાણવાની અને જાગ્રત કરવાની. ખુદને ઓળખીએ તો ખુદાને ઓળખી શકાય. કેમકે જેવા બાપ તેવા જ બેટા હોયને? એની મહિમા અને ગુણોને મંથન કરીને અર્થાત તેનો જ્ઞાનનો મહિમા સમજીને મહિમા સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ બની શકાય છે. એમાં કોઈ બેમત નથી. પ્રભુ પરમકૃપાળુ પરમેશ્વર જ્ઞાન સાગર છે તો આપણે જ્ઞાનસ્વરૂપ છીએ. એ પ્રેમના સાગર છે તો આપણે પ્રેમસવરૂપ છીએ આવી અસંખ્ય ગુણો અને મહિમાઓથી આપણે તેને સહજ રીતે યાદ કરી શકીએ છીએ. એનું સ્મરણ માત્રથી જ આપણા મનમાં ખુશી..ઉમંગ-ઉત્સાહ..પ્રેમેની એક લહર દોડી જાય છે. છેને કેટલું સહજ? એની અનુભૂતિ હર શ્વાસેશ્વાસે રૂંવેરૂંવે મહેસૂસ કરી શકાય. માટે જ કહેવાયું છે કે..” ગર દિલ સાફ હૈ તો મુરાદેં હાંસિલ હૈ.” બગભગતને એની અનુભૂતિ ના થઈ શકે તનની શુદ્ધિ કરતાંય મનની શુદ્ધિ અહીં વધુ જરૂરી છે. પછી જુઓ કે એકવાર એવા પરમાનંદની અનુભૂતિ આપના જીવનમાં કેવાકેવા ચમત્કારિક પરિણામો લઈને આવે છે…!

આપણા રોજીંદા જીવનનીશિઅલી જેમ મા ની જોડે જીવવાની શજ છે તેટલી પ્રભુને “મા” સ્વરૂપે યાદ કરીને જીવનયાત્રા અને દિનચર્યાનો આરંભ કરી શકાય છે. આ સંસારમાં આજદિન સુધીમાં શ્રીકૃષ્ણથી લઈને ઈશુ સુધી, મહાવીરથી લઈને મહમ્મદ પયગમ્બર સુધી, વિવેકાનંદથી લઈને મહાત્મા ગાંધી સુધી, મીંરાબાઈ થી લઈને નરસિંહ મહેતા સુધીના.. અનેક નામી અનામી કોણ જાણે કેટલાય સંતો, ઋષિઓ, મનીષીઓ, ભક્તશિરોમણિઓ આ બાબતની ગવાહી પૂરે છે. આ બધી પ્રત્યક્ષ બાબતો જેને પૂરાવાની જરૂર નથી. એજ રીતે સહજ રાજયોગ એ માણસની સમગ્ર જીવનશિલી બદલી શકવા સક્ષમ છે જો આપણે એમ કરવા પ્રયત્ન આદરીએ તો? આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય તેમ સ્વાનુભૂતિથી પરમાત્માનુભૂતિ ની કેડી એ ચાલીને ધારેલ લક્ષ્યને સિદ્ધ કરી શકાય છે. યોગમાર્ગ એક ધોરીમાર્ગની ગરજ સારે છે. જેના થકી આપણી જીવનનૈયાને સંસારસાગરમાં તરાવીને નામનું અમરત્વ પ્રાપ્ત થાય છે અને ઉજ્વળભવિષ્ય બનાવી શકાય છે. માને યાદ કરવાની કે કોઈ સ્વજનને યાદ કરવાની મહેનત શાની? મુહોબતમાં કુર્બાની આપી દઈએ છીએ એજ રીતે યોગમાર્ગ પર ચાલવા..અલ્લાહકો પ્યારી હૈ કુર્બાની..તે ય સહજ જ થઈ જાય છે. તો શું પરમજ્યોતિ પર પરવાના બનીને આપણ સૌ આત્માને ફિદા થવામાં આનંદની અનુભૂતિ ના થઈ શકે? જીવનદાતા તો એ માત્ર એક જ છેને?

એને ઓળખવા માટે આપણુને મળેલ ત્રીજું દિવ્ય નેત્ર(Third Eye) તે જ્ઞાન છે. આ અંતરમનમાં જ્ઞાનના ત્રીજા દિવ્યનેત્રથી ઓળખી શકીએ છીએ. તેમજ તેને આ નેત્રના દિવ્યદાનથી આપણે પરમાત્માને ત્રિનેત્રી પણ કહીએ છીએ. જે આપણને પ્રાપ્ત કરાવીને તેના જેવાજ ત્રીનેત્રી( બે ચર્મચક્ષુઓ અને ત્રીજું જ્ઞાનચક્ષુ જેનું સ્થાન જ્યાં આત્મા રહે છે તે ભ્રુકુટિની વચ્ચોવચ્ચ લલાટમાં બતાવાય છે). જેને ખોલીને સમગ્ર જગત અને સર્વ સબંધોની મીઠાશને માણી શકાય છે. આપણે આ દિવ્યનેત્રથી જગતને જોઈએ તો ભલે જગત એનું એજ રહે છે પરંતુ દ્રષ્ટિકોણ બદલાવાથી આખેઆખું જગત આપણને બદલાતું લાગે છે. અને એજ રીતે જગનિયંતા, આપણા જન્મોજન્મના માતપિતા માટે સહજ બુદ્ધિ લાગે છે એને જ સાચા અર્થમાં મેડીટેશન કહેવાય છે જેનાથી અલૌકિક પ્રાપ્તિ જે દુનિયાના કોઈપણ બજારમાં ઉપલબ્ધ નથી હોતી. એવી શાંતિ,પ્રેમ,સુખ,આનંદ જેવી અણમોલ ઉપલબ્ધિ મળે છે.

આ ઉપલબ્ધિથી મનમયૂર નાચી ઉઠે છે. મનથી સ્વીકારી લઈએ છીએ કે જગત જેવું હોય તેવું તેનું છે..માટે તે સુંદર છે અને એજ સત્ય છે. મા સમ મધુર તેનો પ્યાર અને જ્ઞાનામૃત પીવડાવીને આત્માને તરબતર કરી દે છે. આ છે દિવ્યયોગની સહજ અનુભૂતિ અને ઉપલબ્ધિ. જેને કહેવાય છે સહજ રાજયોગ. જેનો માત્ર શ્રીમદભગવદગીતામાં નામથી જ ઉલ્લેખ કરાયેલ છે. પણ કેવીરીતે કરાય છે તે સ્વયં આવે અને શીખવે ત્યારે જ પ્રાપ્ત થાયને. માટે આ જ્ઞાનને પ્રાય:લોપ થયેલ છે તે જ્યારે આવે છે ત્યારે તેનો રાઝ ખોલે છે. આપણે ગાઈએ પણૅ છીએ કે “શિવકા ડમરૂ(જ્ઞાનનું) જબજબ બોલે અગમનિગમ કે રાઝ ખોલે.” અસ્તુ.ઓમશાંતિ.

 
4 Comments

Posted by on January 2, 2012 in વસુધા

 

સરવૈયું



ચાલુ વર્ષના અંતિમ દિવસની અંતિમ ઘડીઓ અને નવા વર્ષની શરૂઆતની ઘડીઓ,
ચાલો બનાવીએ એક સરવૈયું આપણા જ લેખાજોખાંનું;
જીંદગીના ઈતિહાસનું એક પાનું;
સૌ કોઈ જેને વાંચીને ખુશ થાય વાંચ્છું હું તો એવું;
સરવાળો કરજો સ્નેહનોને ભૂલોની થાય બાદબાકી ને સદભાવના વડે ગુણું;
વિચારું હું તો શેના વડે ભાગું?
નફરતનો તો છેદ ઉડાડીને સબંધના સેતુ બાંધુ;
થઈ હશે જે જાણે અજાણે એની માફી માગું;
સાથ સૌનો લઉં અને દઉં;
કેવળ એક નિસ્વાર્થ મિત્રતા ઉધાર માગું;
હે!પ્રભુ; યાદ કરું તુજને હરતાંફરતાં કેવળ એટલું માગું;
ના કોઈ ફરિયાદ કે રંજ સબ સલામત રહે એ જ માગું;
નેટ અને વેબ ગુગલ અને યાહુની મદદથી “પરમસમીપે” હું ભાસું,
નિલમ કેરું નિલમણી જ્ઞાનના અગાધ દરિયે લાધ્યું,
પ્રેરક ને પ્રોત્સાહનથી મારો બ્લોગ “ushapatel”, “meenapatel” અને “MYFOTOPOESIA” નામે બનાવું;
હવે ગુગલના સથવારે નવીન “આશાકિરણ” ને “રંગ રંગ વાદળિયા” બનાવું;
શેર કરીને સર્ચ કરીને ફેસબુકથી અપરિચિતને પરિચિત બનાવું;
નેટમિત્રોના સથવારે પ્રતિભાવો મારા હું તો જણાવું;
શિક્ષણ અને શિક્ષા તેમજ અનુભવોની બહોળી સંપત ધરાવું;
કોને યાદ કરું અને કોને ભૂલું? મનમાં દુવિધા ઉપજાવું;
તોય મને ગમે છે સાથ સૌનો કારણ જેનો હોય પરમમિત્ર જ એક પરમાત્મા એનું સૌ સારું જ થવાનું,
એજ આશાનું કિરણ મારા મનમાં હરદમ ફેલાવું,
આ જ્ઞાન સાગર તીરે મારી નાવને તરતી મેલું;
અસ્તુ અને મારા સૌને યાદ પ્યાર અને ઝાઝેરા નમન.”પરસ્પર દેવો ભવ”

 
7 Comments

Posted by on December 31, 2011 in વસુધા

 

આપનું નસીબ આપના જ હાથમાં


આપનું નસીબ આપના જ હાથમાં જ છે અર્થાત હથેળીની રેખાઓમાં નહીં. એનો અર્થ એવો થાય કે પ્રાપ્ય સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવવી. જ્યારે તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવામાં આવે ત્યારે નસીબ પણ બે ડગલાં આગળ વધે છે. વ્યક્તિ કર્મ દ્વારા જ એ રેખાઓને જેટલી લાંબી ખેંચવા ધારે એટલી તે કરી શકે છે.આ બાબતનો અનુભવ હું ખુદને જ ઊંચે લઈ જાઉં છું ત્યારે જ થાય છે અને બીજાઓને પણ પોતાની જાતે જ નસીબ બનાવવાની પ્રેરણા પૂરી પાડ્વા નિમિત્ત બનું છું.
એક્વીસમી સદીનો મહારોગ એ માનસિક તણાવ છે એને મન,બુદ્ધિ અને આત્મામાંથી કાઢી નાંખવા માટે તણાવ કેવી રીતે ઉત્પન્ન્ થાય છે અને ક્યાંથી કેવી રીતે નાબૂદ કરી શકાય તે સમજવું ખૂબ જ જરૂરી છે. મૂળભૂત રીતે તો આ દબાણ કે ‘તણાવ’ શબ્દ એ ઈજેનેરો મશીન દ્વારા ઉત્પન્ન થતા દબાણને માપવા પ્રયોજતા. જેથી કરીને મશીનને કાર્યક્ષમ બનાવી શકાય. પરંતુ ધીરેધીરે આ શબ્દ મનુષ્યની માનસિક સ્થિતિને વર્ણવવા માટે પ્રચલિત થવા લાગ્યો.
જ્યારે જ્યારે આપણે તણાવ કે દબાણને વર્ણવીએ છીએ ત્યારે આ પણી સમક્ષ અને શબ્દોની જેવાંકે ખેંચવું, ધકેલવું,વધુ અને સમય મર્યાદા જેવાની એક સાંકળ બની જાય છે. વધુ ને વધુ, સારામાં સારું પેદા કરવામાં અને નિશ્ચિત સમય મર્યાદમા પેદા કરવા માટે ધારેલ પરિણામ નહીં આવે તો? એવો એક પ્રકારનો છૂપો ડર માનવીના મગજમાં ખૂબ જ તાણાવની સ્થિતિ ઉત્પન્ન કરે છે.
જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે વધુ પડતું માનસિક ભારણ પણ અનુભવાય છે. જેને કારણે આપણે વધુ પડ્તા વિચારશીલ અને તે કર્મમાં અને બોલવામાં કે વિરોધાભાસી વર્તન એ મન અને શરીરમાં નકારત્મક અસરો ઉત્પન્ન કરે છે. સૌથી ખરાબ બાબત એ બને છે કે તે એક પ્રકારે આદત બની જાય છે. જે ઘણી વખત અનિયંત્રિત બની જાય છે. પરંતુ આનો સહજ ઉકેલ્ તેને અટકાવો અને ધ્યાન-યોગ કરો. તો પણ તેને ઘણા લોકો અર્થવિહીન અને સમયને વેડફવા સમાન ગણે છે.
માટે જ યથાર્થ જ કહેવાયું છે કે..योग: कर्मशु कौशलम|

 
4 Comments

Posted by on December 26, 2011 in વસુધા

 

જીંદગી


 
4 Comments

Posted by on December 26, 2011 in વસુધા

 
 
Follow

Get every new post delivered to your Inbox.

Join 132 other followers