લઘુકાવ્યો

[૧] શમણાંનો સૂરજ

એક શમણાંનો સૂરજ ઊગ્યો,

મારી હથેળીના આકાશે,
ને આંખોમાં આંજી લીધાં કાજળ,

ક્યાંક શમણાં નજરાઈ ન જાય!

બસ બાકી જ છે આટલી જ દિલ કેરી દોલત.

[૨] આગમને..

એ અચાનક આવી ચઢ્યા જાણે,

જાણે પતઝડમાં આવી બહારની મોસમ,

મ્હોરી ઊઠ્યાં અમે તો બની ને ગુલમહોર,

ખબર પડી ત્યારે જ સાચી કે,

ચાલ્યા ગયા છે એતો અમારું અસ્તિત્વ લઈને.

[3]બંધ કમાડ..

બંધ કમાડ હતાં જે મનનાં વર્ષોથી,

કોઈએ અચાનક કમાડે દસ્તક દીધાં,
ખોલીને જોયું પાંપણના પડદાને,

સપનાની જેમ એ તો ધુમ્મસમાં ઓગળી ગયાં.

છબી તો શું નામોનિશાન પણ ભૂંસાઈ ગયા.

[૪] એક ભ્રમ એક વાસ્ત્વિકતા

તમને માની બેઠા અમારા એ અમારો ભરમ હતો,

આપની અચાનક વિદાય એ હતી વાસ્તવિકતા,

ભૂલા પડેલ પથિકને ક્યાંથી જડ્યો વેરાન વગડો?

અજાણ્યા રસ્તાએ ચડી જવાનો ભ્રમ હતો.

[5] રેતીનાં મ્હોરાં.

કેટલાં અધૂરાં? કેટલાં પૂરાં?

લો હવે તો છલકી ઉઠ્યાં..

અમે ઊભરાંતા ઉમંગનાં મોજાં..

આંખોની આશા અને ચમકતાં ચહેરાં,

પલમાં લઈ જાશે, એક સમંદરનું મોજું..

તો યે રહી જાશે કિનારા એવાં ને એવાં.

Advertisements

9 thoughts on “લઘુકાવ્યો

 1. પાંચે લઘુ કાવ્યો માં લાઘવતા દ્વારા વ્યક્ત થયેલ સંવેદનાઓ સંવેદનશીલ હ્રદયને સ્પર્શે તેવી છે.

  • અતુલભાઈ આભાર આપનો ..આપે લાઘવતામાં ય વિચારના સ્પંદનોને અનુભવ્યા એ જ લખવાની સાર્થકતા છે એવું હું માનું છું.

 2. આદરણીય ઉષાજી, ખૂબ જ સુંદર લઘુકાવ્યો …ગમ્યા ..છેલ્લી કદી તો ખૂબ જ અદ્ભુત લાગે ..થોડામાં ઘણું કહી જાય ચમત્કૃતી સર્જાય છે

 3. આભાર દિલીપજી આપનો આતો એક મનોભાવોને વ્યક્ત કરવાનો નમ્ર પ્રયાસ છે…ઉધાર નથી માગ્યા..એ તો શબ્દો કેરા મારા શ્વાસ છે.

 4. very good poem.
  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

  • આદરણીય ભાઈશ્રી કેનપટેલ; સુપ્રભાતમ।
   હર કિસીકો અચ્છી લગતી હૈ; ક્યૂંકિ વોહી તો એક મનભાવન જરિયા હૈ;
   અપને મનોવ્યાપારોંકો પ્રતિપાદિત કર્ને કે લિયે; મુજે તો હરભાષાસે લગાવ હૈ;
   ક્યૂંકિ વો કિસી ન કિસીકી માતૃભાષા હોતી હૈ જરૂર; વિશ્વબંધુત્વ કા યહી તો એક સેતુ હૈ।
   ક્યા આપ ઈસી રીતી સે મુજસે લિખને કે લીયે અપેક્ષિત હૈ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s