જીવનદર્શન

જીવનદર્શન કરાવ્યું મને મારા વ્હાલા સતગુરૂએ…
એની કૃપા તણો નહીં પાર કે મને જીવનદર્શન કરાવ્યું મારા દિનાનાથે; આ જીવનની મહામૂલી ભેટ ધરી, ઘણી કૃપા કરી ભોળાનાથે,
અમ રંક ઉપર પોતાનો જાણી કરી દયા ઘણી વિશ્વનાથે, ભૂલ્યો ભૂલાય નહીં ને દિલથી છેટો રખાય નહીં દયાસાગરને, જીવનના જામ ભરીભરી ને પીવડાવ્યા અમૃતવાણી થકી વરસાદે, એના ઉપકાર નો કહેતા ના આવે પાર એવા સદગુરૂને’ આ અંતરના ઓરડે જો પ્રગટાવે જ્ઞાનદીપને,
તો થાય રોજરોજ દિવાળી રોજ રોજ મનના આંગણે, ખુશીઓની ફૂલઝડીઓ અને તારામંડળો ઓ સખી વરસે ને થાય રોજરોજ દિવડા સળગે એવા અનંત અખંડ અને થાય અજવાળું દિવસ ને રાત અંદરને બાહર ઉજાસે જ ઉજાસે ભાગે અંધકાર એવો દૂર કે આતમ બને જાગંતી જ્યોત, આવો સખી આપણે સૌ આવકારીએ અંતરની ડેલીએ,
અને વધાવીએ સૌને ખુશીઓના ફૂલડેફૂલડે અને કરીએ મુબારક સૌને નૂતન વર્ષના તો શું નવયુગના દઈએ,
વધામણાં જે કોઈ મારગડે મળે આપણ સૌને
એવું જીવનદર્શન કરાવ્યું મને મારા વ્હાલા સદગુરૂએ, દિનાનાથે, ભોળાનાથે,વિશ્વનાથે, અમરનાથે, જગ્ગનાથે….(

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s