સપનાની કવિતા

સપનાની કવિતા… કોઈ કોઈના માટે આમ ના મરે..આમ અમથું ના મરે?
ઘાયલના દિલની વાતો ઘાયલજ, સમજી શકે; જેમ દુ:ખિયા ના દુ:ખની વાતો સુખીયા સમજીન શકે.
વાંસના એક કટકાએ પણ શરીરે છેદાવું પડે, વાંસળી ત્યારે સૂરને એવા રેલાવે કે કાળજડા કોરાવે, દુ:ખ વિના સુખ ના મળે એમ એ સંદેશ કહે,
પ્રસૂતિની પીડ વગર સંતાન સુખ ક્યાંથી મળે, અમાસના અસ્તિત્વ વગર પૂનમ ક્યાંથી જડે? દિવાળીના પર્વ વગર, નૂતન સવાર ક્યાંથી ઊગે? આથમતી સંધ્યા એ ઊગતી ઉષાને લાવે, ઊગતી ઉષા વળી આથમવાનો સંદેશ લાવે, દિનકર એ જીવન નો સંદેશ લાવે, સમયનું ચક્ર અવિરત ચાલવાનો સંદેશ લાવે, શૌર્યનું બલિદાન એ મૃત્યુના ડરને ભગાવે, જીંદગી જીન્દાદિલી નું બીજું નામ એમ એ કહે, તો મૃત્યુને જે વધાવે હસીને એજ વીરોનું કામ છે. રોતલના રહીએ અલ્યા,એ નવજીવનનો સંદેશ છે.
એના વગર જગનિયંતાનો ખોળો ના મળે,
આપ્યો છે અવસર એણે એને ફરી ફરીને યાદ કરીલે, સમય બંધનમુક્ત છે એને યાદ કરી ફેરો સફળ કરીલે;
નહીં મળે આવો રૂડો અવસર વીતિ જશે ફરી ના મળે,
આજનું કામ આજ કરીલે કાલ કોણે દીઠી છે? નહીં તો જીવતર આખું એળે જશે,
પસ્તાવાનો ય મોકો નહીં મળે, અચાનક આવશે બિલ્લીપગે, ક્ષણનોય ના વિલંબ કરે એ, શ્વાસોની મૂડી જ્યારે ખર્ચાઈ જશે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s