હવે શું?

પકડાય હવે ના આ કલમ હાથથી, છો ને શાહીમાં સૂકાતા હરફ;
હાથ કે હૈયાને હવે બળવું નથી, આપણે હવે કદી રોવું નથી.
આપણો રસ્તો એકલવાયો, આપણે આપણો તડકો ને છાંયો;
ઊગવું નથી આથમવું નથી, આપણે હવે કદી રોવું નથી.
હોઠથી હવે એક ના હરફ, આંખોમાં હવે જામતો બરફ;
અમથા અમથા ગળવું નથી, આપણે હવે કદી રોવું નથી.
મળી ગયા મીંરા ના ગીરધર, તો બનતું નથી મન વિહ્વળ,
મળી ગયા સરિતાને સાગર, ઝરણું બની વહેવું નથી.
જો “અર્પિતા” ને મળે આપ્તજન, તો શાને બને બેચેન;
મંઝિલ મળી જાય હરકદમ, આંસુ બની ને વ્હેવું નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s