કવિતા

જેનું મન અંત:સ્ફૂરણાથી ભરેલું રહે છે; તેનાથી કવિતા આપોઆપ જ રચાઈ જાય છે;

કવિતા રચવી પડતી નથી; આપોઆપ હ્ર્દયની ઉર્મિઓમાં કેદ થી જાય છે;

તે તો નિર્મળ ઝરાની જેમ ક્યારેક વહેતી પત્થરોને ય તોડીને ફૂટતી;

જાણે નાનકડા શિશુનો સ્પર્શ કરાવતી; અંતરને તરબતર કરતી;

સદા મન ઉપવનને નવ પલ્લવિત કરતી; પાનખરમાંય વસંત લાવતી;

માર્ગભૂલેલા પથિકનો ભોમિયો બનતી; જીવનો અનમોલ ખજાનો લૂંટાવતી;

નીત નવા શબ્દોના સૌંદર્યને છલકાવતી; વહેંચતા ખુદનેય આનંદ આપતી;

ક્યારેક શાંત અને નિર્મળ સ્થગિત સી ભાસતી; તો ક્યારેક વિચારોના ભંવરોમાં અટવાવતી;

તો વળી ક્યારેક ખળખળ વહ્યા કરતી; ને હાસ્યનું સ્પંદન રેલાવતી;

જીવનના કાળમીંઢ ખડકોના પત્થરોને ય શિવલીંગનો ઘાટ આપતી;

સતત જ વહ્યા કરતી અને ઋતુઓનો આનંદ લેતી; તો ગઝલ બની દર્દને ય રેલાવતી;

ખુદનેય તરબતર અને શીતળ બનાવતી; વાચકના મનને ય સ્પર્શતી;

ક્યારે આકર્ષતી કવિતા મનગમતું રૂપ લઈ સૌને લોભાવતી;

કવિતા તો છે કવિતા સરસ મઝાની કવિતા…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s