લઘુરચનાઓ

[૧]
માછલીને…
મછલી તો જલકી રાની હૈ ઔર જલહી ઉસકા જીવન હૈ…
તો ભલા! કૈસે વો પ્યાસી રહ શકે?…
યે તો ઉસકી ભમણા હૈ…
વો તો પાનીમેં હી ડૂબકે મર જાતી હૈ..
મગર હકીકત કુછ ઔર હી હૈ…
વો તો કિસી ઓરકી શિકાર હૈ.

[૨] નદીને…
મૈંને પૂછા નદીસે ઓ મન ચલી કહાં તૂ ચલી?
નદી તો દેખે બીના બહતી હસતી ચલ દી.
ફિર પૂછા ઘટાઓંસે તો વો ભી ખામોશ બનકે ખડી રહી..
સૂરજકી કિરનોંસે પૂછા તો વો ઝિલમીલાકે હંસ દીયે
તો ફિર હમ ક્યા કરેં એ દિલે નાદાન?
હમ ભી તો ખામોશીમેં કુછ ન કુછ ગા ઉઠે.

[૩] સાગરને…

આ અફાટ જળરાશિ… એક જગતની બહાર જોવા મળે છે
અને તેની ઉર્મિઓ અને સ્પંદનોના ધબકારાઓ આ મનમાં પડઘાય છે.

[૪] ઝરણાને….

અમે ફૂલોથી ય સુકોમળ છીએ;
છતાંય પત્થરો સાથે દોસ્તી કરીએ છીએ
પ્રીતની રીત નિભાવવા આમ;
કંઈ કેટલાય જોજન ઊંચેથી પડતું મૂકીને મળીએ છીએ.

[૫] એક નજારાને…

આ સુંદરતમ જગતના અદભૂત નજારાઓને;
નીરખીને પોતેય ઉપરથી ખુશ થતો હશે.
અને પવનના સંગીતે ક્યારેક ઝૂમતોય હશે…
કંઈ કેટલાય યુગોના નાતાને
આમ દિલથી નિભાવતો ય હશે.

[૬] દિલમાં હશે જો યાદ એક ઉપવન ખીલ્યાની..
તો રણમાંય મૃગજળ સાથે મુલાકાત થઈ ગઈ છે.
અને કલાકારનું ચિત્ર જાણે જીવંત થઈ ગયું છે.

[૭] જળમાં જમીન કે જમીનમાં જળ?
અથવા છે બંન્ને નો સુભગ સમન્વય…
સુંદરતમ નજારો જોવો ય ગમે આતો,
સ્ફૂરે છે વાણી મનનાય રણમાં..

[૮] સપના

એક સપનાની દુનિયા અમેય ભીતરમાં વસાવી છે.
જ્યારે ગરદન ઝુકાવું છું ત્યારે નજરોમાં;
અનેક સપનાઓ ની સૃષ્ટિ ખડી થઈ જાય છે

[૯] હ્ર્દય..રક્ત વિહોણું હ્ર્દય..

ઊર્મિઓ અને સ્પન્દનો વડે નીત્ય ધબકતું રહે છે..
જેને દિલ કહેવાય છે.
માનવી અને કોમ્પ્યુટરમાં બસ આટલો જ ફરક છે..
એટલે જ કોઈ એ સાચે જ કહ્યું છે કે;
ઈશ્વરે માનવમાં એક ધબકતું દિલ મૂકીને;
સાચે જ હાથ ધોઈ નાંખ્યા છે..
અને પોતે સર્વોપરીના સિંહાસને જઈને આરૂઢ થયો છે…
માટે જ પોકારીએ કે યાદ કરીએ છીએ;
ત્યારે સ્વાભાવિક રીતે જ મન અને દ્રષ્ટિને;
ઉપર આકાશે કેન્દ્રિત કરીએ છીએ;
અને કહીએ છીએ ઓ ઉપરવાલે.

[૧૦] એક અભિલાષા..

ફૂલ બનીને નથી રહેવું…
મારે તો ફળેય બનવું છે…
અને ડાળીની સંગે ઝ્લવું છે;
અને વાયરાની સાથે ઝૂમવું છે.

[૧૧] ઊંઘ..

ઊંઘનો તો શો ભરોસો? ક્યારે આવે ને જાય?..
રાત થોડીને વેશ છે ઝાઝાં..હા..
થોડો વિસામો જરૂરી છે.
આતો કર્મક્ષેત્ર છે..
પોતાના વેશ અને પહેરવેશમાં જ રહેવું પડે છે.

Advertisements

3 thoughts on “લઘુરચનાઓ

 1. [૧૦] એક અભિલાષા..

  ફૂલ બનીને નથી રહેવું…
  મારે તો ફળેય બનવું છે…
  અને ડાળીની સંગે ઝ્લવું છે;
  અને વાયરાની સાથે ઝૂમવું છે.

  Ek ABHILASHA…..Asha amar Chhe…..Ashao Safala Thay !
  First aza “Ful”…then the Knowledge & the “Fal”…..then do the “karma”….and that is the way Human exist on this Earth.
  If the season ( Karma related) is right, then the “Fal” ripens….& then the “Bij” give the true Salvation to be born as a “Ful”
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Ushaben….Not seen you on Chandrapukar..Please visit & read the New Post & may be the Old Posts too !

 2. ફૂલ બનીને નથી રહેવું…
  મારે તો ફળેય બનવું છે…
  અને ડાળીની સંગે ઝ્લવું છે;
  અને વાયરાની સાથે ઝૂમવું છે.
  ઊષાજી આપ તો છૂપા રુસ્તમ છો..ખુબ સુણ્દર લઘુ કાવ્યો..થોડામાં ઘણૂં કહી જાવ છો અને..આપનો બ્લોગ સુંદર છે..મારા બ્લોગ પર પધાર્યા માટૅ આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s