નીરચક્ર

અમારા રૂપ અનોખા; અમે સદાય વહેતા રહેતા;

વાદળનું રૂપ લઈ ગગનથી વરસ્યાં;
પર્વતની ગોદમાં આવી ઝરણાં બની ફૂટ્યાં;

જાણે કે સદા નાચતા વહેતા કૂદતાં ઝરણાં;

અમે સદાય ખળખળ વહેતા રહેતા;

વનરાજીનો આનંદ લેતાં દોસ્તી કરતા;

સદા સૌને નિર્મળ પાવન કરતા;

ખળખળ વહેતાં ને ગીત સંગીત રેલાવતાં;

સરગમ સહિયરનો સાથ લેતાં;

કઈ જીવોને જીવતદાન, આશ્રયદાતા;

સૌકોઈ અમારી નિશ્રામાં આવતાં;

પુલકિત આનંદ મગ્ન ભાવનાઓમાં તરબતર થાતાં;

મારગના પત્થરોને ભીંજવતા જાતાં;

તેમની ઓથે રેતીની ગોદમાં સંતતા જાતાં;

બળબળતા બપોરે મુસાફિરની પ્યાસ બુઝાવતા;

બાળકોને અને સૌને વ્હાલાં લાગતાં;

મેદાનમાં આવી પ્રકૃતિમાની ગોદમાં રમતાં;

કિનારાના કોઈ બંધન ના નડતાં;

વ્હાલ કરી ધરતી માના ખોળે રમતા;
હોડી સઢને સુકાને આગળ લઈ જાતાં;

અમારું અસ્તિત્વ એજ કે અમે અમારા;

ક્યારેક સૂકાતાં બાષ્પ બની વાદળ બનતા;

બાકી રહ્યાં તે સમંદરમાં મળવા જાતાં;

એમ મીઠાના અમે ખારાં કહેવાતાં;

સાગરમાં નીજને ભૂલાવી એકાકાર થાતા;
ફરી બાષ્પ બનીને વાદળ બનતા જાતા;
ઊડીને પ્રભુની પાસે જાતા આવતા રહેતાં.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s