શિવશક્તિ

એક એવો સમય પણ થઈ ગયો; જ્યારે સમાજમાં નારીનું સ્થાન પૂજનીય ગણાતું; લોકમાતા એવી નદીઓને પણ પવિત્ર અને નારીરૂપા ગણી નામ અપાતા; દેવીરૂપા દિવ્ય નામધારી એવી મા જગદંબા; સરસ્વતી; દુર્ગા શિવશક્તિને આજેય સંસારમાં ગાયન અને પૂજન થાય છે ..એજ ભારત દેશમાં આજે નારીને નારાયણી રૂપ ન ગણતા કેટલાંક લોકોએ તેને માટે ” એક પશુ ઔર નાર દોનોં તાડન કે અધિકારી.” આનાથી મોટી કમનશીબી કે ઉપહાસ બીજો નારી માટે કયો હોઈ શકે? જ્યારે જ્યારે નારીનુ અધ:પતન કરવામાં આવ્યું ત્યારે ત્યારે સમાજનું અધ:પતન થાય છે. આ રીતે આ ઉક્તિ હાલના તબક્કે સાચીનથી પડતી કે..”યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર દેવતા રમન્તે.” તો આજી સમાજની કેવી અવદશા કે અધ:પતનના આરે આવીને ઊભો છે? તે નક્કર હકીકત ને નકારી શકાય તેમ નથી.

એક તરફ કહીએ છીએ કે નારી તો પુરૂષની અર્ધાંગિની કહેવાય તો પરોક્ષ રીતે પુરૂષ અર્ધાંગિનો ન કહેવાય? તો પછી આપણા સમાજમાં આવો ભેદભાવ કેમ? નારીને પોતાના હક્ક માટે કેટલોય સંઘર્ષ કરવો પડે? અને પુરૂષ પોતાના હક્ક કબજામાં રાખે અને સ્ત્રી માટે કાયદાના ઠેકેદારો તેમનો મનપસંદ મરોડ આપે તે બધુંય ચાલે? જો સંસારરથના બે પૈંડામાનું એક સ્ત્રીને ગણવામાં આવતું હોય તો બંને પૈંડા સમાન હોવા એટલા જ જરૂરી છે. નહીંતો ચાલી જના શકેને? આવા સમાજના વૃક્ષના મૂળમાંજ ઉધઈઓ લાગી છે. પછી બહારથી થડ કી પાનને પાણી પીવડાવવાથી શો ફાયદો? હવે નારી એ જ સ્વયં પોતાના અધિકાર માટે જાગ્રત થવાનો સમય પાકી ગયો છે? આ ગુલામી એ માનસિકતા છે. સ્વયં ભગવાન પણ નારીના અસ્તિત્વમાં કોઈ ભેદભાવ નથી કરતા. પ્રસૂતિની પીડા દિકરો હોય કે દિકરી સરખી જ થાય છે. આવા ભેદભાવના બંધનને તોડીને નારી મુક્તિ અભિયાન ચલાવવાનો અબાધ અધિકાર મેળવવો પડશે.

ઊઠ! નારી તું નથી હવે અબળા, તું તો છે શક્તિસ્વરૂપા;
બની જા ફૂલમાંથી ચિનગારી; તું રણચંડી અને દુર્ગા;
તું જ મહાકાળી અને અસુર વિનાશીની;
નારી તારી સાથે છે શિવની શક્તિ.

Advertisements

4 thoughts on “શિવશક્તિ

  1. ખુબ જ સુંદર વિચારો અને અભિગમ..જાગ્રુતિ આવશ્યક છે અને પોતે જ લાવવાની છે..રચનાત્મક કાર્યથી..એક સમયે સમય સારો હતો તેવુ નથી આજે પણ સમય તેવો જ છે અને તે જ નર અને નારી છે..દ્રુશ્ટીકોણ બદલાય બીજા તરફ જોવાનો, ધન તરફ જોવાનો, વિત્ત અને વસ્તુ અને સ્ત્રી તરફ જોવાનો તો..જીવન સમાજ બદલાઈ શકે છે આ ભક્તિભાવ પાયામાં હોય તો શક્ય છે..ઢોર ચામ પશુ ખર ઔર નારી..યે સબ તાડન કે અધિકારી..આ કહેનાર કદી દૈવી કે પવિત્ર ન હોઈ શકે..કહેનાર જ આ બધા કરતા અધમ ગણાય..કેમ કે ઢોર,ખર,પશુ,ચામ, નારી.. આ બધામાં સમર્પણ મુખ્ય છે અને જે સમર્પણ્ની હાંસી ઊડાવે તે ભક્ત તો ઠીક એક માનવ પણ કહેવાય ? મૂલ સંસ્ક્રુતભાષામાં જે વૈદીક સાહિત્ય છે તે જ પ્રમાણભૂત છે

  2. આજ ની નારી અને ગઈ કાલ ની નારી મા ઘણો ફરક હતો. ગઈ કાલ ની નારી એ કુટૂંબ માટે / સમાજ માટે અને દેશ માટે ઘણી રીતે કુર્બાની આપી હતી અને તેથી જ તેનુ હમેશા સનમાન થતુ હતુ. ગઈ કાલ ની નારી ( અને અમુક અંશે આજની અમુક નારી ) એ જે ભોગ કુટુંબ માટે / સમાજ માટે આપ્યો છે તે અમુલ્ય છે.

    ગઈ કાલ ની નારી એ કુટુંબ અને સમાજ ના હિત ખાતર ઘણી કુરબાની આપી હતી જે આજની નારી પોતાની કહેવાતી આઝાદી માટે આપવા તૈયાર નથી અને તેથી જ તેને ઘણુ સહન કરવાનુ આવે છે.

    • આભાર શ્રી મનીષભાઈ..બ્લોકની મુલાકાત લેવા બદલ..અને આપનો પ્રતિભાવ સાચો જ છે..પણૅ ઈતિહાસ પણ ગવાહ છે કે સમગ્ર જાતિ માટે કહેવું કદાચ કહેવું મુશ્કેલ છે..સાપ્રંત સમાજ અને પ્રવાહ વચ્ચે જ સ્ત્રીના અસ્તિતવની જ્યારે વાત આવે ત્યારે…તેની ભૂમિકા ..વિચાર અને મૂલ્યો..બદલાત રહેતા હોય છે અને જે સારા છે તે તો આવકાર્ય છે જ ..અને આ પ્રકારની પરિસ્થિતિ ઉભયપક્ષોએ સમાન રીતે જ લાગુ પડતી હોય છે..એવું મારું અંગત રીતે માનવું છે…ધન્યવાદ.ઉષા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s