અનોખુ બંધન

જગતમાં દરેક વ્યક્તિ જે જ્ન્મે છે..એ આ વિશ્વનાટકનો અનોખો અદાકાર બની જાય છે. અનેક પ્રકારના બંધનો એને સ્વીકારવા પડે છે અને એ મૂજબની અદાકારી નિભાવવી પડે છે. આ એક સર્વ સ્વીકૃત તથ્ય છે. જ્યાં લગી જીવન છે ત્યાં લગી આ બંધનો ય બધા નિભાવવા પડતા હોય છે..ત્યારે વિશ્વનાટકનો મળેલ હિસ્સાને તે ડાયલોગરૂપે જ રજૂ કરી શકે છે અને હા, મૌન પણૅ એક એને ભાગે આવેલ વિરામ સમય જ છે. એ ક્ષણોને ય એ જીવી શકે છે. આવા અનેક બંધનોના તાણાવાણાઓ નું સુંદર ગૂંફન કરીને એ પોતાની જીન્દગીની ચાદરમાં પોતાની નિરાળી ભાત છોડી જાય છે…એક આદર્શ મા..બહેન…ભાઈ..પતિ..પ્રેમી…આવા સર્વ સબંધોની આગવી વિશિષ્ટતા હોય છે…આ સબંધોમાં પવિત્ર અને શ્રેષ્ઠ બંધન એટલે રક્ષાબંધન…આજના પર્વની યશોગાથા ય કેંઈક આવી જ ન્યારી હોય છે..આમ તો આ બંધન જીવન પર્યંતનું કહેવાય..સહોદર ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક સ્વરૂપ એટલે યાદગારરૂપ દિવસ એટલે રક્ષા સ્વરૂપની યાદ દેવડાવે છે બહેન બંધન બાંધીને કે આપણો પ્યાર અમર છે એમ આ કાચો સૂતરનો તાંતણો તારી ઈશ્વર રક્ષા કરે અને સદાય આપણો પ્યાર આવો અમર રહે..એકબીજાના ઓવારણા લે છે…આ બંધનના કોઈ સીમાડા હોતા નથી..પણ એક પવિત્રબંધન આખાય જગતને સ્વીકારવાનું ગમે એવું છે..બાકી બંધન કોઈનેય ગમતું હોતું નથી એ મનુષ્યનો સાહજીક સ્વભાવ હોય છે. છતાં ય આ બંધન દરેક ભાઈ હોંશે હોંશે સ્વીકારે છે..કેમકે તે અનોખું અને મનભાવન બંધન છે..પણ જેને ભાઈ કે બહેન ના હોય તે શું કરે?? અથવા જોજન દૂર હોય કે ફાની દુનિયા ત્યાગી ગયા હોય…ત્યારે શું??? મનમાં સવાલ થાય કે આ બંધન હું કેવી રીતે કોની સાથે નિભાવું..ત્યારે મનમાં ખ્યાલ આવે કે..હે ઈશ્વર આ તારું જ ગાયન છે ને કે…”ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ…પછી આગળ ગાઈએ છીએ કે ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ.. બસ આમાં જ આખું ય જગત ના સર્વ નાતાઓ આવી ગયા…ત્વમેવ સર્વમ મમદેવ દેવા….માટે ફકત ભાઈ-બહેન માટે જ ઉજવી શકાય એવું આ પર્વ જ નથી બલ્કે હરકોઈ એને મનાવી શકે આ એવું આ અનોખું પર્વ..અને હરકોઈને સ્વીકારવું ગમે એવું આ અનોખું બંધન છે…એવું ચોક્કસ અને શ્રદ્ધાપૂર્ણ રૂપે માનું છું..સર્વને મારા આ શુભદિન નિમિત્તે શુભ ભાવ વ્યક્ત કરું છુ..અને ઈશ્વરને આવા સુંદર વિશ્વ રચવા માટે પ્રાર્થના અને ધન્યવાદ..શ્રદ્ધાઅસુમન અર્પું છું..એક આત્મીય બહેન..સૌને મારા જયશ્રીકૃષ્ણ..ઓમશાંતિ…સતશ્રી અકાલ..સલામ.

Advertisements

3 thoughts on “અનોખુ બંધન

  1. આવા સર્વ સબંધોની આગવી વિશિષ્ટતા હોય છે…આ સબંધોમાં પવિત્ર અને શ્રેષ્ઠ બંધન એટલે રક્ષાબંધન…
    HAPPY RAXABANDAN DAY..Wishes conveyed by Email on the day..and now again reading the Post ..Well written !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Today it is 15th Aug..Happy Independence Day too !

  2. આભાર… ચંદ્રવદનભાઈ આપનો ખૂબખૂબ ધન્યવાદ સાથે..આપને ય આ પર્વોની મુબારક સાથે અંતરની ઉર્મિ વડે આપને એટલું જ કહીશ કે..જવાબ વિલંબથી આપવાનું કારણ થોડા દિવસનો બ્રેકઅપ હતો એથી બહાર હતી…”મારી અંતર્પૂર્વકની લાગણી ઓ અને ભાવનાથી મઢેલ રાખડીને સ્વીકારીને મને ઉપકૃત કરશોજી.”આ અનોખા બંધન વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે…થોડામાં ઘણું સમજજો…અંતે ઈશ્વરનો આભાર…શબ્દદેહે મળતા રહીશું..એક બહેન..”ઈશ્વરની અમી દ્રષ્ટિ આપની છત્રછાયા બને રહે અને સર્વસુખોથી આપનું જીવન હર્યુંભર્યું રહે….”એજ ભાવના સાથે…ઉષા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s