Unforgetable moments of my life

મારા જીવનનો એક યાદગાર પ્રસંગ…(શુક્રવાર10 ડિસેમ્બર 2010)

જીવન આકાશે સંધ્યાના રંગો લઈને આવે;

ત્યારે ઊગે છે એક શમણાં નો સૂરજ એક હ્ર્દયાકાશે..

આ તે કેવો સબંધનો સેતુ રચાય છે આપણી વચ્ચે?

પાનખરમાં પાન પીળું થાય અને ખરે એતો;

ક્રમ છે નિયતીનો..કાશ સબંધોના સ્ટેશનોનું છૂટ્યા પછી એવું હોત!

પણ ના એતો મનના અતલ ઊંડાણમાં જઈને બેસે છે;

અને સમયે સમયે યાદ તેની અપાવીને પોતાની હાજરી પૂરાવે છે.

હજી જાણે ગઈ કલની જ ઘટના ઘટી ના હોય!

કાશ આવી ક્ષણો આપણા અસ્તિત્વની મૂક સાક્ષી છે,

માનસપટ પર એ સ્મૃતિઓની કેસેટ રીવાઈન્ડ થઈ રહી છે;

એ મિત્રતાની હજીય અલપ-ઝલપ બની મનમાં સંગ્રહિત છે,

જ્યારે એકબીજાને કદીય મળ્યા નહોતા અને સખીનો નાતો બંધાઈ ગયો;

ખૂબ જ ટૂંકા સમયમાં જાણે અનેક દોસ્તીની ક્ષણોને મણી લીધી..

જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા ના હોય..!

સબંધનો સેતુ આત્મીયતા અને સહ્ર્દયતા વડે મજબૂત બન્યો એ રીતે;

જે સખીના આમંત્રણ અન મન રૂબરૂ મળવાની બસ હઠ લઈ બેઠું..

બસ હવે તો મારી સખી કેવી હશે અને કેવી નહીં?

જેની આત્મીયતા અને સહ્ર્દયતાએ મને પ્રભાવિત કરી છે;

હા! મારી નેટમિત્ર એ મારી સખી નો નાતો એ જ તો પ્રભુપ્રસાદી..

જાણવું છે એનું નામ સદાય મુક્તાઆકાશે;

કલ્પનાની પાંખે વિહરતું એવું જેનું નામ છે નિલમ,

હા! હું એને સખી હોવાનો ગર્વ અનુભવું છું…

માફ કરજો થોડી પાશ્ચાદભૂમાં આવે ગઈ જે જરૂરી પણ છે,

અચાનક જ પ્રોગ્રામ બની ગયો અને જે અચાનક જ બની જાય છે;

તેમાં કુદરતનો પણ સંપૂર્ણ સાથસહકાર હોય છે જ…

આપણા ભારતનું રાજ્ય ઓરિસ્સા અને તેનું પાટનગર ભૂવનેશ્વર..

રેલગાડીની યાત્રા.. અને રજપીપળાથી સુરત..અને સુરત થી ભૂવનેશ્વર.. અને ભૂવનેશ્વરથી સખીનું ઘર ક્યારે અંતર કપાઈ ગયું તે ઉમંગમાં ને ઉમંગમાં તે ખબર ય ના પડી;

એક હોંશ સખીને મળવાની ક્ષણો જેમજેમ નજદીક આવતી ગઈ તેમ તેમ,

ધીરજપણાની પણ કસોટી થવા લાગી, મનમાં જાગી એક ઉત્કંઠા અને તે સાકારરૂપ લે..

ત્યારે તેનો જે આનંદ મળે તે ખરેખર અવર્ણનીય અને અદભૂત હોય છે એ તો!

જેણે અનુભવ્યું હોય તેને જ ખબર પડે અને એક સખીહ્ર્દયને;

ખરુંને? નિલમ બહેન.. આવું તો હું વારેવારે લખતી જ આવી છુંને?

મને જેટલી મળવાની ઉત્કંઠા મળવાની હતી તેટલી જ મિશ્રિતભાવવાળી મનોદશા કદાચ વધુ પણ હોઈ શકે.. ખરુંને સખી? સખીપણાની મ્હોર તોક્યારની ય વાગી ગઈ હોય એમ,

મને એટલા જ ઉમળકાથે પોતે જતે અને તેમના મિત્રસમ જીવનસાથી હરિશ સ્ટેશને લેવા આવ્યા..અંતિમ સ્ટેશન ભૂવનેશ્વર આવતા% લગી સતત ફોન પર સંપર્ક ચાલુ જ હતો , આથી બિલકુલ અજાણપણું કે ડરનું તો નામોનિશાન નહોતું, તેની જગ્યાએ પુરાની પહેચાન હોય એનોકોની ભીડમાંય એકબીજાને ઓળખી લીધા હોય એવું લાગ્યા વગર રહ્યું નહીં. આમતો શિક્ષણ અને સાહિત્યને ગાઢ નાતો છે, એમ કહીએ એમાં જરાય ખોટું નથી.. અને આવા વ્યવસાયો સાથે સંકળાયેલ હોય એવાઓની જુગલબંધી જામતાં વાર લાગતી નથી. મેં અનેકવાર વિદ્યાર્થીઓની વચ્ચે આપણી ગુર્જરધરાની સંસ્કૃતિ અને એમાંય લોકગીતો,નૃત્યો ખાસ કરીને રસ અને ગરબાઓ ગાતાં અને શીખવતાં છંદ ગાતા એક છંદ મને સૌથી વધુ ગમતો તે પણ આ અનુભવ સાથે મેળ ખાય છે, માટે ઉલ્લેખું છું કે…

“સોરઠ ધરતી જગજૂનીને ગઢજૂનો ય ગિરનાર;

ન્યાં હાવજડાં હેંજળ પીએ, એનાં નમણાંય નરને નાર;

ન્યાં કોક’દિ ભૂલો ય પડ ભગવાન.. હે! તને સ્વર્ગે ય ભૂલાવું શામળા..”

હા, જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ સાથેસાથે ગાતાં કે ગવડાવતાં ત્યારે મનમાં અચૂક એવો પ્રશ્ન થતો કે શું આવાય લોકો હશે ખરાં? હા! એક બેવાર પ્રવાસ અને પર્યટને જવાનું થયુ હતું ખરું. પણ હા આ ઉક્તિ મને સાચી લાગી જ્યારે મેં પૂરેપૂરા બારદિવસની મહેમાનગતિ માણી અને જે અનુભવ્યું પછી તો હું બેશકપણે એવું કહી શકું કે હજીયે આ તત્વ જળવાઈ રહ્યું છે. એમણએ એમના પરિવારના મુખ્ય કર્તાહર્તા એવાભાઈ વડીલ હરીશભાઈને વ્યસ્તતામાં પણ સમય કાઢીને અમને જુદાજુદા સ્થળોએ લાવવા લઈ જવાની અનુકુળતા કરાવી એ બદલ એમની હું ઋણી બની ગઈ, એમ કહું તો ખોટું કે અસ્થાને ના ગણાય..એટલો સરળ અને માયાળુ સ્વભાવે પેલા છંદને ફરીથી યાદ કરાવી દીધો.

એક યાદગાર યાત્રાનો અનુભવ..અવિસ્મરણીય બની રહેશે.

(૧) રોજની દિનચર્યામા નિયમિત ચાલવાનો અને પેરાદીપ ટાઉનશીપનાં સરસ મઝાંના સરોવરમાં સ્વૈરવિહાર કરતાં બતકો અને તેનો અવાજ, લીલીછમ્મ વનરાજી અને એમાંથી ચળાઈને આવતાં સૂરજનાં સોનેરી કિરણો અને પ્રભાતનાં ખીલેલાં રંગબેરંગી પુષ્પો, પંખીઓનો ચેહચહાટ જાણે સાંભળનારને યા તો મંત્રમુગ્ધ કરીદે યા તો કશુંક ગણાટ કરવા પ્રેરે તેવો અનુભવ મોર્નિંગવોક કરનારને થયા વગર રહે. બિલકુલ પ્રદૂષણમુક્ત હવા, પહાડોની ગરિમા બધું જ ચિત્તાકર્ષક કરે એવો નયનરમ્ય નજારો જોવાનો નિત્યક્રમ બની ગયો. એકતરફ સરોવરનાં શાંતપાણી શાંતિનો મૂક સંદેશ આપે તો જીવનને ધબકતું રાખવાનો સંદેશ મંદિરનો ઘંટારવ અને ન સમજાય છતાં અનુભવી શકાય એવાં આરતી કે ભજનોના નાદ થી જાણે આળસ મરડીને ધીરેધીરે બેઠી થતી હોય તેવું મનભાવના નજરે જોવાનું કોને ના ગમે? જેટલો સમય પેરાદીપમાં રહી તેટલો સમય ચાલવાનો લ્હાવો અચૂક જ લેતાં. ક્યારેક સાંજે ખુલ્લા આકાશમાં પક્ષીઓનો પોતાના માળાઓમાં પરત ફરવાની ઉતાવળમાં આકાશ તેમના કલરવ અને ગુંજ સાથેની ઉડાનથે જીવંત બનતું એવું પણ અનુભવ્યું. ઘરમાં મહેમાન નહીં પણ સદસ્ય બનવાનો મોકો મળ્યો એ સૌ સખી અને તેમના પરમમિત્ર હરીશ્ ને આભારી છે.

(૨) કાર્તિકી પૂનમનો ઉત્સવ અને બાલીજાત્રાના પ્રારંભને માણેલ અદભૂત ક્ષણો: હજી અને સદાને માટે મારા માનસપટ પર અંકિત થઈ ગયેલ છબીઓ ભૂલીના ભૂલાશે એ અમર ક્ષણો..આ અવસર માણવાનો મળ્યો એ બદ હું મારી જાતને ધન્ય અને કૃતકૃત્ય અને અહોભાગી ગણું છું. આભાર મારી સખીને જેને પોતાની તકલીફોને હસતાવદને દૂર રાખીને મારી જ સતત દરકાર કરતા અને પ્રોગ્રામ પણ તેઓ ક્યારે બનાવતા ખબર ય ના પડતી અને કહે કે આવતી કાલે આપણે વહેલા ઉઠવાનું છે અને તેમના ઉત્સવને માણવા મંદિરે જવાનું છે, તે દિવસે આપણને ઈતિ(તેમની સખી) બોલાવવા આવશે.તે રાત્રે તો હું બે વાગ્યાની જાગી ગઈ સમયસર પરવારીને મંદિરે પહોંચ્યા હજી ય તો સવાર ય નહોતી પડી અને અધરાત થી જ ચહલપહલ ચાલુ ત્યાંના રહીશો અને તેમની ભાષાથી અજાણ છતાંય આપણે ઉજવાતા આવતા બેસતાવર્ષની યાદ તાજી થઈ ગઈ. એક તરફ બળકોથી માંડીને વૃદ્ધ સૌ કોઈ માનવમહેરામણમાં ઉમટ્યું હોય એવું અનુભવ્યું. મને તો બેવડી ખુશી થઈ ત્યારે કે જ્યારે હરીશ્ભાઈએ એ કહ્યું કે આજે તો નિલમની તિથી પ્રમાણે જન્મતારીખ છે, અને સખીને વીશ કરી.

એક તરફ મંદિરની સજાવટ અને ભજનનું સંગીત ત્યાંના સૌ લોકોની ઉજવણી અને માન્યતાઓની પૂર્વભૂમિકા નિલમબહેને અને હરીશભાઈએ કહી દીધેલ. એથી પ્રસંગને માણવાની ઓર મઝા આવી ગઈ. અહીંયાના લોકો માટે એક અને રો તહેવાર છે…

તેઓ દરિયાદેવની પૂજા કરીને નવાવર્ષે દરિયાઈ સફર, અલબત્ત વેપારના એક ભાગરૂપે વહાણો હંકારવાની શુભશરૂઆત કરતા..એ પ્રણાલિકાના ભાગરૂપે તેઓ કાગળની કે કેળના પાનમાંથી નાવ બનાવીને સાગરમાં સરોવર્ના પાણીમાં તરતી મૂકે છે, જેમાં દિપ પ્રગટાવીને ફૂલ ચઢાવીની તેમની ભાષામાં અનિષ્ટતત્વોને ભગાવવા ચિત્રવિચિત્ર અવાજો કરતાં કરતાં તરતી મૂકે છે અને દરિયાઈ સફરનો શુભારંભ કરે છે. તેના યાદગાર રૂપે અને ખુશીના ભાગરૂપે માથા અબોટ નાહીને નવા વસ્ત્રો પરિધાન કરીને, મેળામાં મ્હાલે છે અને આનંદ વ્યક્ત કરે છે. આ સમયે દરિયાકિનારે બાલીજાત્રાનો પાંચદિવસનો અને કટકમાં દશદિવસનો ભવ્ય એક સાંસ્કૃતિક મેળો જામે જે જેને જોવા ગામોગામથી માનવમહેરામણ ઊમટે છે અને પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવા ઉત્સવને સૌ કોઈ નાના-મોટા, ગરીબ-તવંગર, ઊંચ-નીચ સૌ ભેદભાવ ભૂલીને માનવમહેરામણનો દરિયો લાગે છે. આવો સુંદર લ્હાવો મને જીંદગીમાં કલ્પ્ના ય નહોતી કરી કે મને આ ક્ષણો જે મારી પરમ/પ્રથમ મિત્ર નિલમ અને તેમના ય સાથીમિત્ર દ્વારા મળ્યું તેના પર હજી વિશ્વાસ ય નથી બેસતો કે આ કદી ન જોયેલુ કે માણેલું એવું સપનું સાકાર બન્યું. હજી તો એવી કેટલીય યાદગાર સ્મૃતિ ઓ આ બાર દિવસના મીઠા સંભારણા રૂપે પડેલ છે. જે અવિસ્મરણીય છે. સપના ન જોયા હોય તેવા સાકાર થતાં હોય છે.. આભાર નિલમ અને હરીશભાઈનો…ઉષા

Advertisements

One thought on “Unforgetable moments of my life

  1. ગુજરાતી બ્લોગવિશ્વનો અત્રે હું ખૂબ ખૂબ આભાર માનું છું મારો અનુભને શેર કરવા બદલ વિનય ખત્રીજી અને મૃગેશ શાહ નો..જય જય ગરવી ગુજરાત…નામામિદેવી નર્મદે..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s