મહિલા એક અબળા કે સબળા?

કભી બેખુદીને લૂંટા, કભી બેકશીને મારા,
ગીલા મૌતસે નહીં હૈ, હમેં જીન્દગીને મારા.
ક્યૂં કરે શિકવા હમ તેરી બેવફાઈ પે?
હમેં તો રોના આતા હૈ, અપની દિલ્લગીપે.
ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એક સ્ત્રીનો સ્વભાવ જ પોતાનો દુશ્મન બની જતો હોય છે. ખાસ કરીને એ ગભરૂ સ્વભાવની અને પોતાને લાચાર અને દયનીય અને દીનહીન, બેબસ સમજી બેસે છે. પોતાનામાં આત્મવિશ્વાસ અને સ્વાભિમાન ની કમી મહેસૂસ કરે છે. ત્યારે તે પોતે આવી હાલાતનો શિકાર બને છે. પોતે બાહ્ય પરિસ્થિતિઓને તાબે થઈ જાય છે. અહીંયા કેટલાંક સમાજમાં બનતાં, રોજબરોજના હકીકતમાં બનતાં સાંપ્રત પ્રવાહોના બે-ત્રણ કિસ્સાઓ કાલ્પનિક પાત્રોના આધારે રજૂ કર્યા છે. ત્યારે મનમાં અચૂક એવો સવાલ થાય કે કો-એજ્યુકેશન એ સમાજ અને શિક્ષણપ્રવાહનું ભૂષણ છે કે દૂષણ? જ્યારે કેટલીક પરિસ્થિતિ ઓમાં પોતે લાચાર અને મજબૂર બની જઈ તે સંજોગોને આધીન થઈ જાય છે અને સમાજમાં કહેવાતા ઉચ્ચસ્તરના અધિકારીઓ(બોસ) અથવા આગેવાનોના શોષણના ભોગ બનવું પડતું હોય છે.
શિક્ષણ જગતમાં પણ હાલના તબ્બક્કે આ દૂષણે સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી મૂક્યું છે. પોતાને શિક્ષણ જગતનાં મતાંધાઓ સમજે છે તેવા પ્રધાનો અથવા અધિકારીઓ યા શિક્ષકો,અદ્યાપકો, શ્રીમંત ઘરનાં નબીરાઓ કોઈ અબળા સ્ત્રીનું યૌન શોષણ અને ઈમોંશનલી બ્લેકમેઈલ કરી પોતાની સત્તા અને સંપત્તિ (બેનંબરી કે કાળું નાણું) ના જોરે પોતાની કરતૂતોનો ઢાંકપિછોડો કરીને પરિસ્થિતિઓને રફેદફે કરી દેતા હોય છે. એક સ્ત્રી પોતે સહકર્મીઓમાં બધી જ રીતે ટેલન્ટેડ અને ચડીયાતી હોવા છતાં તે અન્યાય અને પ્રમોશનના લાભોથી વંચિત રહી જાય છે અને સ્વમાનના ભોગે એ પોતાનો પદત્યાગ કે સારામાં સારી નોકરીને તિલાંજલી આપી દે છે. આ બાબતથી ભાગ્યેજ કોઈ શિક્ષિત અજાણ હશે? આ ઉપરાંત શિક્ષકો પોતાના વ્યવસાયની ગરીમા ભૂલીને વિદ્યાર્થીનીઓને સારા માર્ક્સે પાસ કરવાનું અને જો પોતાની ઈચ્છાને આધીન ન થાય તો નાપાસ કરવાની ધમકી આપી પોતાને તાબે થવા મજબૂર કરતા કિસ્સાઓ તાજેતરમાં કેટલાય બહાર આવ્યા છે અને કેટલાય સમાજમાં બદનામી અને ડરને કારણે પોલીસ ચોપડે નોંધાતા નથી અથવા મોટાભાગે રફેદફે થઈ જતા હોય છે. જોકે આમ કરવાથી આવા અસામાજિક તત્વોને છૂટ્ટોદોર મળી જાય છે. આ સાંપ્રત સમાજનું વરવું અને ભયાનક સ્વરૂપ છે, તેને હલ કરવા સહિયારા પ્રયાસો અને સ્ત્રીદાક્ષિણ્યની ઓદાર્યની તાતી જરૂર છે. જોકે આ દિશામાં સમાજમાં જાગ્રતતા આવી છે અને સ્ત્રી ના હક્કો ના રક્ષણની કાયદાકીય જોગવાઈઓ કરવાનો સરકાર પ્રયત્ન પણ કરે છે. છતાંય હજીસુધી સ્રી સમાજને ધાર્યું પરિણામ મળ્યું નથી. તો પ્રસ્તુત છે આવાં કેટલાંક કિસ્સાઓ…..

આરોહી સોસાયટીની એકદમ શાંત અને સરળ યુવતી, હમેંશા કૂલ સ્લીવના સલવાર કમીઝમાં કોલેજ જવું અને આવવું, ન કોઈની સાથે કામ વિના બોલવાનું અને ન તો વધારે ભળવાનું. પરંતુ ભણવાનું અને ઈતર પ્રવ્રુતિ માં મેદાન મારી જતી…જોકે તેના ગભરુ સ્વભાવને કારણે કોલેજની અંદરના તથા બહારના તત્વોની છેડતીનો ભોગ બનતી હતી. તે ક્યારેય આવાં તત્વોની ઠટ્ઠા-મશ્કરીનો વિરોધ કરતી નહીં અને માથું નીચે નાખીને ચાલી જતી., એટલે પછી તો મશ્કરી, અશ્લીલ શબ્દોની હદ વટાવી ગઈ અને ધીરે ધીરે એ તત્વોએ આરોહી આવતી-જતી હોય ત્યારે રસ્તા પર રીતસરનું ‘રસ્તા રોકો’ આંદોલન જ શરૂ કરી દીધું. એક સાંજે જ્યારે ઘરે જઈ રહી હતી ત્યારે નરપિશાચોને તક મળી ગઈ તેમની મેલીમુરાદ પૂરી કરવાની. તે ચાર યુવકોએ આરોહી પર સામૂહિક બળાત્કાર કર્યો. કેટલાય દિવસબાદ ભાનમાં આવેલી આરોહીની આંખો બહાવરી બની ગઈ છે ગભરુ પારેવાની જેમ તે સતત ફફડતી રહે છે. તેનાં માતા-પિતા હૈયું વલોવાઈ જાય તે હદે આક્રંદ કરી રહ્યાં છે કે દીકરીનું ભવિષ્ય શું?

બોલવામાં તડ ને ફડ કરનારી હેલી મલ્ટિનેશનલ કંપનીમાં ખૂબ સારા હોદ્દા પર કામ કરતી હતી. બોલ્ડ અને બ્યુટીફૂલ હેલીથી બધા આકર્ષાતા હતા. મેટ્રો શહેરની તાસીર પ્રમાણે તેને લેટનાઈટ પાર્ટીઓનો છોછ નહોતો, લેટેસ્ટફેશનનાં વસ્ત્રોની દીવાની હેલીને વસ્તોમાં થોડું ઘણું એક્સપોઝર પણ રહેતું! એક રાત્રે ચડસાચડસીમાં ને પોતાની વાત સાચી ટ્ઠેરવવાનાં કેફમાં એકસામટાં કેટલાય પેગ પી લીધા અને હોશ ગુમાવી બેઠી. તેની આંખો ખૂલી ત્યારે તેને ખબર પડી કે તેની પર બળાત્કર થયો હતો પણ કામ કોણે કર્યું હતું એ ખબર ન હતી. હેલી પર બળાત્કાર થયો તેમાં થોડો તેનોય વાંક ગણાય………

કલિકા તેની ઓફિસમાં તેના જવાબદારી ભર્યા કામને કારણે વખણાતી હતી. પિતા ન હોવાના કારણે કુટુંબના ભરણપોષણનો સઘળો દારોમદાર કલિકા પર જ હતો. તેની પરેશાની શરૂ થઈ ઑફિસમાં નવા બોસના આગમનથી. નવા બોસનો ડોળો કલિકા પર હતો તેનો અણસાર તેને થોડા જ સમયમાં આવી ગયો હતો.ઓફિસમાં વારંવાર તે કલિકાને કંઈ ને કંઈ બહાના હેઠળ પોતાની કેબીનમાં બોલાવતા અને પ્રોજેક્ટ કલિકાના ન હોય તે પણ તેને જ સોંપતા કલિકા મોડે સુધી રોકાઈને કામ કરતી તો એના ટેબલ પાસે આવીને ડિનરની ઓફર કરતો, કલિકાને કહેતો, ‘તું જવાબદારીમાંથી ઊંચી જ નહીં આવતી હોય ચાલ હું તને મૂવી જોવા લઈ જું. તારી તો હજી
ઉંમરજ મોજશોખ કરવાની છે.’ કલિકા અકળાઈ ઊઠતી અને બોસને તડફડ જવાબ નહોતી આપી શકતી, કારણકે નોકરી તેની મજબૂરી હતી. જોકે કલિકા બોસ સાથે ક્યારેય ક્યાંય જતી નહી. તે કશોય પ્રતીકાર ન કરતી અને શાંત રહેતી એટ્લે તેના બોસની હિંમત વધી તેમણે કલિકાનું ટેબલ પોતાની કેબીનમાં ટ્રાન્સફર કરાવી દીધું. હવે તો તે ક્યારેક શારીરિક અટકચાળા ને દ્વિઅર્થી વાતો પણ કરી લેતો હતો. કલિકા કમને સહી લેતી હતી.

સાંપ્રત સમાજનો આ ઘણો પેચીદો અને સળગતો પ્રશ્ચન એક પડકાર સમાન છે. શું આવી આપણા સમાજમાં છાશવારે બનતી આવી ઘટનાઓનું કોઈ સોલ્યુશન હોઈ શકે ખરું?………ઉષા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s