ગીતાસંદેશ-1 એક પ્રતિભાવ

પૃથ્વી પર પાપ વધી જાય ત્યારે અવતરવાનું ભગવાને ગીતાજીમાં વચન આપ્યું છે.. તો તેઓ ફરી અવતાર લઇ શકે તે માટે તો આપણે તેને મદદરૂપ નથી થઇ રહ્યા ને ?

વર્તમાન સમયમાં ભગવાન કયા સ્વરૂપે પોતાનું કાર્ય કરે છે, તે તો ગુપ્ત છતાં એક ઓપન સીક્રેટ જેવું છે. જરૂરત હોય તો તે છે માત્ર પરખશક્તિની, અને તે માટે આપને આપણા અંતરમનને જગાડવાની જરૂરત છે….શોધતાં શું નથી મળતું? તો ભગવાનને તો આપણે જનમ જનમથી શોધતા આવ્યા છીએ અને નાનપણથી પોકારતા આવ્યા છીએ મને હજી યાદ છે, નાનપણમાં અમે ગાતા હતા…”મને કહોને પરમેશ્વર કેવા હશે ને ક્યાં રહેતા હશે?” હવે જરૂરત છે માત્ર આત્માના દિપકને પ્રગટાવા એક જ્ઞાનની ચિનગારી ની.પછી તો દિપ સે દિપ જલે….

શ્રદ્ધાના વિષયને પુરાવાની જરૂરત હોતી નથી, કુરાનમાં ક્યાંય ખુદાની સહી નથી. કારણ ખુદા નો અર્થ થાય હે પ્રભુ તું ખુદ આ… આપણે તેની આગળ અલ્પબુદ્ધિ પામર પ્રાણી કહેવાઈએ ખરુંને? તેના ગુપ્ત કાર્યને કરવા માટે તે ગમે તે કરી શકે છે, નરસિંહ,મીરા,નામદેવને પણ પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો છે. આવા તો ઈતિહાસમાં અનેક ધર્મોમાં પુરાવાઓ મળી શકે તેમ છે. હજીપણ તેઓ પોતાનું કાર્ય ગુપ્ત રીતે કરી જ રહ્યા છે, ભગવત ગીતામાં ભગવાને કહ્યું છે અને વચન પણ આપ્યું છે, તે ખોટું નથી… “યદા યદા ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત..ધીસ ઈસ ધ રાઈ ટાઈમ ઑફ ઈટ… અને સાથે સાથે એવું પણ કહ્યું છે…અર્જુનને ઉદેશીને,…”હે અર્જુન તું તારા જન્મોને જાણતો નથી, પણ હું જાણું છું, મારું અવતરણ ગુપ્ત છે અને મૂઢ્મતિ વાળા મને ઓળખી શક્તા નથી.. હું જે છું જેવો છું, જે સ્વરૂપે છું એ મને લાખોમાં નહીં કોટિમાં કોઈ અને કોઈ માં કોઈ, મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે”
આપણે શિવરાત્રિ શા માટે વરસોવરસ મનાવીએ છીએ? જરૂર તેઓ આ સૃષ્ટિ ઘોર અજ્ઞાનરૂપી રાત્રિમાં ફસાઈ જાય છે ત્યારે ભગવાન આપણ સૌને મુક્તિ અપાવવા તેઓને ખુદ આવવું પડે છે..આ હકીકતની યાદગીરી રૂપે આપણે શિવરાત્રિ મનાવીએ છીએ.. છતાં આપણે સાછું મહત્વ સમજી શકતા નથી એ જ તો વિડંબણા છે માનવીની…

અત્યારસુધી તેઓએ દરેક ધર્મના અનુયાયી ઓને સમજાવવા પોતાના પયગમ્બરોને મોકલ્યા દૂત સ્વરૂપે ઈશુ.. શું થયું? ક્રોસ પર ચડાવાયા.. મહમ્મદ પયગમ્બર ખુદ ખુદાનો પયગામ (સંદેશ) લઈને શું થયું?..હિન્દુધર્મમાં તો અનેક દેવી-દેવતાઓ અવતરીત થયા શું થયું??… સૃષ્ટિ વધુને વધુ અધોગતિને પામી રહી છેને? માટે હવે તેઓ ગુપ્ત રીતે આવીને ત્રિદેવ,ત્રિમૂર્તિ(બ્રહ્મા, વિષ્ણુ,શંકર) દ્વારા પોતાનું કાર્ય ગુપ્તરીતે કરાવી રહ્યા છે. અર્થાત સ્થાપના,પાલના અને વિનાશ.. પહેલાં સ્થાપના અને પછી .. માટે જ તેઓને “કરનકરાવનહાર” કહ્યા છે. અર્થાત તેઓ ખુદ કરતા નથી પણ કરાવડાવી રહ્યા છે.આકાર્ય અતિ વિશાળ છે માટે સમય માગી લેશે પણ આરંભાઈ ચુક્યું છે… ગુપ્તરીતે…સમજો આપણે હવે આપણા કાર્યને એનું કાર્ય સમજીને વિચારોની ક્રાંતિ દ્વારા યથા શક્તિ મદદગારી કરવાનું બીડું ઝડપી લેવું જોઈએ… આપ બદલે બદલ ગઈ દુનિયા.. એક નવી દ્રષ્ટિ.. નવી સૃષ્ટિ… આઓ હમ મિલજાયે સુમન ઔર સુગંધકી તરહા..થેંક્સ વેરીમચ ટુયુ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s