એક યાદગાર પ્રસંગ-૧

ઈચ્છિત એવું કદી ય ના મળે અને અણહક્કનું આવી મળે ! એવું જ્યારે જીવનમાં ઘટિત થાય ત્યારે ઘડીકભર માટે તો વિશ્વાસ નથી બેસતો કે આવી અનેરી ક્ષણો કિસ્મતની ઝોળીમાં આવી મળશે. અહીંયા પણ હાલ આ અંગેની નજદીકના મિત્ર-સબંધીવર્તુળમાં વાત કરું તો તેઓને પણ આશ્ચ્રર્ય થયા વગર નથી રહેતું.. કહે કે,”તું આમ એકલી અચાનક કેવી રીતે ફરી આવી?” મારી નેટમિત્રની તો તેઓને પણ ખબર ક્યાંથી હોય? માંડીને વાત કરું ત્યારે ખબર પડે.. પણ હા! કદીક મનમાં થાય કે આનું ભવિષ્ય શું હશે? સંજોગવશાત.. ભૌતિક જગતના સંપર્કોના અસ્તિવ પર શો વિશ્વાસ? આજે છે અને કાલે સંપર્કો ના રહ્યા તો…ટેલીપથી તો છેને..તેના દ્વારા.. ઈશ્વરીયદૂત એવું સંદેશવાહક એવું મન તો ભગવાને મને આપ્યું છે ને? એટલે મનમાં કરચો વાગવાનો સવાલ જ પેદા નથી થતો. અસ્તાચળે પહોંચેલ જીંદગી એક ટમટમાતું કોડિયું છે..ક્યારે તોફાનમાં કે વંટોળમાં હોલવાઈ જાય .. પણ મોત દેહને મળે છે, તો ય જીંદગીની સુવાસ અત્રતત્રસર્વત્ર રેલાઈ જાય છે અને સાથેસાથે આત્મામાં સંસ્કારરૂપે વણાઈ જાય છે.. માટે આ પ્રશ્ન જ અસ્થાને છે..જીસ્મકો મૌત આતી હૈ લેકિન રૂહકો મૌત આતી નહીં આત્મા તો સ્થાન બદલીને બીજે નામરૂપે દેશકાળે પોતાનો પાર્ટ ભજવવા પહોંચી જ જાય છે.. ફરી પાછા સૃષ્ટિચક્રમાં કે ઘટમાળમાં મણકો બનીને પરોવાઈ જ જવાનું છે ને? તો પછી કેવો શોક અને કેવું દુ:ખ? હું પોતે તો અજર-અમર અવિનાશી આત્મા જ છુંને? આજે આ શરીરરૂપી ડાળ ઉપર વગર પાંખે બેઠી છું તો કાલે વળી કોઈ બીજા સરસ વૃક્ષની ડાળી ઉઅર બેસીસ.. મારું કામ તો ઉડવાનું અને ચહેકવાનું ને મારા જેવા જ નવાનવા મિત્રો સાથે ઉડવાનું ને ચહેકવાનું કલશોર કરવાનું ને ઉમંગે મુકતપણે ગગનવિહાર જ કરવાનોને? હા સદાય પંખીને પીંજરે(દેહરૂપી) પુરાવાનું કોને ગમે? આ માનવ જાત કેટલી સ્વાર્થી છે પોતાના આનંદ અને મનોરંજન ખાતર તેને ટ્રેઈન કરીને પીંજરે પૂરીને પાંખો કાપી નાંખી શકે.. જેથી ભૂલેચૂકે પીંજરૂ ખુલ્લું રહી જાય તો તે ઊડી ન જાય તે માટે પોતે પાકો બંદોબસ્ત કરી ને શું સાબિત કરવા માગે છે? પોતાની શક્તિ કે બુદ્ધિમત્તા..કે સર્વોપરીતા.. કુદરતની રચનામાં મનફાવે તેવો ફેરફાર કરીને ભગવાનથી ય ઉપરવટ જવા માંગે છે કે શું? આજ અર્થ ફલિત થાયને કે બીજું કઈંક..ખેર તનની અને મનની યાત્રા બંને સાથોસાથ જ થાય છેને? જ્યાં લગી તન છે ત્યાં લગી મન પણ એનું અભિન્ન અંગ બનીને રહે છે.. આમ જ પુરીની યાત્રા એ આગળ વધીએ..

અને કરીએ બીજી ખુશનુમા સવારની વાત. પેરાદીપ ટાઉનશીપમાં સવાર કેટલી સુંદર હોય છે કે તેને જાતે જ નિહાળીએ તો જ તેને તાદ્રશ્ય રીતે અનુભવી શકાય હું ને મારી સખી મોર્નીંગવોક કરવા નીકળ્યા આજે સખી કહે ફરવા જતી વખતે: ‘કઈક ગાવ ઉષા બહેન”.. હા ગાવાનું કોને ના ગમે ? અને તેમાંય વળી પાછી સુંદર સવારનું ખુશનુમાં વાતાવરણ.. પંખીઓના સૂર ભેગું મનેય ગાવાનું મન થયું ..લાવ ગાઉં અને “ૐ નમ: શિવાય..ૐ નમ: શિવાય..હરહર ભોલે નમ: શિવાય.”. આમેય મને ભોલે શબ્દ પહેલેથી જ ખૂબ ગમે છે? કેવું સુંદર સ્વરૂપ ભોળાનાથનું… ભોળપણથી ભરેલા ..સૌના દિલની વાતો સાંભળે..પણ હા! એમનું રૌદ્ર સ્વરૂપથી પણ કોણ અજાણ નથી. ભોલા ય અને સાથેસાથે ભાલાને ય ધારણ કરનારા.. માટે જ તો ભોલાભાલા.

સરોવરના કિનારે થોડીક ક્ષણો બેસીને દ્રશ્ય નિહાળવામાં ક્યારે મન ઓતપ્રોત થઈ ગયું અને તંદ્રાવસ્થાનો થોડીક પળોનો અનુભવ પણ કરી આવ્યું..અને જે અનુભવ્યું તે થોડાક અધૂરા શબ્દોમાં..

શાંત સરોવર દૂરસુદૂર…

દેખાય લીલી વનરાજી..

નાના ડુંગરો પર પથરાયેલ લીલી ચાદર

પર ક્યાંથી આવ્યા?..

આ સરોવરનાં ટીપાં કે પછી?

ચમકતાં ઝાકળનાં મોતી?

કે પછી સૂરજે પણ કસરત કરી લીધી?

લો! આ ટપકે તેનાં પ્રસ્વેદ બિંદુઓ…

અને પથરાયાં છે ચારેકોર..

ત્યાંતો બીજું નયન રમ્ય દ્રશ્ય જોવામાં મન થયું રમમાણ..

શાંત સરોવરમાં ઊભાં પેલાં શાંત વૃક્ષો .

જાણે ઊભા ધ્રુવની જેમ…

જાણે લીધી હોય તપ ની નેમ..

પેલાં શાંત પર્ણોની વેલ પથરાઈ ..

થોડીક હોડીઓ કાગળની છૂટીછવાઈ..

જળની સહેલીની જેમ..

આ શું?

લીલ પણ આવી ગઈ જળની ઉપર

ના!આતો છે, ડુંગરોની લીલી છાયા પથરાઈ ચોમેર..

જેમ શાંત સરોવરને લાગી ગઈ ઠંડી..

તેથી જ ઓઢી લીધી પોતે ય લીલી ચાદર.

પેલા ક્યાં ગયા સરોવરના પક્ષીઓ?

કદાચ તેમને પણ થયું હશે..

મન પાંખો ફફડાવવાનું..

એક તરફ શાંત સરોવર

અને બીજી તરફ મંદિરનો ઘંટારવ..

એક કહે મૌન શબ્દો વડે

અને ધંટારવ કહે ..

જાગો ! જાગો! જન;

જુઓ ગઈ રાત વહી..

રાત વહી ને સવાર પડી..

હરિતડુંગરના શિખરો ઝળક્યાં…

અને મરક મરક હસતી

પેલી વનરાઈ..કહેતી સુપ્રભાતમ.. સૌને

ઉષા

Advertisements

2 thoughts on “એક યાદગાર પ્રસંગ-૧

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s