જીવનનો યાદગાર પ્રસંગ-3

(૩)
એવી સુંદર અહીંની સવાર, ઉષા રાણી મલકતી આવે;
પ્રશાંત પ્રકૃતિ સ્વાગત કરે, ઝાકળ મોતીડે વધાવે સૌને.
અહીંયાંની રમણીયતા ઊડીને સૌની આંખે વળગે;
જે જન આળસ છોડી સુંદર સવારે ઉમંગે ફરવા નીકળે,
પંખીઓ મીઠો કલરવ કરી, જાણે ભૈરવ રાગે ગાયે,
તેને જ તેની ઝલક જોવા મળે, પ્રકૃતિ મીઠો રસ પીવડાવે.
દિવસોના દિવસો વહી જાય તોય ક્યાં વહી જાય તે ;
ક્યાં ખબર પડે છે? આખેઆખું આયખું વહી જાય તોયે;
હજી ગઈ કાલની જ વાત લાગે,
એમ વીતેલી પળો યાદ આવે.
વિદાયના દિવસો નજીક સરકતા ગયા ધીમે પગલે.
દરેક પ્રસંગ યાદ છે મને કયો યાદ કરું ને કયો નહીં? એક દિવસ સાંજે અમે પેરાદીપના ટાઉનહોલમાં ત્યાંના પરિવારો અને કંપનીના કર્મચારીઓ તરફથી આયોજીત એવા કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું. દરેક ફંકશનોમાં ચીફગેસ્ટ તરીકે નિલમબહેન અને હરિશભાઈને આમંત્રણ હોય જ. નિલમબહેન કહે આજે આપણે સાંજે એક પ્રોગામ જોવા જવાનું છે. છેવટે અમે ત્રણેય, મહેમાનની ય મહેમાન બની સાથે ગઈ. ત્યાંની નાની નાની બાલિકાઓએ સુંદર એક્શનડાંસ રજૂ કર્યું તે જોયું અને સાથે સાથે ત્યાંની લોકબોલી ઓડીસી ગીતો ભાઈબહેનોએ રજૂ કર્યા તે માણ્યા, તેમની ભાષા ભલે ન સમજાય પણ સંગીત અને હાવભાવો દ્વારા વ્યક્ત થતાં નૃત્યોની ઝાંખી જરૂર કરી અને મનની આંખોથી રસપાન કરવાની તક મળી એ બદલ હું ખુદને લકી સમજું છું. દોસ્તીના નાતે સમજોતો દોસ્તીના નાતે મને જે મોકો મળ્યો તે બદલ બંનેવની આભારી છું.
આ ઉપરાંત એક દિવસ વહેલી સવારે દરિયા કિનારે જ્યાં પાંચ દિવસનો મેળો લાગે છે. ત્યાં જવાનો મોકો મળ્યો

દરિયા કિનારે સુંદર સવારે, સાગર જાગ્યો જાણે ભૈરવ રાગે;
મોજાંઓ ઊછળે તાલ સાથે, સૂરજદાદા સોનેરી રથને હાંકે;
મોજાં પર સવાર થઈને કિરણો વૈભવ લૂંટાવે, રૂમઝૂમ ઘૂઘરી રણકે..

થોડાક જ સમયમાં લોકોની ચહલપહલ વધવા લાગી અને અમને ય થયું,આપણે ય ભીના સમંદરની રેતીમાં પગલાં પાડીએ; પગનેય પખાળીએ;
મોજાંને સાથે મનના ય મોજાંઓને મળવા દઈએ, મોજાંની પાસે ઊભા રહેવાની મઝા આવી ગઈ. પાંચ દશ મિનિટમાં તો મન થઈ ગયું તરબતર અને સાગરને કરે નમન. સાગર કિનારે ચહલપહલ વધતી ચલી અને હરિશભાઈએ નિલમબહેનને કઈંક કહ્યું અને ત્યાંના સ્થાનિક પત્રકાર અને કેમેરામેને નિલમબહેનનો ઈંટર્વ્યુ લીધો. હજી તો મેળાની શરૂઆત થતી હતી, તૈયારીઓ ચાલતી હતી. પરત ફરતા ગોલ્ફ રમતનું મેદાનય નિહાળવનો મોકો મળ્યો.આમ એક કામની પાછળ સો કામ આવી મળે તેમ મને પણ અનુભવ થયો. અહીંયા ભૂવનેશ્વર આવીને એક મળવાનું તો બહાનું બની ગયું, અનેક પ્રસંગો જોવાના માણવાના વગર આયોજને કિસ્મતની ઝોળીમાં આવી મળ્યા એમાંય પ્રભુનો કોઈ સંકેત અથવા ઋણાનુબંધ હશે સ્થળ, કાળ અને લોકો અને ખાસ કરીને નિલમબહેન જોડેનો તથ એમના જીવનસાથી સમ પરમમિત્ર એવા..હરિશભાઈ સાથેનો..ત્યારે મને મનગમતા અને વિદ્યાર્થીઓને કરાવેલ રાસની એક કડી ગણગણવાનું મન થઈ આવે છે કે….
“આપણા મલકમાં મયાળુ માનવી, માયા મેલીને વહ્યા જાશું મારા મહેરબાં,
એ હાલો હાલોને આપણાં મલકમાં…”…(ક્રમશ:..”છેલ્લી વિદાય અને પુરી યાત્રા”)

2 thoughts on “જીવનનો યાદગાર પ્રસંગ-3

    • suprabhaatam manibhai..શબ્દો તો એક ભાવના લાગણીનું એક માધ્યમ છે..પણ ઘણી બધી લાગણી પ્રેમ અવ્યક્તરૂપે પડેલ હોય છે..જે શબ્દોથી પરે હોય છે. છતાંય એક નેકદિલ ઈન્સાન આને અનુબૂતિ કરી શકે છે. આપે મારા બ્લોગની મુલાકત લીધી અને આપનો પ્રતિભાવ વાંચી ને મનને એવી જ કંઈ અનુભૂતિ થઈ..આપના શબ્દો ઘણા પ્રેરક છે અને વાચકોના પ્રતિભાવ એ મારું અમૂલ્ય ઘરેણું છે..એમના કોઈપણ પ્રકારના પ્રતિભાવ મારી શરઆંખો પર..સદાઅ હું માર અંતરની ડેલી આવકારીશ અને મેં જે કંઈ પ્રાપત કર્યું છે તે પરમાત્માની દેન છે અને એના પ્યાર થકી જગતને જોવાનો પ્રયત્ન કરું છું તો મને આખુંય જગત સારું જ લાગે છે. હું આપન ભાવો શબ્દો ઉપરાંત બેહ છે જે હું અનુભવી શકું છું.આભાર.ધન્યવાદ..મળતા રહીશું શબ્દદેહે.અસ્તુ ૐ શાંતિ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s