જીવનનો એક યાદગાર પ્રસંગ-4

આમતો દિવસોના દિવસો વહી જાય છે..
તોય ક્યાં ખબર પડે છે અને
વહી જાય છે
આ આખું ને આખું આયખું..
ખરુંને? તો પછી આ દિવસો ની તો શું વિસાત? પણ યાદ કાયમ છોડી જાય છે..દિલો દિમાગમાં. આપની સાથે ફરી પાછું ભૂવનેશ્વર અને અન્ય સ્થળોને જોવા ને માણવા આવવાનું થયું. જગ્ગનાથપૂરી જતાં રસ્તામાં પીપલી નો પરિચય અને ત્યાંની કળાકારીગરી વિશેની વિશેષતા પ્રત્યક્ષ જોવા મળી. જગ્ગનાથ નું મંદિર જોયું અને તેની સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનારૂપ એવું મંદિરને નિહાળ્યું જેની નજરના કેમેરામાં અજદિન અને હંમેશની છબી અંકિત થઈ ગઈ. પ્રત્યક્ષ રીતે જોવામાં અને વર્ણનરૂપે વાંચવાની અલગ અલગ અનુભૂતિ હોય છે. ચાર ધામોમાંનું એક ધામને પણ જોયું, સાથે સાથે ત્યાંનો દરિયા કિનારો જોવાનો લ્હાવો પણ લીધો…છેલ્લે પાછાં વળતાં કોર્ણાકનું સૂર્યમંદિર ને જોયુ. આમ એક આખોય દિવસ જોતજોતામાં પસાર થઈ ગયો. બેજાદિવસની સુંદર સવારે ભૂવનેશ્વરનું પ્રસિદ્ધ મંદિર લીગરાજ મંદિર જોયું આમતો ભૂવનેશ્વર શહેર જ મંદિરોનું શહેર છે ઘણાબધાં મંદિરો અને સ્થાપત્યોથી ભરપૂર એવી કલાનગરીના વારસાથી સ્મૃદ્ધ છે. તેને જોવાનો મોકો મળ્યો અને બપોરના સમયે સંભારણાના સથવારે પરત પારાદીપ પાછાં આવ્યાં.
આ બધું ય જોવા અને માણવાનો મોકો મળ્યો તે બદલ હું નિલમબહેન ની સહ્રદયતા અને તેમના પરમમિત્ર હરિશભાઈના સંપૂર્ણ સાથ અને સહયોગ વગર શક્ય જ ના બને, તે માટે તેમેનો પણ હું દિલથી આભાર માનું તેટલો ઓછો છે. સાથે સાથે પ્રભુનોય કે જેમણે નસીબજોગે મને આવા મિત્ર્નો ભેટો કરાવ્યો.
અંતે મનમાં વિદાયની કલ્પના આવતાંય મન કઈંક છૂટી જવાનો વસવસો થઈ આવે તેમ તેમ અનુભૂતિ પ્રબળ બનવા લાગી કે..જાણે કોક પોતાનું મારાથી દૂર થઈ જવાનું છે અને એકેક ક્ષણ મનમાં ઘૂમરાઈને એક સબંધનો શૂન્યાવકાશ સર્જાઈ રહ્યો હતો ..અને લાગણીના બંધને છલકાઈ જવાનો ભય લાગતો હતો.. જવાના દિવસે નિલમબહેને જાતે એટલા ઉમંગ અને ભાવનાની પ્રતિકસમ ઘરમાંથી ભેટ આપીને મને વધુ એક લાગણીનો અનુભવ કરાવ્યો..જેમે કોઈ પોતાનું જ પોતાનાથી વિખુંટું પડે અને જેવી લાગણી અનુભવે જેને શબ્દોય વ્યકત ના કરી શકે તે મને મારી મીઠી સખી નિલમબહેને વ્યક્તકરીને મને મનથી ભીંજવી દીધી આટલા ટૂંકાસમયમાં મને કોઈ મારાં આપ્તજન મળી જાય એની તો ક્યારેય કલ્પના ય મને નહોતી.
જેમેજેમ વિદાયની છેલ્લી ઘડીઓ ગણાતી હતી તેમતેમ મન વિહ્વળ અને ચંચળ બનતું જતું હતું કે લાગણીનો બંધ હમણાં તૂટી જશે..તૂટી જશે.. કોઈકે સાચે જ કહ્યું છે કે.. “બધો આધાર છે..જતી વેળાના જોવા ઉપર”. મન તો એકદમ ભારેખમ અને આંખોમાં અશ્રુઓને માંડમાંડ ખાળવાનો નિષ્ફળ પ્રયાસ… આખરે એક લગણીસભર મૌન અમે આંખોમાં અશ્રુ સિવાય કશુંય નહોતું મારી પાસે.. નિલમબહેન તો બોલીને વધુને વધુ લાગણી ઠાલવતા રહ્યા.. અને હું બની ગઈ નિરૂત્તર..હરિશભાઈના માયાળુ સ્વભાવનો પણ અનુભવ થયો..છેલ્લે બસ એટલું જ કહી શકીશ કે બંનેવ જેટલા માયાળુ અને સહ્ર્દયી.. તેટલાજ નિરાભિમાની..ફરી પાછી..
એજ રેલગાડી અને એજ રફ્તાર..
પણ અવિસ્મરણી યાદોનું લઈને..
નિહાળું દ્રશ્ય બારીની બહાર..
નિહાળવી હતી એક અજાણી ભોમકાને..
માણવી હતી એક આત્મીય સખીની સ્નેહની પળોને..
મળી ગઈ મને એ અમૂલ્ય તાંદુલની પોટલીના બદ્લે..
શું કહું અને શું ન કહું સલામ છે મારી તારી દોસ્તીને,
સદા બની રહીશે સદાબહાર બનીને મનના ઉપવનમાં,
ઉમેરાયું એક નવું પ્રકરણ યાદોનું મારી જીંદગીની કિતાબમાં,
કદાચ એ પણ હશે તારી ય જીંદગીના પુસ્તકમાં ..
કોણ કહેછે કે..ઈતિહાસ દોહરાતો નથી..
કેમ ના બને કૃષ્ણ-સુદામા જેવી દોસ્તી?
બે સખીઓની દોસ્તીમાંય..
સાભાર કોઈ સબંધ ક્યારેય ઊણો હોતો નથી.. ફક્ત આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે..પણ સખી માટે જ હું ફરી ફરી ને કહું છું અને ખુદનેય યાદ દેવડાવતી રહું છે..કે આપણી દોસ્તી તો છે એક માત્ર પ્રભુપ્રસાદી..તે વગર શક્ય જ નથી ખરુંને? અચ્છા બસ ત્યારે આવજો…તમારી ઉષા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s