“તેન ત્યક્તેન ભુંજીથા”

સર્વ શાત્રોમઈ શિરોમણિ શ્રીમદ ભગવદગીતામાં પુરૂષોત્તમ ભગવાને કહ્યું છે કે…જેમાં સર્વ વેદો ,શાસ્ત્રો અને ગ્રંથોનો સાર આવી જાય છે તેમાં ભગવાને અર્જુનને..(અરજી કરનાર એવા આપણે સૌ અર્જુન જ છીએ..જે આપણને ખુદને ય લાગુ પડે છે..) એ જ રહસ્ય મય ઉક્તિ દ્વારા કહ્યું છે કે…”તેન ત્યક્તેન ભુંજીથા” અર્થાત “ત્યાગીને ભોગવી જાણ”. જે આપણેને ઘણું બધું કહી જાય છે.”ઈશાવાસ્યમ ઈદમ સર્વમ યત્કિંચીત જગત્યાંજગત”(વેદ)..(જગત ત્યાજ્ય નથી, ભોગ્ય પણ નથી પૂજ્ય છે સરાહનીય છે..ખોટું છે, મિથ્યા છે, ક્ષણિક સ્વપ્ન છે મોહમાયા છે છતાં પણ તેનું ઘરેણું છે માટે સુંદર છે).
જગત ત્યાજ્ય એટલા માટે નથી કેમકે તે આપણું નથી..એ તો આપણ સૌને પોતપોતાના પાર્ટ બજાવવા મળેલું સ્ટેજ છે; જે બન્યું બનાવેલ છે. ત્યાગ તો એનો કરી શકાય જે આપણું છે કે જેને પોતાનું કહી શકાય. આ પંચ તત્વોનો બનેલ પિંડ(દેહ) જે ધારણ કરેલ છે..તેય અહીંયા પાર્ટબજાવવા મળેલ ચોલો છે. તે પ્રકૃતિ દ્વારા નિર્મિત છે તે પણ ત્યાજ્ય છે. જે કંઈ મળેલ છે તે બધું ય આપણું નથી માટે તે ત્યાજ્ય છે..પણ તેને એ રીતે ભોગવી જાણવાનું છે. આ આખોય ખેલ પ્રકૃતિ અને પુરૂષનો અવિનાશી અને અનંતકાળથી ચાલ્યો આવતો વિશ્વરંગમંચ પર ભજવાતો જ આવે છે. પ્રકૃતિ એટલે પાંચતત્વો વડે જે બને છે તે પિંડ..શરીર જેને કહીએ છીએ..તે વિનાશી છે..પંચતત્વ..પૃથ્વી,જળ, તેજ, વાયુ અને આકાશ અને છઠ્ઠું તત્વ જે છે તે પુરૂષ અર્થાત આત્મા જે અવિનાશી અને શરીરને ધારણ કરે છે આથી તે માલિક છે. તે જ શરીરૂપી ચોલાને ધારણ કરે છે અને છોડે ય છે..કેમકે તે અવિનાશી છે તો તેનો પાર્ટ પણૅ અવિનાશી છે..જે ભજવતો જ આવે છે. તેને અકાલ પણ કહે છે, કારણ કાળથી ય પરે છે. આ શરીરમાં એનું અકાલતખ્ત(સ્થાન કે આસન) આપણી બંન્ને ભ્રુકુટિની વચ્ચે છે..જ્યાંથી તે સમગ્ર શરીરનું સંચાલન કરે છે. તે જ કર્તાહર્તા બનીને પોતાનો પાર્ટ બજાવે છે. એનો અનુભવ કરીને..અર્થાત સ્વાનુભૂતિ કરીને તેના દ્વારા પરમાત્માનુભૂતિ જેને રાજયોગ..અર્થાત યોગોનો રાજા છે..તે કરીને પરમાનંદ અને નિજાનંદની અનુભૂતિ કરી શકાય છે..અદ્યાત્મમાર્ગની સીડીના ત્રણ પગથિયાં ભક્તિ..જ્ઞાન..અને યોગ…ત્રણેયનો સાચા અર્થમાં પરિપૂર્ણ કરવા આ રહસ્ય ભગવાન આપણી સન્મુખ છત્તું કરે છે કે..”તેન ત્યક્તેન ભુંજીથા”. અર્થાત તું ત્યાગીને ભોગવીશ તો જગત ઉપર શ્રેષ્ઠકર્મ જ તારા થકી થશે. માટે જ ભગવાનની રાય(મત)ને શ્રી(શ્રેષ્ઠ)મદ(મત) કહી છે. આ જગતમાં તારું શું છે? જે સાથે લઈને જવાનો છે..શ્ર્રેષ્ઠકર્મ એજ તારી મૂડી છે..તું સાથે એજ લઈને જવાનો છે..બુરાકર્મનું ફળ પણ તારે જ ભોગવવું પડશે. જેવું કર્મ તેવું ફળ એજ ગીતાનું જ્ઞાન છે. માટે જ તમણે કહ્યું છે કે “તેન ત્યક્તેન ભુંજીથા.”

Advertisements

4 thoughts on ““તેન ત્યક્તેન ભુંજીથા”

  1. ઈશોપનિષદનો આ પ્રથમ મંત્ર ઘણો અલૌકિક છે. આમ તો આખું ઈશોપનિષદ અદભૂત છે. આપને ક્યાંયથી સ્વામી રંગનાથાનંદજીની વેદોનો દિવ્ય સંદેશ પુસ્તક મળે તો વાંચજો. ગુજરાતીમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ – રાજકોટ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. તેમાં સ્વામીજીએ આધુનિક યુગ સાથે સુસંગત થાય તેવી ટીકા દ્વારા સુંદર સમજૂતી આપેલ છે.

    • સુજ્ઞભાઈશ્રી..આપના પ્રતિભાવનો જવાબ આપવામાં વિલંબ થયો એ બદલ દિલગીર છું. સાથે સાથે મુલાકાત બદલ. આપનો ખૂબખૂબ આભાર.

  2. ઉષાજી, આપે તેં ત્યક્તેન ભુંજીથા પર ખૂબ જ મનનીય રીતે સમજાવ્યું અને ..આનંદ થયો …આપણે શેર કરેલ ..વિધાન પર પણ આપે સારો પ્રકાશ પાડ્યો..આધ્યાત્મિક અનુભવ છલકાય છે આપની આપોષ્ટ માં ..પોતાના અનુભવો રજુ કરતા રહેશો..

    • આત્મીય ભાઈ દિલીપજી;

      આપે સુંદર પ્રતિભાવ આપ્યો તે બદલ આપનો આભાર માનું તેટલો ઓછો છે.આપને મારી ખાસ વાત એ જણાવવાની કે હું શાસ્ત્રોના વાદવિવાદમાં માનતી નથી કે એમાં કોઈ સર્વોપરિતા સિદ્ધ કરવાની હોય! આપણા આદિસનાતન ધર્મમાં કેટલીક બાબતો એવી છે કે જે પરસ્પર વિરોધાભાસી હોય. એમાં ઝાઝી પડતી નથી..પણજે બાબત મારી વિવેકબુદ્ધિ સ્વીકારે છે અને જે તમામ બાબતો સત્ય અને એક માત્ર સત્ય પર આધારિત છે તેને નકારતી ય નથી અને એ સ્વીકારી અને આદ્યાત્મિક માર્ગે આગળ વધવા પ્રયત્ન કરતી આવી છું અને એક આદ્યાત્મિક વિચારધારાને મનબુદ્ધિથી સમર્થન કરું છું અને એવી જ્ઞાન પ્રાપ્તિની ઝંખનાથી પ્રેરાઈને પરમ સદગુરુ પરમાત્માએ ચીંધેલ માર્ગે વધવા અભ્યાસ કરું છું અને આમાનું મારું પોતાનું કંઈ જ નથી એ તો માત્ર પ્રભુપ્રસાદી જ સમજીને વહેંચુ છું. કારણ પ્રસાદ તો વહેંચીને ખાવામાં જ આનંદ અને પરમાનંદ મળે છે. અસ્તુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s