ગીતાસંદેશ-૨ કુદરત ના શાશ્વતનિયમો

ગીતાજીમાં ભગવાને કહ્યું છે તે મુજબ, “અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યંતિજંતવ;|
દેશમાં જ્યાંજ્યાં દુ:ખ દારિદ્રય અનુભવાઈ રહ્યું છે તેનું મૂળ કારણ ઉપરનો અડધો શ્લોક સમજાવે છે- તેમ અજ્ઞાનને લીધે થઈ આવેલ એક પ્રકારનો મોહ જ છે. દરેક વસ્તુના પોતાના મૂળ ગુણ સ્વભાવ હોય છે. તે જાણ્યા વગર રાસાયણિક પ્રયોગો કરવા મંડી પડનાર મનુષ્ય નિષ્ફળ અને દુ:ખી જ થાય છે. તેમ જીવનના અને જગતના મૂળ તથા મુખ્ય નિયમો સમજ્યા વગર સંસારવ્યવહારના પ્રયોગોમાં પડનાર પ્રાણીઓની દશા એવી જ થાય છે, એમાં અચરજ નથી.આથી મનુષ્યે જગતમાં સર્વપ્રથમ કરવા જેવું કાર્ય હોય તો તે છે, જે-જે મહાન નિયમો પર આ જગત અને માનવજીવનની રચના તથા ચડતી-પડતીનો આધાર છે, તે નિયમોનું જ્ઞાન મેળવવાનું છે.
આર્ય મહર્ષિઓએ એમાંનો મહાનિયમ નીચેના થોડાક શબ્દોમાં રજૂ કરેલ છે-(1)”યાદ્યશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદ્રશી:|”
ફળસ્વરૂપે કહીએ તો- મનુષ્ય પોતેજ પોતાનો ભાગ્ય રચયિતા છે. કર્મ પણ એક બીજ જ છે. આથી તે જેવું બીજ વાવશે તેવુંજ તેનું ફળ પ્રાપ્ત કરશે. “જેવું બીજ તેવું ફળ.” આ કુદરતનો મહાનિયમ છે. આની વિરુદ્ધ જવું અર્થાત કુકર્મ કરવું, અને દુ:ખી થવું તે તેનું ફળ કહેવાય. આજે અત્યારે જે પણ તે પોતે સારી કે નરસી સ્થિતિ ભોગવી રહ્યો છે ભૂતકાળના કર્મોના ફળ સ્વરૂપે મળી રહી છે અને એજ રીતે પોતાની ભવિષ્યની સ્થિતિ પણ તે પોતેજ પોતાની હાલની ભાવના વડે રચી રહ્યો છે. ઘણા શાણા અને સમજુ માણસો એ કહ્યું છે તેમ કરમ કરતાં પહેલાં સો વાર વિચારવું જોઈએ. એકવાર એ થઈ ગયા પછી અમીટ લેખ બની જાય છે જ્યાં લગીને તેનું ફળ આપણને પ્રાપ્ત નથી થતું.
કર્મ ત્રણ પ્રકારે થાય છે. મનસા, વાચા અને કર્મણા. મનસા એટલે મનદ્વારા, વિચારો થી, વાચા અર્થાત વાણી થી અને કર્મણા એટ્લે કર્મથી. આપણે સૌ બાહ્યકર્મને તો જોઈ શકીએ છીએ, પણ મન દ્વારા કર્મ-વિચારથી, એ આંતરિક અને ગુપ્ત છે, અને પરિણામ સ્વરૂપે મનથી યાતના યા સુખને શાંતિનો અનુભવ કરેછે જ્યારે વાણી દ્વારા કરમ કરીએ છીએ ત્યારે અન્યના મનને ઘાયલ પણ કરી શકે છે, કે શાતા પણ બક્ષી શકે છે. માટે સાચે જ કહ્યું છે કે ,”ચડે પડે જીભ વડે જ પ્રાણી; વિચારીને ભાઈ ઉચ્ચાર વાણી.” કમસે કમ બીજાના દિલને ટાઢકના આપીએ તો કંઈ નહીં, પણ વાણી થી દઝાડવાનો અધિકાર આપણને કોણે આપ્યો. ત્યાં પણ મહાનિયમનું ઉલ્લંઘન થાય છે. માટે મનુષ્યે જાતેજ નક્કી કરવું પડે મારે કેવું બોલવું જોઈએ, એટલી તેનામાં વિવેક બુદ્ધિ કેળવવી પડે. નહીંતર પછી કહી દેશે, કર્મકી ગત ન્યારી. માટે ત્રણેય પ્રકારનાં કર્મો કરતાં પહેલાં તેના ફળનો પણ વિચાર કરવો જોઈએ તો કર્મોમાં શુદ્ધતા આવશે. નહીંતર પછી એના પરિણામ ભોગવવાની તૈયારી આપણે જ રાખવી પડે. કેટલાક માઠાં પરિણામો મળે ત્યારે દોષનો ટોપલો ભગવાન ઉપર નાંખી દે છે. કર્મ કરી લીધા પછી તો માત્રને માત્ર પરિણામ જ ભોગવવાની તૈયારી રાખવી પડે. “અબ પછતાયે ક્યા હોત હૈ જબ ચીડીયા ચુગ ગઈ ખેત.” દાખલા તરીકે એક ઈન્સાન પૈસેટકે સુખી હોય પણ એરકંડીશનરૂમમાં ડનલોપના ગાદલા પર પણ શાંતિથી સૂઈ શકતો નથી અને આખી રાત પડખાઓ ફેરવ્યે જ રાખે છે , આનું કારણ તે પોતેજ છે બીજું કોઈ નહીં, ભગવાન પણ નહીં. મનસા કર્મો પવિત્ર અને શુદ્ધ કરવા માટે જરૂર છે. સત્સંગ, ઉત્તમ વિચારોનો, વાંચન અને લેખન. લખવાથી પણ મનને શુદ્ધ ચોક્કસ કરી શકાય છે, કારણ પોતાનું અને વાંચનારનું એટલા સમય પુરતું દરેકનું ચિત્ત એમાં પરોવાઈ જાય છે, વાંચનાર ખરેખર વાંચ્વા ખાતર જ વાંચતી હોતી નથી, પણ તે ભાવજગતમાં વિચરે પણ છે અને સાથેસાથે આત્મમંથન અને આત્મનિરીક્ષણ કરતો જતો હોય છે. તેમ કરતાં કરતાં એક છાપ પરોક્ષ મનમાં પ્રિંટ થતી જાય છે. આમ લેખન અને વાંચન થકી વિચારોની ક્રાંતિની અલખ પણ જગાવી શકાય છે.
મહર્ષિ વસિષ્ઠે ઉપદેશ્યું છે કે:” સંવિત્સ્પન્દો મન: સ્પન્દ ઈન્દ્રિસ્પન્દ એવ ચ | એતાનિ પુરુષાર્થસ્ય રૂપાણ્યેભ્ય: ફલોદય|”-
અર્થાત સંસ્કાર, સ્ફૂરણા, વિચાર, નિર્ણય, ઈચ્છા, અને પ્રાપ્તિ, આ સર્વ બીજમાંથી અંકુર, અંકુરમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી ડાળ, ડાળમાંથે પત્ર, પત્રમાંથી પુષ્પ અને પુષ્પ પછી ફળ. આની જેમ ઉત્તરોત્તર પુરૂષાર્થની જુદીજુદી સ્થિતિઓ જેવા પ્રકારની હોયછે તેવું ફળ છેવટે મળે છે. આ નિયમો કુદરતના અને જગતના બન્યા બનાવેલ છે, આમાં સાચું જીવનદર્શન છે. આનું જ્ઞાન જેટલું મનુષ્યે વધુ મેળવ્યું હોય તેટલો તે આદર્શમાં, સંસ્કારોમાં, સમજણમાં, શ્રદ્ધામાં, ભાવનામાં, યત્નમાં,સામર્થ્યમાં અને સફળતામાં વધારે ઉન્નત, વિશાળ અને સ્થિતિઓને પામતો જાય છે.આ જ્ઞાન તેને એકબીજાથી ચડતી વસ્તુને સમજવાથી પ્રાપ્ત થાય છે અર્થાત સમજવાને શક્તિમાન બનાવે છે. ત્યારબાદ તે વિષયી મટીને જીજ્ઞાસુ એટલે કે બાહ્ય વસ્તુસ્થિતિઓની ઈચ્છા, લોભ, રક્ષા, ભોગ, નાશ વગેરેનો અનુભવ લઈ તેમાં અનિત્યતા અને દુ:ખરૂપતાનો નિર્ણય કરી સત્ય સુખની આકાંક્ષાવાળો તથા શોધ કરવાવાળો બને છે. ત્યારબાદ તે જ્ઞાનની દ્રઢતા જ તેને જીજ્ઞાસુમાંથી ચારિત્ર્યવાન, મુમુક્ષુ તથા સર્વ લૌકિક સુખોથી અત્યંત શ્રેષ્ઠ એવા પરમ સચ્ચિદાનંદ પદના ભોક્તાની કૃત્યકૃત્ય જીવનમુક્તિની સ્થિતિએ પહોંચાડે છે.
સુદશાની માતા સદગુણ(ચારિત્ર્ય) છે.સદગુણની માતા સદબુદ્ધિ અથવા સદજ્ઞાનછે, સદજ્ઞાનની માતા સુવિચાર, સુવિચારની માતા સદસંસ્કાર અને સદસંસ્કારની માતા શુભસંસર્ગ છે. માણસ જાણ્યેઅજાણ્યે એક ધંધાદારી તરીકે, વાંચનાર તરીકે, બાળક તરીકે, મિત્ર તરીકે,નોકર તરીકે, શ્રોતા તરીકે, વિચારક તરીકે કે કોઈપણ તરીકે જેવા જેવા વ્યક્તિ, વિચારો કે વસ્તુઓના સંસર્ગમાં આવે છે, તેવા તેવા સંસ્કારોની પ્રિન્ટ તેના માનસ પટ પર અંકિત થતી જાય છે. અને તે વધુ ને વધુ દ્રઢ બનતા જાય છે. આથી તેનું ભાવિજીવન પણ તેવી જ આંતરબાહ્ય સ્થિતિઓ બની રહે છે, કેમકે સંસ્કારો દ્રઢ થતાં તે તે અપ્રાપ્ય વસ્તુસ્થિતિ પ્રત્યે સુખબુદ્ધિ અને પ્રાપ્તવ્ય બુદ્ધિ બંધાય છે અથવા ઝંખે છે, અને પછે તે વસ્તુસ્થિતિને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધવાની સફર આદરે છે. વિચારથી, તપાસથી, દ્રષ્ટાંતોથી, પ્રોત્સાહનોથી તેને તે પ્રાપ્ત કરવાનો માર્ગ અને શક્યતા સમજાય છે. આ સમજણનું જ બીજું નામ શ્રદ્ધા(આંધળી નહીં) છે, અર્થાત જે શ્રદ્ધાના પાયા ઉપર ધૈર્ય અને એકનિષ્ઠ યત્ન રૂપી ચણાવીને સફળતાના કળશ સુધી પહોંચાડી દે છે.
ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે મક્કમ મનોબળ એટલે કે શ્રદ્ધાનાબળ વડે તેની મન:સૃષ્ટિમાં ઉદભવતાં સફળતાનાં અનેકવિધ ચિત્રોએ ચણતરમાં રહેલા શ્રમને તથા અંતરાયોને નગણ્ય કરીને અડગપણે પ્રયત્નોને વળગી રહીને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવે છે.
સ્વામી વિવેકાનંદે આપણને સૂત્ર આપ્યું તે આપણને ખરેખર ઘણુંબધું કહીજાય છે, “જાગો, ઉઠો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો…” કેટલીક વખત ઉન્નતિની આ ઈમારત અંધશ્રદ્ધાથી કુદરતનાકેટલાંક નિયમો પાળવાથી પણ ચણાય છે; અને જગતમાં અનેક મનુષ્ય કુદરતનાં નિયમોથી અજ્ઞાત છતાંય સંપત્તિવાળા હોય છે. તેનું એજ કારણ છે. પરંતુ અજ્ઞાન ના અંધકાર વચ્ચે ચણાયેલી એવી ઉન્ંતિની ઈમારતો બહુઉપયોગી, ટકાઉ અને સુંદર હોતી નથી. પ્રાપ્ત સત્તાસંપત્તિના દૂરૂપયોગથી અને કુદરતી નિયમોના ઉલ્લંઘનોદ્વારા તેના પાયા સત્વરે ડોલી ઉઠીને પ્રથમ કરતાં પણ વધારે દુર્દશા તેમને આવીને ભેટે છે. માટે “અજ્ઞાનપૂર્વકની બાદશાહી કરતાં જ્ઞાનપૂર્વકની નિર્ધનતા ચડીયાતી ગણાય છે.” અજ્ઞાનીને હીરા મળે તો તે કાંકરા સમજીને ફેંકી દેવાનો છે, પણ હીરાની પરખ તો ઝવેરીને જ હોય છે, કારણ તે તેનું મૂલ્ય જાણતો હોય છે. તેને હીરાનું સાચું જ્ઞાન છે માટે તે જ કિંમત આંકી શકે. તે જ રીતે જ્ઞાની અર્થાત સમજપૂર્વકનું ખેતરોમાંથી ભેગું કરેલું શેર અનાજ પણ મહાભારતમાં કહેલા પેલા વાનપ્રસ્થ રાજ કુટુંબની જેમ પરમ સદુપયોગથી પરમ ઉન્નતિપદ થઈ રહે છે. (વધુ આગળ)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s