ગીતા સંદેશ-3 કુદરતના શાશ્વત નિયમો

વધુ આગળ વાંચતા..
નિયમ(1)“અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યંતિજંતવ;| અને આ જ શ્લોકને આગળ વધારતાં કહ્યું છે કે,”ન હિ જ્ઞાનેન સદ્રશં પવિત્રમિહ વિદ્યતે]”
અર્થાત અજ્ઞાનતા ને કારણે થઈ આવેલ એક પ્રકારનો મોહ જ છે…જ્ઞાનના જેવું પવિત્ર આ જગતમાં કંઈ પણ નથી.
ઈતિહાસ પર નજર નાંખતાં આપણને એ જાણવા મળે છે કે ગ્રીક, રોમન, ઈરાની, આરબ, તુર્ક વિગેરે પ્રજાઓ જે-તે સમયે ચડતી કળાએ પહોંચેલ તે જ્ઞાન અને અનુસરણ અમુક પ્રમાણમાં થવાથી જ હતું. પછી તે જ્ઞાન અને અનુસરણ છૂટવાથી જ તેની અધોગતિ પણ થઈ હતી. આજે યુરોપ-અમેરિકાની જે પ્રજાઓ લૌકિક સામર્થ્ય ધરાવે છે તેનું કારણ પણ એ જ છે અને તેમની અધોગતિ પણ જ્ઞાન-ચારિત્ર્ય નાં ઉલ્લંઘન માં જ રહેલી છે.

જગતમાં આપણા પ્રાચીનમાં પ્રાચીન ભારતખંડ( એક સમયે ખંડ કહેવાતો હતો) તે પણ એક સમયે”સોનેકી ચિડીયા” અર્થાત “સ્વર્ગ” સમાન અર્થાત એ દેશો કરતાં ય વધારે બળ, વૈભવ ધરાવતો હતો. આજે તે એવો નથી રહ્યો એની જગ્યાએ દુ:ખદારિદ્ર્યમાં આવી પડ્યો એ પણૅ આ અટલ સિદ્ધાંતોના વિસ્મરણ અને ઉલ્લંઘનના કારણે જ….આથી ફલિભૂત થાય છે કે ” જગતમાંનો પ્રત્યેક પ્રાણી-પદાર્થ કુદરતના મહા(શાશ્વત)નિયમોને આધીન છે.” પરંતુ એવું કવચિત નથી કે આ નિયમોની રચના માણસને જડ, યંત્રવત કે પરતંત્ર બનાવવા સારુ છે. કિંતુ આ રચના તો માણસને જ્ઞાન-ચારિત્ર્ય સંપન્ન બનાવવા સારુ અને જડતા, પરાધીઅનતા અને દુ:ખોમાંથી મુક્ત કરીને સદાને માટે સુખ-સ્વાતંત્ર્યની પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે છે. એ મહાનિયમો એટલા અટલ અને ઉન્નતિકારક છે તથા કુદરતે મનુષ્યને બલ્કે એ નિયમો દ્વારા ભરપુર સ્વાતંત્ર્ય અને સામર્થ્ય આપી રાખ્યું છે કે જો મનુષ્ય તેને એકવાર બરાબર સમજી લઈને સદુપયોગ કરતાં શીખી જાય તો આ જગતમાંની કોઈપણ વસ્તુસ્થિતિ તેને માટે અસાધ્ય નહીં રહે. એટલું જ નહીં ઉત્કૃષ્ટતાની પરાકાષ્ઠાઓને પ્રાપત કરવા માટે તે સમર્થ બની શકે છે. એટલો બધો એનો મહિમા ઉચ્ચ્કકોટિનો છે. બીજા શબ્દોમાં વર્ણવું તો “આત્મારૂપે સીતાનું વિકારોરૂપી રાવણ હરણ ના કરી શકે તે માટે લક્ષ્મણરેખા સમાન છે.” અને આનાથી વિપરિત પરિણામ આ લક્ષ્મણરેખા ઓળંગવાથી આવે એનાથી બચી શકાય છે અર્થાત પોતાની દુર્દશાને નિવારી શકાય છે.

આથી જ કર્મોના શુભાશુભ ફળ ભોગવવાના સમયે પણ આ કુદરતના નિયમોનું જ્ઞાન મનુષ્યમાત્ર માટે લાભકારક થઈ પડે છે.ફળસ્વરૂપે તે સુખ ભોગવતી વખતે પણૅ પોતાના સુખમાંથી દુ:ખી-દરિદ્રોને માટે બને તેટલો વધારે ભાગ આપીને, કર્મોનું જમાખાતું બનાવીને દાનવૃતિથી હ્ર્દયને વધારે પવિત્ર અને ઉન્નત કરે છે. પ્રાપ્ય સુખને આ રીતે તે સંગીને નએ ટકાઉ બનાવે છે. આ નિયમોના પાલન દ્વારા બનાવેલ ભાવિ પણ વધારે સુખી અને ઉચ્ચકક્ષાનું રચાતું જાય છે. એજ મુજબ દુ:ખોની ભોગના સમયે આવો જ્ઞાતા સમજે છે કે “પોતાન જ કોઈ વિપરિત કર્મના ફળ સ્વરૂપે તે મળેલ છે અને તે સમયાવધિ પૂરી થતાં અવશ્ય ચાલી જ જવાનું છે.” આમ તે સ્થિરબુદ્ધિવાળો અર્થાત “સ્થિતપ્રજ્ઞ” અવસ્થાવાળો બને છે.

ઈતિહાસ આ બાબતની સાક્ષી પૂરે છે કે ભૂતકાળમાં જે કોઈ મહાન વિભૂતિ આ સૃષ્ટિપર થઈ ગઈ તે આની ગવાહીરૂપ છે.આજ બાબત પરમકૃપાળુ પરમાત્માએ પોતાના બહુસંખ્યાવાળા નાના બાળકો પ્રત્યે અનેક પ્રકારે અને બહુ ખુલ્લી રીતે કહી રાખે છે. આજ વાત શ્રીમદભવતગીતાએ કહ્યા પછી ખાતરી આપે છે. ” સ્વે સ્વે કર્મણ્યમિરત: સંસિદ્ધિ લભતે નર:|” અર્થાત પોતપોતાન ગુણકર્મસ્વભાવને સ્વભાવને અનુસરતા કર્મોમાં જ્ઞાન અને નીતિપૂર્વક તથા જયપરાજયની ચિંતા છોડીને જેઓ સર્વભાવે મંડી પડે છે તેઓ કર્મસિદ્ધિ પામે જ છે. આજ મનુષ્યમાત્રનો સાચો સ્વધર્મ કહી શકાય. બાહ્યાડંબર વગરનો એ સાચો મહાન અને સર્વવ્યાપી સ્વધર્મ અનેક મુખે નાનાપ્રકારે ઉપદેશીને મહર્ષિઓ કહે છે..”આ ધર્મનું પાલનકરો; એટલે તમારા માટે ઉમદા ચારિત્ર્ય, અમરકીર્તિ, આનંદીજીવન અને સર્વ શ્રેયસ તૈયાર પડેલાં જ છે.” આ તે કેવી સરસ તક!! “ત્વમસિ”, સાચા જ્ઞાન અને ચારિત્ર્ય તરફ વળો અને યથેચ્છ સુસ્થિતિને પ્રાપ્ત કરો.” આવું ઈશ્વરીયજ્ઞાન પરમકૃપાળુ પરમાત્મા પરમશિક્ષક ગીતાનું સાચું જ્ઞાન જ્યારે અવતરિત થાય છે ત્યારે આપે છે. માટે જ એમના માટે યથાર્થ કહેવાયું છે કે “જ્ઞાનસૂરજ પ્રગટા અજ્ઞાન અંધેર વિનાશ.” તેમજ “તમસોમામ્ જ્યોતિર્ગમય, મૃત્યુમામ અમૃતમ ગમય|” “નાન્ય: પંથા વિદ્યતેડ્ય્માન|”- એ વિના અન્ય કોઈ માર્ગ જ નથી. અસ્તુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s