સહિયારું સર્જન-૧

આ સૃષ્ટિ અને તેના પરનું સર્જન એ ખુદ સર્જનહાર પરમાત્મા ખુદ છે તેમ કહીએ છીએ અને સાથે સાથે એમ પણ કહીએ છીએ કે તેઓ “કરનકરાવનહાર” પણ છે. આ બંને તથ્ય વિરોધાભાસી છે છતાં ય સત્ય છે. “કરનકરાવનહાર” નો મતલબ તેનામાં જ સમાયેલો છે..જેઓ કરતા નથી પણ કરાવડાવે છે. કેમકે તેમનું જ ગાયન છે કે તેઓ “સતશ્રી અકાલમૂર્ત અજોનિ એક ઓમકાર નિરાકાર.જેઓ અકર્તા અને અભોક્તા છે. આથી કર્મોની લેપછેપ એમને લાગતી નથી અને અજોનિ એટલે જેમનો જન્મ મનુષ્યની માફક નહીં પણ દિવ્ય અવતરણ સ્વરૂપે હોય છે અને આથી તેમનું કર્તવ્ય સૌથી ન્યારું અને પ્યારું કહેવાય છે. આથી જ એમના યાદગાર સ્વરૂપે શિવરાત્રિનો ઉત્સવ ઉજવતા આવ્યા છીએ. આનું આધ્યાત્મિક રહસ્ય તેઓ ખુદ જ્યારે આ સૃષ્ટિ પર આવે છે ત્યારે જ્ઞાન આપીને તેને છતું કરે છે. કે શિવ એટલે કલ્યાણકારી જે સર્વનું કલ્યાણ જ કરે છે માટે આ નામ તેમનું કર્તવ્ય સૂચવે છે..સમગ્ર સૃષ્ટિનુ કલ્યાણ કરે છે..પંચ મહાભૂતો..પ્રુથ્વી..જળ તેજ વાયુ અને આકાશ અને છઠ્ઠું મહાતત્વ જે સૌને આત્માઓ કહીએ છે..એ બધાનું જ કલ્યાણ કરે છે અને બીજો શબ્દ છે..”રાત્રિ”-અર્થાત અંધકાર..”જ્યારે સમગ્ર સૃષ્ટિ અજ્ઞાનરૂપી ઘોર રાત્રિ પ્રવર્તતી હોય છે ત્યારે તેઓ અવતરિત થાય છે.માટે જ કહીએ છીએ કે”જ્ઞાનસૂરજ પ્રગટા અજ્ઞાન અંધેર વિનાશ.” તો આ વાત કોઈ સ્થૂળ દિવસરાતની વાત નથી. તો હવે આ કાર્ય પરમાત્મા સ્વયં બ્રહ્મા દ્વારા સ્થાપના(નવીસૃષ્ટિની), વિષ્ણુ દ્વારા તેની પાલના અને શંકરદ્વારા પુરાની સૃષ્ટિનો વિનાશનં કાર્ય કરાવે છે.આથી એને સહિયારું સર્જન કહેવાય છે.

બ્રહ્મા જેની પાસે સમગ્ર બ્રહ્માંડનુ જ્ઞાન છે. તેમને આદિદેવ તરીકે પણ ઓળખીએ છીએ મતલબ તેઓ સૃષ્ટિના આદિકાળના સમયે હોય છે અને નવી સૃષ્ટિ અર્થાત સ્વર્ગની સ્થાપના માટે કાર્ય કરે છે.બ્રહ્માનું રૂપ સાકાર અને સાધારણ દેહધારી જેવું અને સફેદ દાઢી અને વસ્ત્રધારી બતાવાયું છે. જે બુઝુર્ગ સ્વરૂપની સાથે સાથે જ્ઞાતા હોવાથી હાથમાં ગ્રંથ જે જ્ઞાનનું સૂચક છે. સામન્ય રીતે અન્ય દેવોનું સ્વરૂપ આવું નથી હોતું બલ્કે એ દેવોને તો જાજરમાન દૈદિપ્યમાન અને વસ્ત્રાલંકારોથી સજ્જ બતાવ્યા છે.આનો પણ ગૂઢાર્થ તેના મુખદ્વારા તેઓ જ્યારે આવે છે ત્યારે તેમની અને આપણ સૌ આત્માઓને એક માત્ર જાનીજાનનહાર એવા શિવ પરમાત્મા આવીને અલૌકિક જ્ઞાન(અન્ય ક્યાંય કોઈપણ જાતના લૌકિક સ્વરૂપનું અસ્તિત્વ ન હોય તેવું જ્ઞાન)આપે છે.જેથી જ્ઞાનના પ્રતિકરૂપે બ્રહ્માના એક હાથમાં ગ્રંથો દર્શાવાયાં છે. અર્થા ત જે પોતે પરમાત્માના સર્જનના કાર્યની આગળ ધપાવવા નિમિત્ત બને છે અને તેમનું સાકાર માધ્યમ અને જ્ઞાનધારણ કરવામાં અગ્રેસર છે. બ્રહ્મા આરીતે આદ્યદેવ ની આરાધના કરતા આપણે ગાઈએ છીએ કે,”ગુરૂર્ બ્રહ્મા..ગુરૂર વુષ્ણુ..ગુરૂર દેવો મહેશ્વર..ગુરૂર સક્ષાત પરબ્રહ્મ..તસ્મૈશ્રી ગુરૂવે નમ:|” ત્યાર બાદ બીજા નંબરે સરસ્વતી કે જે બ્રહ્માની માનસપુત્રી છે એ પણ જ્ઞાનદેવી તરીકે નંબરવન તરીકે મહિમા યોગ્ય છે અને તેની આરાધના તેના અસલ મંદિર શાળાઓ, મહાશાળાઓ અને વિદ્યાલયોમાં પ્રાર્થનામાં યાદ કરીએ છીએ. આજે એ પ્રકારનું આદર્શ વાતાવરણ નથી રહ્યું એ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે. પણ ફરીથી જો એને મંદિરસમ બનાવવા હોય તો આવા ઉચ્ચ ઈશ્વરીય જ્ઞાન થકી કરી શકાય છે. અત્યારની હાલની પરિસ્થિતિ જે વરતાઈ રહી જે આ જ્ઞાનના અભાવનું સૂચક છે. આ કાર્ય ભગિરથ જરૂર છે પણ અશક્ય નથી..કારણ “પરિવર્તન એ સંસારનો નિયમ છે.” “જે ગઈકાલે હતું તે આજે નથી અને આજે છે આવતી કાલે નહીં હોય.” સાથે સાથે કહીએ છીએ કે History Geography repeats અર્થાત “ભારતનો ભૂતકાળ મહાન હતો પરંતુ આજે નથી છતાંય ભવિષ્ય એના જેવું ઉજળું બનાવી શકાય છે. આ બાબત કોઈ એક વ્યક્તિના હાથની વાત નથી એ તો સર્વનું સહિયારું સર્જનથી,,”સ્વથી જ વિશ્વ પરિવર્તન” શક્ય બની શકે. એજ રીતે શાળા;મહાશાળાઓ અને વિદ્યાલયો કે જ્યાં વિશેષ જ્ઞાન ઉપાર્જિત કરવામાં આવે છે તે સરસ્વતીનું સાચા અર્થમાં મંદિર બની જાય..કેવું સરસ લાગે આવું સહિયારું સર્જન પામીને જોઈને આપણે સર્વ તો ખુશ થઈએ જ પણ સાથે સાથે આવા જ્ઞાનના દાતા પરમાત્મા શિવ પણ ખુશ થાય અને કહેવાનું મન થઈ આવે કે “જીસકી રચના ઈતની સુંદર વો કિતના સુંદર હોગા?” ત્યારે જ સમજાય કે આપણે કેમે ઉચ્ચારીએ છીએ કે”સત્યમ..શિવમ..સુંદરમ|” ઈશ્વર સત્ય છે,.જે શિવ છે અને તે સુંદર છે જે સુંદર અને સુખમય અને સ્વર્ગ જેવી સૃષ્ટિની રચના કરે છે.

4 thoughts on “સહિયારું સર્જન-૧

 1. ઉષાબેન,

  નમસ્તે ! નવા વર્ષની શુભેચ્છાઓ !

  તમે આ પોસ્ટરૂપે “ઉચ્ચ” વિચારો દર્શાવ્યા અને તે વાંચી આનંદ.

  “સર્જનહાર” એક છે.

  સર્વ સર્જાયેલામાં “માનવી” એક છે…જેને “ઉચ્ચ પદ” અપાયુ છે.

  માનવીમાં રહેલી “સ્વતંત્ર વિચારધારા” માનવીને આ પદ આપે છે.

  માનવી એના જીવન સફરે “સર્જનહાર”ની શોધમાં રહે છે.

  આ શોધ સાથે, માનવી અન્ય સર્જાયેલું તે તરફ પણ નજર કરતો રહે છે.

  એવી નજરે, ચીજો અને અન્ય જીવો તેમજ અન્ય માનવીઓને સમજવા કરે છે.

  આવી વૃત્તી કારણે એ નવી નવી શોધ કરવા આતુર રહે છે …..આ જ પરિવર્તન લાવે છે.

  અને, સર્જનહાર પણ “ઘડેલી દુનિયા”મા એની ઈચ્છા પ્રમાણે પરિવર્તન લાવતો રહેછે.

  પરિણામે આજે જે છે તે કાલે નથી…નવા સ્વરૂપે કાંઈ “સારૂં” ….પણ માનવીએ આવા દર્શનથી “અભિમાન”માં આવી “હું કરૂ હું કરૂં “ના કરવું

  ફક્ત એની શોધમાં કુદરતનું કંઈક “રહસ્ય” જાણ્યાનો આનંદ અનુભવવો જોઈએ.

  આ જ સત્ય તરફનો પંથ કે પ્રભુ તરફ જવાનો પ્રયાસ…..યાને “ખરો ભક્તિ માર્ગ” !

  >>>>ચંદ્રવદન,
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Ushaben…Hope to see you on Chandrapukar to read some BAL VARTAO.

  • Thank you chandravadanabhai..for reading this post..and i wold like to share my thoughts with friends of spiritual journey. If want…you can also share your ideas and comment on Face book also and on the activities..My face book account’ name is Usha patel..just for yr knowledge if you have any on face book account ..pl let me know….Again abhar and Happy new year with all of my well wishes.

 2. ચંદ્રવદનભાઈ આપનો આભાર અને હું આપના બ્લોગની મુલાકત લેતી રહે છું અને લેતી રહીશ આપને પણૅ મારા નૂતનવર્ષના અભિનંદન અને ખૂબખૂબ વધાઈઓ અને મારતરફથી અનેકાનેક શુભકામનાઓ..એવી પરમકૃપાળુ પરમેશવરને પ્રાર્થના..ૐ શાંતિ..

 3. ચંદ્રવદનભાઈ આપનો આભાર અને હું આપના બ્લોગની મુલાકાત લેતી રહું છું અને લેતી રહીશ આપને પણ મારા નૂતનવર્ષના અભિનંદન અને ખૂબખૂબ વધાઈઓ અને મારા તરફથી અનેકાનેક શુભકામનાઓ..એવી પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના..ૐ શાંતિ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s