સહિયારું સર્જન-૨

આપણે આ અગાઉ સહિયારુંસર્જન-૧માં બ્રહ્મા..જેને આદિદેવ અને આદિપિતા..અંગ્રેજીમાં “એડમ” કહેવાય છે..એના પરથી એક શબ્દ્ આપણને એક આદમ અથવા ઈન્સાન જેને કહીએ છીએ તે મળ્યો..બધા આદમી તરીકે જ ઓળખાય છેને? દેહ ભલે સ્ત્રી કે પુરૂષનો હોય પણ કહેવાઈએ છીએ તો આદમી જને? આવા બીજા દેવને એટલે કે જેને “વિષ્ણુ” તરીખે ઓળખીએ છીએ.આપણામાં કહેવત છે કે..”નર ઐસી કરની કરે તો નારાયણ હો જાય ઔર નારી એસી કરની કરે તો લક્ષ્મી બન જાય.” આ બાબતનો સર્વ આધાર કરની એટલેકે કરણી પર જ રહેલો છે..કથની પર નહી. આદમી જેવું વિચારે તેવા બનવાનું માત્ર કથની નહીં બલ્કે કરની પર અવલંબે છે.કથની અને કરની એક હોય ત્યારે જ માનવ નરમાંથી નારાયણ અને નારીમાંથી લક્ષ્મી જેવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકે.આપણે આ એક શ્લોક પણ ગાઈએ છીએ કે..”શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ.”આ અંગે પરમાત્માનું અલૌકિક જ્ઞાન સાર્થક રીતે સમજાવે છે કે “વિષ્ણુ” એ શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણનું પ્રતિક સ્વરૂપે સંયુક્ત રીતે દર્શાવાયું છે.હકીકતમાં જો કોઈ ચાર ભુજાવાળો હોય એવું આજ દિન સુધી બન્યું નથી. પણ એનો ગુહ્યાર્થ એ થાય છે કે જેમકે હાથમાં વિશેષ શક્તિ રહેલી હોય છે તેમ ચારભુજા વાળા અર્થાત ડબલશક્તિશાળી એવા વિષ્ણુને ચતુર્ભુજ પણ કહીએ છીએ. જે સૃષ્ટિના પાલનકર્તા તરીકે કહેવાયા..જેમાં શ્રી લક્ષ્મીનું યોગદાન પણ બરાબરનુ કહેવાય..માટે ચિત્રકારે કે મૂર્તિકારે વિશેષરૂપે આ શક્તિ દર્શાવવા ચાર ભુજાઓ દર્શાવી દીધી.સદાકાળથી એમ જ બનતું આવ્યું છે. સંસારરૂપી રથને સારી રીતે હાંકવા બંનેનું સરખું યોગદાન અપેક્ષિત છે. આજે એ પરિસ્થિતિ કહેવા માટે સમાનધિકાર ધરાવે છે..પણ હકીકતરૂપે એ અપનાવાતી નથી..અને જો એમ થાય તો રૂઢિચુસ્તતા ક્યારનીય દૂર થઈ જાય અને પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવે..સંસારરથના બે સમાનપૈંડા સ્વરૂપે છે એમ કહી શકાય. આમ થાય તો જ રથ પૂરપાટ દોડી શકે અને તેય નિર્વિઘ્ને.આવી પરિસ્થિતિ એક સમયે હતી ..આજ નથી તો આવતી કાલનો આધાર પણ આપણી કથની અને કરની પર જ અવલંબે છે. ઉપરોક્ત શ્લોક માં શ્રીકૃષ્ણ એ નારાયણનું બાળસ્વરૂપ હતું અને યુવાવયે નારાયણ સ્વરૂપ..છે.તેમ કહી શકાય.જ્યારે આવી પરિસ્થિતિ પરમાત્માના સત્યજ્ઞાન થકી જનજનમાં વ્યાપ્ત થશે ત્યારે સમગ્ર સૃષ્ટિ નંદનવન અર્થાત સ્વર્ગ આપોઆપ રચાઈ જશે એ વિશે બેમત ન હોઈ શકે..પ્રત્યક્ષતાને પૂરાવાની જરૂર હોતી નથી. એવી પરિસ્થિતિની શરૂઆત ખુદથી જ થાય છે. જે સ્વથી વિશ્વ તરફ ગતિ કરે છે અને એ હકીકત છે કે જે જેવું કરે છે તે તેવું પામે છે.

આજની પરિશ્તિતિ ક્યાંકક્યાંક વરવા સ્વરૂપે પણ જોવા મળે છે એ એક એવા ચિત્રમાં જોવા મળે છે કે જેમાં શ્રી લક્ષ્મીને વિષ્ણુના ચરણસ્થાને જ નહીં પણ તેમના પગદાબતી બતાવાઈ છે. જેનું સ્થાન હ્રદયમાં હોવું જોઈએ એની જગ્યાએ દાસ્યસ્વરૂપ બતવાયું છે. જે અયોગ્ય અને નકારાત્મક વિચારોને પ્રેરે છે. આ રહસ્ય પણ પરમાત્માશિવના દિવ્ય જ્ઞાન થકી મનમાં સ્પષ્ટ થાય છે એટલે વિવેકબુદ્ધિ તેને સ્વીકારે છે.સાથેસાથે એ પણ ભવિષ્યકથન કરે છે કે આવનારી સૃષ્ટિ જેના પર શ્રી લક્ષ્મી અને નારાયણ રાજ્ય કરતા હશે જેમના હાથમાં જ સર્વસત્તા જે એક પાલક તરીકે રાજા અને રાણીમાં હોવા જોઈએ તે તમામ સત્તા એટલે જેની ધરોહર ધર્મસત્તા અને રાજ્યસત્તા પર અવલંબે છે. તે બંન્નેસત્તાઓ તેઅમના હાથમાં જ હોય છે. આથી તે ઉચ્ચ રાજ્યકર્તા કે પાલનહાર બને છે.આથી આપણે કહી શકીએ “THERE IS WONDERFUL AND BEAUTIFUL WORLD CREATED BY GOD WHICH OPERATED BY VISHNU AND CALLED AS HEAVEN AND ONE WORLD WITH ONE RELEGIO-POLITICAL POWER IN ONE HAND.”

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s