ગીતાસંદેશ- બારમાં પાંચ કમ

પ્રવર્તમાન સંજોગો જોતાં આપણને એવું નથી લાગી રહ્યું? કે આ સૃષ્ટિ એના અંતિમ ચરણમાં પહોંચી રહી છે. જેમ આપણે સામાન્ય રીતે વ્યવહારમાં કહેતા હોઈએ છીએ કે બારમાં પાંચ કમ છે, રૂઢિપ્રયોગ માં કહીએ છીએ કે હમણાં એના બાર વાગી જશે. વિદેશોમાં બાર વાગ્યા પછી સવાર એટલે નવો દિવસ શરૂ થઈ ગયો એમ માને છે. ભારત માં વેળાઓ ગણીને અમૃતવેળા પછીનો સમય એટલે ઉષા:કાળ અર્થાત સવાર માનીએ છીએ. દિવસનું ઉગવું અને આથમવું,એ જ રીતે સંધ્યા અને રાત્રિ નું આગમન જેટલું નિશ્ચિત છે. એટલું જ નિશ્ચિત સૃષ્ટિચક્ર અર્થાત એક મોટી ઘડીયાળ જ છે. પણ આપણે અલ્પમતિ મનુષ્યો તેને સમજવામાં થાપ ખાઈએ છીએ, કારણ આપણે એટલું જ સત્ય માનીએ છીએ જેટલું આપણી દ્રષ્ટિમર્યાદામાં આવતું હોય. પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી એતો એક મહાનાટકનો નાનકડો અંશ જ છે.
એનો એક પુરાવો સાયન્સ અને ટેકનોલોજીના કે ખગોળક્ષેત્રે જે ઝડપે હરણફાળ ભરી છે તે જોતાં આપણને માલૂમ નથી પડતું? છેલ્લા દાયકાઓમાં કે આજે જે રીતે સાયન્સ તે જોતાં એમ લાગે છે આગામી ઊગતી પેઢીમાં શું શું નહીં હોય? થોડાક દાયકાઓ પહેલાં આપણી પાસે જે નહોતું તે બધું જ આજે આપણી પાસે છે અને આજે તેનો ભરપૂર ઉપયોગ (કે દૂરુપયોગ?) દરેક ક્ષેત્રમાં આ દૂષણ પણ પ્રવેશી ચૂક્યું છે?
આજે માનવી ની પાસે સૃષ્ટિના વિનાશ એક નહીં અનેક વાર થઈ શકે તેટલો એટમીક પાવર આવી ગયો છે. કોઈ પણ દેશ ધારે તો પોતાના જ દેશમાં બેઠાબેઠા રિમોટ કંટ્રોલ થી દુનિયા માં તબાહી લાવી શકે એમ છે. પણ એ ઉક્તિ પણ એટલી જ સાચી છે, જ્યારે કોઈ પણ બાબત પોતાના અતિના તબક્કામાં પ્રવેશે છે ત્યારે સમજવું કે એનો નજીકના ભવિષ્યમાં જ છુપાયેલું છે.
છતાંય મનમાં સવાલ થયા વગર ન રહે કે તો પછી આ કોને આધારે અને કયા કારણોને વશ દુનિયા ટકી રહી છે? તેનો જવાબ એટ્લો પેચીદો છે કે તમને કદાચ નવાઈ લાગશે કે ખરેખર બધું જ મોજૂદ છે મહાભારત માં મહા એપીસોડની માફક જ પાંડવો અહીં અધ્યાત્મિક દ્રષ્ટિકોણથી અર્થ થાય જેની ભગવાન સાથે પ્રિતબુદ્ધિ છે એમ લઈએ તો કૌરવો અર્થાત જે નાસ્તિક છે તેની પરમાત્મા સાથે વિપ્રિત બુદ્ધિ (નેગેટીવ થોટ ધરાવે છે) સામા પક્ષે યાદવો , કહેવાય છે કે તેઓએ પેટમાંથી મૂસળ કાઢ્યા અને અસ્ત્ર તરીકે યુદ્ધમાં વાપર્યા હતા. એટલે કે સમગ્ર વિશ્વ નું યુદ્ધ ખેલાયું અક્ષૌણિ સેના એટલે કરોડો લોકો સામેલ હતા . હવે યાદવોના મૂસળની વાત કરીએ તો મૂસળ એટલે સાંબેલું હવે હાલની પરિસ્થિતિ જોતાં એવો આકાર ધરાવતુ જો કોઈ અસ્ત્ર હોય તો તે છે મિસાઈલ્સ અને દારૂગોળો તેતો હોય જ જે વિવિધ પ્રકારના અણુબોમ્બ એ પણ મહાભારત(વિશ્ચ યુદ્ધ ના આરે) એટલે તેનું પરિણામ વિનાશ નોતરશે. આ ખતરે કી ઘંટી સમાન છે. જેમ ઘડીયારમાં બારમાં પાંચ બાકી હોય ત્યા ભગવાનનો આવવાનો સમય પણ પાકી ગયો જ છે ગીતાના વચનો અનુસાર જરૂર પાકી ગયો છે અને આપણી પોકાર સાંભળીને “પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ સંભવામિ યુગેયુગે”.. જ્યારે જ્યારે સૃષ્ટિ પર પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે ત્યારે જગતમાં સર્વત્ર અજ્ઞાનતાનો અંધકાર વ્યાપક બને છે હું આવું છું. આમ ભગવાન પોતાનું વચન પાળવા અચૂક આવતો હોય છે અને આખરે જેમ પાંડવોને અજ્ઞાત વાસ માં જીવન વિતાવવું પડે છે. તેમ તેઓએ પાંડવોના સારથી બન્યા અને અર્જુનને ઉપદેશ આપ્યો એ રૂપક પાંડવો પાંચ જ નહીં પણ સમષ્ટિની સરખામણીએ ખૂબ જ થોડા ગણાય તેવા પરમાત્માની સમીપે રહીને તેઓને સાચુંજ્ઞાન અર્થાત ગીતા જ્ઞાન આપ્યું એમ કહેવાય છે, જેને દિવ્યદ્રષ્ટિ દ્વાર જ જોઈ શકાય છે અને સમજી શકાય છે. માટે જ અર્જુન એટલે જે ભગવાનને અરજી કરે છે તે અને બુદ્ધિપૂર્વક શરણ અપનાવે છે તેવા પાંડવોના પક્ષે રહીને તેમને વિજયી બનાવે છે, માટે અલ્પસંખ્યક હોવા છતાં વિજયી બન્યા તેવા ભગવાન યોગેશ્વર અર્જુનના સારથી બની રહ્યા. અને તેમના દ્વારા આ કાર્ય પૂર્ણ કરીને રાજપાટ સોંપીને સ્વધામ ગયા. હવે વિવેકબુદ્ધિથી વિચારતા આપણને શું લાગે છે ખરેખર તે સમય નજદીક છે? સ્થાપના-વિનાશ-પાલના આ સૃષ્ટિના ક્રમ મુજબ આવવાનો કોલ નથી પાળતા શું ભગવાન પોતાના સાચાભક્તોને ઓળખે જ છે અને સર્વનું કલ્યાણ કરવા અચૂક આવેછે અને ગુપ્તરીતે પોતાનું કાર્ય કરાવી રહ્યા છે એટલી તો નિશ્ચિત બુદ્ધિ જરૂર હોવી જોઈએ તો જ ઈન્સાન અજ્ઞાન રૂપી ઘોર નિંદ્રા ત્યાગીને સ્વ તેમજ સર્વનું કલ્યાણ કરવામાં પરમાત્માનો મદદગાર અર્થાત સહભાગી બને છે. સમયસર જાગીને સર્વને જગાડવા જ્ઞાનરૂપી શંખ વગાડે છે. આમે ય શંખનાદ સવાર પડે ત્યારે થાય છે. પરમાત્માના નેક કાર્યમાં મદદ કરી પોતાનું ભાવિ ઉજ્વળ બનાવી લઈએ. આ પરમાત્માના બેહદ કાર્યમાં આપણે પણ આપણો યત્કિંચિત ફાળો આપીએ. “કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેશું કદાચન”. સમય પહેલાં જાગી જઈને સર્વને જગાડીએ. અસ્તુ .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s