વાર્તાલાપ

આપ આવ્યા મુજ આંગણે;
તો બહાર બની ટહૂકી ઉઠી જીંદગી,
આપનો મીઠો ટહૂકો મુજ હ્ર્દયે;
ક્યાંય લગી રહેશે કાનમાં ગૂંજી.
ભૂલી ગઈ હું બધું જે કહેવા હતી માંગતી;
કેવી છે આ માયાની ભૂલભૂલામણી?
વાતો તમારી લાગે છે કઈંક લોભામણી;
તમારા વગર આ જીંદગી લાગે મુને દયામણી.
શબ્દોના સથવારે માનવી વહાવે સ્નેહની સરવાણી;
એક ઉરથી બીજા ઉરમાં પ્રગટાવે ખુશીની ફૂલઝડી;
આમ રમત વચાળે મને અધવચ્ચે મૂકી ક્યાં ગયા છુપાઈ?
ઓ ઈશ્વર! મને તારી ગોદમાં છુપાવ, રમવું મારે સંતાકૂકડી.
બીજી રમત માંડ હવે તું, નથી રમત આ રમવી;
તારી સાથે રહીને મારે કરવી અનુભૂતિ શાંતિની;
ધમાલ, ઘોંઘાટ, ધમાચકડી બહુ કર્યા હવે જરૂર છે એની;
ઉષા વીતિ ને સંધ્યા આવી, લાવ કરી લઉં વધાવવાની તૈયારી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s