વ્યાજબી છે….

વર્ષારાણીનો મેઘાડંબર પણ વ્યાજબી છે;
અષાઢી આકાશમાં મેઘગર્જના અને,
મયૂર કરે પોકાર એ પણ વ્યાજબી છે.

વિરહમાં ઝંખતી અને ઝૂરતી પિયુને સાદ કરે;
તપતી અને બળબળતી ધરા,વિજળી કરે,
આકાશી તાંડવ એ પણ વ્યાજબી છે.

ક્યારેક શાંત-ખામોશ પગલે આવી વરસે મેહ;
તો ક્યારેક સાંબેલાધારે વરસે મેહ;
ધરા થાય તરબતર, નદીનાળાં છલોછલ, એ પણ વ્યાજબી છે.

આકાશ મેઘધનુષ રચાવે ક્ષિતિજે, સંતાકૂકડી વાદળ રમે;
પીહુ પીહુ પપીહો પોકારી,ગાય રાગ મલ્હાર;
મન ઝંખે મિલન પ્રભુનું ,એ પણ વ્યાજબી છે.

ધરા ઓઢીલે લીલી ચૂંદડી ને ફૂલોનો પમરાટ પામે;
કલકલ કરતાં વ્હેતાં ઝરણાં, નાચે આખુંય વૃંદાવન,
ડોલે વનુપવનનાં પર્ણો સૌ, એ પણ વ્યાજબી છે.

પશુપંખી ઓ સૌ રાજી થાયે, ચણખેતર એ પામે,
ધરતીનો ખેડૂ ગાય ગીતડાં ખુશીનાં, એ પણ વ્યાજબી છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s