વિચાર સાગરનાં મોતી –


વિચારોની બધી ભાવનાઓ શબ્દોથી સ્પષ્ટ થઈ શકતી નથી અને જો તેમ હોત તો મૌનનું શુ મહત્વ રહેત?

જીવન એ તો વિશ્વ-રંગમંચ ઉપર ખેલાતા બેહદના નાટકનો એક એપીસોડ છે;

તો હરેક માનવીની જીંદગી એ પ્રભુએ લખેલ પરીકથા છે.

જ્યાં સ્થૂળ જગત અને ભૌતિક વિજ્ઞાનનો અંત થાય છે;
ત્યાંથી આધ્યાત્મિક વિજ્ઞાનની શરૂઆત થાય છે, નવોદય થાય છે.

એક લાંબી બિમારી બાદ, દર્દનો અહેસાસ નથી થતો;
કેમકે બિમારનું દર્દ જ દવા બની જાય છે.

વર્તમાનકાળમાં આધ્યાત્મ તથા વિજ્ઞાન એટલાં તો નજીક આવી ગયાં છે, કે માનવીના જીવનરથનાં બે પૈંડા જેવી અગત્ય તેમણે પ્રાપ્ત કરી લીધી છે. સમગ્ર અને સમષ્ટિ ના સંદર્ભમાં શ્રી વિનોબા ભાવે પ્રણીત નીચેનં બે સમીકરણો યાદ રાખવા જેવાં છે. વિજ્ઞાન+આધ્યાત્મ= સર્વોદય વિજ્ઞાન-આધ્યાત્મ= સર્વનાશ

આધ્યાત્મિકતાનો અર્થ અધિ+આત્મિક અર્થાત આત્માનું વિશેષ જ્ઞાન એટલે કે અધિક જ્ઞાન. આત્મા આત્મા તો સૌ કોઈ કરે છે. પરં જ્યાં સુધી એની મોઝૂદગી ની અનુભુતિનો અહેસાસ કરવો એ અલગ બાબત ગણાય. જ્યારે આપણે તે અવસ્થા સચેતમનના આધારે અનુભવ કરીએ ત્યારે આપણે અલગ અશરીરી અવસ્થા , બીજા શબ્દોમાં કહીએ તો એક ન્યારી અને પ્યારી અવસ્થાએ પહોંચી ગયાનો અનુભવ થયા વગર રહેતો નથી અને એકવાર એ અવસ્થાએ પહોંચ્યા પછી અલૌકિક આનંદ અથવા પરમાનંદ મળે છે. જેની અગળ દુન્યવી આનંદ પણ ફિક્કો પડી જાય. જે અનુભવ નરસિંહ મહેતાને રાસલીલા(કોઈ ઉત્કૃષ્ઠ જોઈને) જોઈને યા તો મીરાંને ઉત્કૃષ્ઠ ભક્તિમાં લીન થઈને યા એવા હરેક સંસારના પરમયોગી તુ આત્મા અને પરમાત્મચિંતન કરતાં કરતાં અનુભવ કર્યો હશે અને કરતા આવ્યા હશે. એ તો મહાસાગરનાં મોતી સમાન છે જેને એ પ્રાપ્ત થાય એવા મરજીવાઓ
(મરીને જે જીવે છે તે) પ્રાપ્ત કરી શકે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s