મા બાપને


જેના જન્મ સમયે મા બાપ ખુશીના પેંડા વહેંચે છે;

તેજ છોકરાઓ મોટા થઈને મા બાપને વહેંચે છે,

અને આમજ લાગણીના બજારે ઊભા ઊભા વેચે છે.

રાતદિવસના ઉજાગરા કરીને,જડીબુટ્ટી ઘૂંટીને પાનારને,

આજે કડવા વેણના માબાપને ઝેર કટોરા પાય છે,

હદ વટાવે છે તો ત્યારે કે ઘરડાઘરે મૂકી આવે છે.

રામ અને શ્રવણની યશગાથાને ભૂલીને,

રાવણ બનીને દિલને દહન કરનારા બની જાય છે;

દર દરની ઠોકરો ખાવાને એકલા છોડી જાય છે.

Advertisements

7 thoughts on “મા બાપને

 1. ઉષાબેન:
  વિચાર કરવા એક વિચાર મુકું? છોકરાઓ માબાપનુ પ્રતિબિંબ હોઈ શકે કે કેમ? દોષ ક્યાં જશે?
  કેશવ

  • સૌ પ્રથમ તો આપને પ્રતિભાવ આપવા બદલ ધન્યવાદ આપું છું અને આપના વિચાર સાથે કેટલાંક અંશે સહમત પણ થાઉં છું કે તેઓ માબાપનું પ્રતિબિંબ હોઈ શકે અને સાથે તેનામાં ઈશ્વરે પોતાની આગવી સૂઝ વિચાર કરવાની અને ચંતન કરવાની નીરક્ષીરવૃતિ જેનો ઉપયોગ કરીને પોતાની આગવી પ્રતિભા કે માબાપથે નોખું વ્યક્તિત્વ ઘડી શકે છે..સંસ્કારોને બનાવવાની(સારા) અને મિટાવાવાની(નરસા) તાકાત ઈશ્વરે તેનામાં મૂકેલ જ હોય છે.આભાર.

  • કેશવભાઇ આપનો વિચાર વ્યાજબી છે..આમાં વિશેષ હું એટલું જ કહીશ કે દરેક વ્યક્તિને ભગવાને નીરક્ષીરવૃતિ તો ભગવાને આપી જ છે..તેનો ઉપયોગ કરીને પોતે જ પોતાના સુખની ચાવી મેળવી શકે Each and every thing has both the sides that is positive and negative…So if you want to see only positive side..is totally depend upon us..and one more truth is that nobody is 100% true or false. I think u can understand..

 2. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..!
  અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..!

  પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,
  એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહી..!

  કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,
  એ અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહી..!

  લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા,
  એ કોડના પુરનારના, કોડ પુરવા ભૂલશો નહી..!

  લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,
  એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી..!

  સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
  જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી..!

  ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,
  એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી..!

  પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
  એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી..!

  ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!
  પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહી..!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s