યોગ અને પ્રાપ્તિ

ૐ નમ: શિવાય|
મનુષ્યાત્માનો પરમાત્મા સાથે નો બુદ્ધિ યોગ જેને મેડીટેશન કહીએ છીએ એને ધ્યાન પણ કહીએ છીએ. ધ્યાન જેટલું શ્રેષ્ઠ એટલી એની પ્રાપ્તિ પણ શ્રેષ્ઠ અને એબધું આપણી ચિત્તવૃતિની એકાગ્રતા પર આધારિત હોય છે. ચિત્તવૃતિની એકાગ્રતા એ વારંવારના અભ્યાસ થકી જ આવે છે અને યોગમાર્ગ એટલો સહજ અને સરળ લાગે છે. આથી જ કહેવાય છે કે Practice Makes Man Perfect. વારંવાર ના અભ્યાસ અને લાંબા ગાળાના સતત પ્રયત્નથી અને સહજ એની પ્રાપ્તિ કરવા હરેકે નિત્ય યોગનો અભ્યાસ અને રોજીંદા જીવનમાં કરવો એટલો જ જરૂરી છે. એ સંપૂર્ણ વ્યક્તિગત બાબતો પર નિર્ભર છે. આથી એના કેટલા યમ અને નિયમ એ ખુદ પોતે જીવનમાં અપનાવે તેટલો તેને જ ફાયદો થાય છે. આપણામાં કહેવત છે કે “જીવનમાં જેટલા કાયદા એટલા જ ફાયદા.”
યોગ શબ્દ સંસ્કૃતમાં વપરાતી ‘યુજ’ ધાતુ જેનો અર્થ થાય ‘જોડવું’. અહીંયા મનનું જોડાણ પરમતત્વ (પરમાત્મા) સાથે સાધવા યોગ માર્ગ અપનાવીએ છીએ. જેથી તેને ‘મેડીટેશન’ પણ કહીએ છીએ. જેના જોડાણ થકી વિશિષ્ઠ આત્મિક શક્તિઓ જેવી કે શાંતિ,પ્રેમ,આનંદ વિગેરેની સહજ અનુભૂતિ અને પ્રાપ્તિ કરી શકીએ છીએ. આ શક્તિઓ બજારમાં ઉપલબ્ધ નથી થતી કે મૂલ્ય ચૂકવીને ખરીદી શકાતી તેનું મૂળ સ્ત્રોત આપણી અંદર સુસુપ્ત અવસ્થામં પડેલજ છે તેને જાગ્રત કરવાથી તેની અનુભૂતિ અને પ્રાપ્તિ કરી શકાય છે. જેને અતિન્દ્રિયસુખની પ્રાપ્તિ પણ કહી શકાય. આપણા પ્રાચિન ઈતિહાસ તરફ નજર કરીએ તો એવો ઉલ્લેખ પણ કરાયેલ છે કે “અતિઈન્દ્રિય સુખ ક્યા હોતા હૈ વો ગોપગોપીયાં ઔર ગોપીવલ્લભસે પૂછો.” ભક્ત શિરોમણિ નરસિંહમહેતા લીન અવસ્થા માં પહોંચી જતાં એ એક ભક્તિ યોગ જ છે. આવાં તો અનેક આત્મા ઓને એકાદ ક્ષણ માટે પણ જો અનુભૂતિ થાય તો તે પોતાનો જન્મ સફળ થયો એમ માનતા હોય છે.
પરંતુ યોગમાર્ગ તો તેના દરવાજા ખોલી આપે છે. જે જેટલો ધારે તેટલો અનુભવ દ્વારા તે સિદ્ધ કરી શકે છે. એક્વાર જેને આ પ્રાપ્તિનો અનુભવ થાય તેને વારંવાર અનુભવ કરવાનો ચસ્કો લાગ્યા વગર રહેતો નથી. એ પણ હજકીકેતે પુરવાર થઈ શકે છે સ્વાનુભવ થકી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s