યોગ(Meditation) અને જીવનશૈલી(LifeStyle).


સૌપ્રથમ તો નવાવર્ષની નૂતન સવારે આપના જીવનની નવીશૈલીનો પ્રારંભ થાય એવી શુભકામના સર્વ પ્રતિ વાંચ્છું છું. પ્રસ્તુત આધ્યાત્મિક લેખ વાંચવા બદલ ધન્યવાદ પણ પાઠવું છું.
“શુભમ ભવતુ સર્વદા.”
એવી પ્રભુ ચરણે મનોકામના ના શ્રદ્ધાસુમન અર્પું છું.

ઉત્સાહના ફટાકડાઓ…
સ્નેહના તારામંડળો…

ખુશીઓની ફૂલઝડીઓ..અને
ગમનાં સૂરસૂરિયાં થતા રહે;

યાદોની મહેફિલો સજતી રહે;
ભલે હમ રહે ના રહે.

મનુષ્ય છે તો જીવન છે અને જીવન છે તો જાવનની શૈલી પણ હોવી એટલી જ જરૂરી છે કેમકે સમય પણ ખૂબ કિમતી છે. એક પલથી એક યુગ અને યુગાંતરો સુધી વિસ્તરે છે. માટે જે સમયની કિંમત કરે છે તેની સમય કિંમત કરે છે અને ધારેલ લક્ષ્ય સુધી પહોંચવા માટે તેજ કદમ ભરવા પણ એટલાં જ જરૂરી છે કારણ વર્તમાન સમય હાથમાંથી ઝીણી રેતની માફક સરકી રહ્યો છે અને આધુનિક જમાનો જ Time Management નો છે માટે દરેક માટે સમય પણ એટલો જ કિમતી છે. પછી તે બાળક હોય કે યુવાન કે પ્રૌઢ હોય. સમયની ચાલને કોઈપણ ઓળખી શક્યું છે ખરું? “વક્ત સે હૈ દિન ઔર રાત વક્તકી હર શય ગુલામ..” અને સાથે સાથે એ પણ કહી શકું કે “Coming shadows forecasts the future.”
જેથી નિર્ધારિત સમયે નિર્ધારિત લક્ષ્ય સુધી સુમેળે અને સુપેરે પહોંચી શકાય ખરુંને? આપણામાં કહેવત છે કે “જેનો આરંભ સારો એનો અંત પણ સારો.”

આપણી જીવન શૈલીમાં યોગનું મહત્વ ઓછું નથી. આમ જોવા જઈએ તો વ્યક્તિ જીવનથી જ યોગી છે. આવો તપાસીએ આપણે જ આપણા જીવનને..આપણે જન્મ સમયે કોને યાદ કરતાં હતાં? જ્યારે જાયે ભૂખ લાગે ત્યારે કોણ સંતોષતું? કેવી રીતે સંતોષાતી હતી? આ થઈ શારીરિક ભૂખની વાત. આપણે જાણીએ છીએ કે જીવનની મુખ્ય અને પ્રાથમિક જરૂરિયાતોમાંની એક ખોરાક છે. તેવી જ રીતે આત્માની ભૂખ સંતોષવા આદ્યાત્મિક જ્ઞાન અને યોગ જેને આપણે બુદ્ધિયોગ કે મેડીટેશન કહીએ છીએ એની જરૂર પડે છે. જેમ શરીરને ખોરાકથી શક્તિ મળે છે તેમ જ્ઞાન અને યોગથી આત્મા પાવરફૂલ બને છે અને તેથી આત્મવિશ્વાસ અને શુદ્ધવિચારોમાં વૃદ્ધિ થાય છે અને મનથી મજબૂત અર્થાત મનોબળ વધે છે. આમ મનની તંદુરસ્તી માટે બુદ્ધિયોગ કે મેડીટેશન રોજબરોજ કરવો એટલો જ આવશ્યક છે. મેડીટેશન દ્વારા જ્ઞાન અનુભવનું ભાથું એ એક પ્રકારનો ખોરાક પૂરો પાડે છે જે તેને અંદરથી આપણી જીવનશૈલીને યોગ્ય રીતે જીવવા માટેનો ઓક્સિજન પૂરો પાડે છે. આપણે રોજબરોજની અર્થાત રોજીંદી પ્રક્રિયાઓ જેવી કે સવારે ઉઠવું, ન્હાવુંધોવું, વ્યવસાયિક પ્રવૃતિઓ આરંભવી કે ખાવું કે પછી સૂઈ જવું. એ બધી ક્રિયાઓ જેટલી સાહજિકતાથી અને આપોઆપ નિત્યક્રમે કરતાં હોઈએ છીએ એટલી જ સાહજિકતાથી આધ્યાત્મિક જ્ઞાન વડે બુદ્ધિયોગ કે મેડીટેશન જીવનમાં વણી શકીએ છીએ ચાહે ફુરસદ હોય તો અને ન હોય તો પણ કર્મયોગી બનીને મનને મેડીટેશન દ્વારા એકાગ્રચિત કરી શકીએ છીએ. આથી તે સહજ રાજ યોગ છે. જેનું વર્ણૅન ગીતામાં ભગવાન દ્વારા અર્જુનને શીખવવામાં આવ્યું હતું. જેના માટે તેઓએ આ રાજયોગના જ્ઞાનને “પ્રાય: લોપ” થઈ ગયું છે તેને પુન: જ્યારે આવું છું ત્યારે સહજ જ્ઞાન અને રાજયોગ દ્વારા શીખવું છું. માટે ભગવાનને યોગેશ્વર તરીકે પણ ઓળખીએ છીએ. આ સહજ એટલા માટે કહેવાય છે કે તેને કોઈપણ વ્યક્તિ સહજતાથી કરી શકે છે. કોઈપણ યાને સર્વ અબાલવૃદ્ધ;ભણેલા કે અભણ; રોગીનિરોગી; તપસ્વી કે ગૃહસ્થી કરી શકે છે એના માટે બુદ્ધિ જ આસન અને બુદ્ધિનો જ યોગ કરવામાં આવી અને તેને સૌ પોતપોતાની ક્ષમતા અને કર્મામાં રહીને પણ કરી શકે છે કારણે કે દરેકની પાસે અનુભવ અને જ્ઞાનનું ઓછાવત્તા અંશે ભાથું તો હોય છે. અનુભવ એ ખોરાક છે તો જ્ઞાન એ પાણી છે અને સમયનો અવકાશ એ હવાનું કાર્ય કરે છે. બસ પછી તો બુદ્ધિયોગ કરવો અતિ સહજ બની જાય છે. રોજીંદા જીવનમાંથી પણ સમયેસમયે સમય કાઢવાથી એનો અભ્યાસ કરીને એમાં હથોટી કે માસ્ટરી આવતી જાય છે. તેમ તેમ જીવનમાં એક અજબનો બદલાવ અને દ્રષ્ટિકોણ આવતો જાય છે અને જીવનશૈલીઆં બદલાવ લાવી શકીએ છીએ. તેને જીવનમાં લાવવા મેડીટેશન કરવામાં મહેનત નહીં પરંતુ મહોબત લાગે છે અને આથી તે સરળ અને સહજ બનતો જાય છે.

જેમ સૌપ્રથમ અહીં ઉલ્લેખ કર્યો છે કે વ્યક્તિ જન્મથી જ યોગી છે અને ખૂબજ સ્વાભાવિક અને સરળતાથી તે પોતાને ધારે તે સબંધમાં પરિવર્તિત પણ કરી શકે છે. તેના જન્મ સમયે અને બાળપણમાં મા સાથેનો બુદ્ધિયોગ ત્યારબાદ થોડોમોટો અને નિશાળે કે શેરીમાં રમતા રમતાં ભાઈબંધઓ કે દોસ્તારો સાથે બુદ્ધિયોગ લાગે છે અને આપોઆપ જ પરિવર્તિત થાય છે. સમય જતાં ધીરેધીરે મા તરફ્થી લગાવ ઘટીને દોસ્તારોમાં પરિવર્તિત થાય છે એમાં મહેનત નથી કરવી પડતી જ્યાં શરીર વહન થાય ત્યાં મન લાગતું જ જાય છે.. લગાવવું પડતું નથી. સમયાંતરે આગળ વધીને યુવાવયે અભ્યાસમાં અને પત્ની માં બુદ્ધિયોગ લાગે છે. છેવટે બિમારી કે વૃદ્ધાવસ્થાએ ડૉકટર કે પ્રભુચિંતનમાં સામાન્ય રીતે બદલાવ આવતો રહે છે. એમ લૌકિક્તા અને ભૌતિકતામાંથે અલૌકિકતા અને આધ્યાત્મિક જ્ઞાનયોગ તરફ ઝુકાવ વધતો જાય છે.

આ રીતે જોતાં તેના જીવનના પ્રથમ ચરણમાં એટલે જન્મથી તે બાળપણના તબક્કામા જોઈએ તો કેવી રીતે જન્મથી જ યોગી હોય છે બુદ્ધિયોગ મા મન જ લાગેલ હોય છે કોઈ બોલાવે તોય તેની પાસે બાળક જશે નહીં. જેવી તે આંખો ખોલે છે ત્યારે તે માના ખોળામાં હોય છે બસ એને તે જ તેની દુનિયા લાગે છે જેને જુવે છે કે અનુભવે છે તેને જ તે પોતાના માને છે. આ તેનો શરૂઆતનો બુદ્ધિયોગ કહેવાય. તેની નજર સામે જન્મતાં જ કોણ હોય છે? પિતાને તો તે થોડા સમય બાદ ઓળખતો થાય છે. જેની સોડમાં તે સુવે છે અને રમે છે હસે છે કે કિકીયારીઓ પાડે છે તે કોણ હોય છે? કોના સાનિધ્યથી તે ટેવાતો જાય છે?

પોતાની જન્મદાતા “મા” જ ને? તો બાળક અને તેનું સમગ્ર અસ્તિત્વ પોતાની મા ની આસપાસ જ વિંટળાયેલ હોય છે. તેની બધી જરૂરિયાતો મા દ્વારા જ સંતોષાય છે. આમ આથી તેનો બુદ્ધિયોગ માની સાથે લાગેલ હોય છે. કેમકે “મા” એજ માત્ર તેની દુનિયાનો પર્યાય હોય છે. એટલે જગતમાં “મા” શબ્દનું અનોખું સ્થાન અને મહત્વ છે. ભગવાન પછીનો દરજ્જો તેને આપવામાં આવ્યો છે. એ કાં અમસ્તું જ થોડું છે.. આપણે સૌ એનાથી સુવિદિત છીએ અને એના વિશે સાહિત્યમાં અનેક રસભર વાતો કહેવામાં આવી છે. આ દુનિયામાં આપણી હસ્તી જે કંઈ છે તે તેના થકી જ છે.બાળકના હોઠે પણ પ્રથમ શબ્દ આવનાર “મા” અને મમ મમ આપે તે પરથી મમ્મી કહેવાય. આ શબ્દ કાને પડ્તાંજ કેવો બુદ્ધિયોગ આપાપ મામાં લાગી જાય છે. તેને લગાવવો પડતો નથી. ભલે પછી તે વાતચીતની ભાષા કેમ ન જાણતો હોય તો બુદ્ધિ તે સ્વીકારીને જ ચાલે છે. તેના માટે તો “જેમ ગોળ વિના મોળો કંસાર તેમ મા વિના સૂનો સંસાર” લાગે છે. જેની મા નથી હોતી તેને તેના જીવનની કિંમત સમજાય છે.

હવે આજ રીતે માનો પ્યાર તો બદલાતો નથી છતાં અન્ય વ્યક્તિના પ્રવેશથી જીવનમાં બદલાવ તો આવે જ છે. એ સૃષ્ટિનો નિયમ છે. આજ જ્ઞાનને આધ્યાત્મિકતામાં પરિણમતાં વાર ન લાગી શકે અને તે ઈશ્વરીયયોગ કે મેડીટેશન બની શકે છે એમાં કોઈ ફરક પડતો નથી પહેલાંનો પ્યાર યથાવત રાખીનેય બુદ્ધિયોગ ને પરમાત્મજ્ઞાનથી અને પ્રેમથી આત્માને અનુભવ કરાવી શકાય છે. તે જ રીતે સર્વ સબંધોને એનામાં અનુભવ કરીને પરમાનંદનો અનુભવ કરી શકાય છે. મનને એક હરતું ફરતું શિવાલય બનાવી શકાય છે. જેટલી આપણે મા ના સ્તરને ઉપમાઓ અને વિશેષણોથી નવાજીએ છીએ તેને પ્રભુપ્યારમાં પરિવર્તિત કરી શકાય છે. કેમકે મા એ આપણી આ એક જન્મની મા છે જ્યારે પ્રભુ સાથેનો નાતો તો આપણો જન્મોજન્મનો છે. આ શરીરની મા તો હર જન્મે બદલાય છે જ્યારે પરમપિતા પરમાત્મા જન્મજન્માંતરના એક જ રહે છી..આથી જ કહીએ છીએ કે “ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ..ત્વમેવ બંધુ શ્ચ સખા ત્વમેવ…અને છેલ્લે જ કહીએ છીએ ત્વમેજ સર્વમ મમદેવદેવા.” તો પછી એકમાં જ સર્વ સબંધોથી પ્રાપ્તિ થવાની હોય છે તે થઈ શકતી હોય તો ત્યાં મેડીટેશન/બુદ્ધિયોગ લગાવવો સરળ હોય કે કઠીન? અહીં બુદ્ધિને ભટકાવવા નો સવાલ જ ઉત્પન્ન નથી થતો. માટે આ કાર્ય તો અતિસહજ થયું કહેવાયને?

જેમ આપણે આપણી આ જન્મની માને કેટલી સહજતાથી ઓળખી કાઢીએ છીએ તેટલી જ સહજતાથી આપણૅ સૌ આત્માઓના એકજ પિતાને સહજ રીતે ઓળખી શકીએ છીએ. જરૂરત છે એના માટે પોતાની જાતને જાણવાની અને જાગ્રત કરવાની. ખુદને ઓળખીએ તો ખુદાને ઓળખી શકાય. કેમકે જેવા બાપ તેવા જ બેટા હોયને? એની મહિમા અને ગુણોને મંથન કરીને અર્થાત તેનો જ્ઞાનનો મહિમા સમજીને મહિમા સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ બની શકાય છે. એમાં કોઈ બેમત નથી. પ્રભુ પરમકૃપાળુ પરમેશ્વર જ્ઞાન સાગર છે તો આપણે જ્ઞાનસ્વરૂપ છીએ. એ પ્રેમના સાગર છે તો આપણે પ્રેમસવરૂપ છીએ આવી અસંખ્ય ગુણો અને મહિમાઓથી આપણે તેને સહજ રીતે યાદ કરી શકીએ છીએ. એનું સ્મરણ માત્રથી જ આપણા મનમાં ખુશી..ઉમંગ-ઉત્સાહ..પ્રેમેની એક લહર દોડી જાય છે. છેને કેટલું સહજ? એની અનુભૂતિ હર શ્વાસેશ્વાસે રૂંવેરૂંવે મહેસૂસ કરી શકાય. માટે જ કહેવાયું છે કે..” ગર દિલ સાફ હૈ તો મુરાદેં હાંસિલ હૈ.” બગભગતને એની અનુભૂતિ ના થઈ શકે તનની શુદ્ધિ કરતાંય મનની શુદ્ધિ અહીં વધુ જરૂરી છે. પછી જુઓ કે એકવાર એવા પરમાનંદની અનુભૂતિ આપના જીવનમાં કેવાકેવા ચમત્કારિક પરિણામો લઈને આવે છે…!

આપણા રોજીંદા જીવનનીશિઅલી જેમ મા ની જોડે જીવવાની શજ છે તેટલી પ્રભુને “મા” સ્વરૂપે યાદ કરીને જીવનયાત્રા અને દિનચર્યાનો આરંભ કરી શકાય છે. આ સંસારમાં આજદિન સુધીમાં શ્રીકૃષ્ણથી લઈને ઈશુ સુધી, મહાવીરથી લઈને મહમ્મદ પયગમ્બર સુધી, વિવેકાનંદથી લઈને મહાત્મા ગાંધી સુધી, મીંરાબાઈ થી લઈને નરસિંહ મહેતા સુધીના.. અનેક નામી અનામી કોણ જાણે કેટલાય સંતો, ઋષિઓ, મનીષીઓ, ભક્તશિરોમણિઓ આ બાબતની ગવાહી પૂરે છે. આ બધી પ્રત્યક્ષ બાબતો જેને પૂરાવાની જરૂર નથી. એજ રીતે સહજ રાજયોગ એ માણસની સમગ્ર જીવનશિલી બદલી શકવા સક્ષમ છે જો આપણે એમ કરવા પ્રયત્ન આદરીએ તો? આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય તેમ સ્વાનુભૂતિથી પરમાત્માનુભૂતિ ની કેડી એ ચાલીને ધારેલ લક્ષ્યને સિદ્ધ કરી શકાય છે. યોગમાર્ગ એક ધોરીમાર્ગની ગરજ સારે છે. જેના થકી આપણી જીવનનૈયાને સંસારસાગરમાં તરાવીને નામનું અમરત્વ પ્રાપ્ત થાય છે અને ઉજ્વળભવિષ્ય બનાવી શકાય છે. માને યાદ કરવાની કે કોઈ સ્વજનને યાદ કરવાની મહેનત શાની? મુહોબતમાં કુર્બાની આપી દઈએ છીએ એજ રીતે યોગમાર્ગ પર ચાલવા..અલ્લાહકો પ્યારી હૈ કુર્બાની..તે ય સહજ જ થઈ જાય છે. તો શું પરમજ્યોતિ પર પરવાના બનીને આપણ સૌ આત્માને ફિદા થવામાં આનંદની અનુભૂતિ ના થઈ શકે? જીવનદાતા તો એ માત્ર એક જ છેને?

એને ઓળખવા માટે આપણુને મળેલ ત્રીજું દિવ્ય નેત્ર(Third Eye) તે જ્ઞાન છે. આ અંતરમનમાં જ્ઞાનના ત્રીજા દિવ્યનેત્રથી ઓળખી શકીએ છીએ. તેમજ તેને આ નેત્રના દિવ્યદાનથી આપણે પરમાત્માને ત્રિનેત્રી પણ કહીએ છીએ. જે આપણને પ્રાપ્ત કરાવીને તેના જેવાજ ત્રીનેત્રી( બે ચર્મચક્ષુઓ અને ત્રીજું જ્ઞાનચક્ષુ જેનું સ્થાન જ્યાં આત્મા રહે છે તે ભ્રુકુટિની વચ્ચોવચ્ચ લલાટમાં બતાવાય છે). જેને ખોલીને સમગ્ર જગત અને સર્વ સબંધોની મીઠાશને માણી શકાય છે. આપણે આ દિવ્યનેત્રથી જગતને જોઈએ તો ભલે જગત એનું એજ રહે છે પરંતુ દ્રષ્ટિકોણ બદલાવાથી આખેઆખું જગત આપણને બદલાતું લાગે છે. અને એજ રીતે જગનિયંતા, આપણા જન્મોજન્મના માતપિતા માટે સહજ બુદ્ધિ લાગે છે એને જ સાચા અર્થમાં મેડીટેશન કહેવાય છે જેનાથી અલૌકિક પ્રાપ્તિ જે દુનિયાના કોઈપણ બજારમાં ઉપલબ્ધ નથી હોતી. એવી શાંતિ,પ્રેમ,સુખ,આનંદ જેવી અણમોલ ઉપલબ્ધિ મળે છે.

આ ઉપલબ્ધિથી મનમયૂર નાચી ઉઠે છે. મનથી સ્વીકારી લઈએ છીએ કે જગત જેવું હોય તેવું તેનું છે..માટે તે સુંદર છે અને એજ સત્ય છે. મા સમ મધુર તેનો પ્યાર અને જ્ઞાનામૃત પીવડાવીને આત્માને તરબતર કરી દે છે. આ છે દિવ્યયોગની સહજ અનુભૂતિ અને ઉપલબ્ધિ. જેને કહેવાય છે સહજ રાજયોગ. જેનો માત્ર શ્રીમદભગવદગીતામાં નામથી જ ઉલ્લેખ કરાયેલ છે. પણ કેવીરીતે કરાય છે તે સ્વયં આવે અને શીખવે ત્યારે જ પ્રાપ્ત થાયને. માટે આ જ્ઞાનને પ્રાય:લોપ થયેલ છે તે જ્યારે આવે છે ત્યારે તેનો રાઝ ખોલે છે. આપણે ગાઈએ પણૅ છીએ કે “શિવકા ડમરૂ(જ્ઞાનનું) જબજબ બોલે અગમનિગમ કે રાઝ ખોલે.” અસ્તુ.ઓમશાંતિ.

Advertisements

4 thoughts on “યોગ(Meditation) અને જીવનશૈલી(LifeStyle).

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s