વિચારો વિશેના વિચારો

આ સૃષ્ટિ પરનું સજીવ અને બુદ્ધિશાળી પ્રાણી એટલે માનવી. એમાંય અદભૂત છે એની આત્મા અને તેમાં બેઠેલું સ્વયં સંચાલિત એવું મન. જે સતત કંઈને કંઈ વિચારોને ઉત્પન્ન કરવાનું ધમધમતું કારખાનું જ જોઈ લ્યો!!! વિચારોની હારમાળા એમાં સતત પેદા થતી જ રહે છે. સુષુપ્ત મન હોય કે તંદ્રાવસ્થામાં હોય મન ક્યારેય ખાલી રહેતું નથી. કદાચ મન બિલકુલ વિચારવિહિન અવસ્થામાં રહે તો ખૂબ જ ઓછા સમય માટે કદાચ પ્રગાઢ નિદ્રાવસ્થામાં શૂન્યમનસ્ક અવસ્થામાં મન ખાલી રહે વધુ સમય રહે તો તો સમાધિ જ લાગી જાયને!!! આ અવસ્થામાટે મુખના મૌનની સાથેસાથે મનના મૌનની પણ એટલી જ જરૂરિયાત છે. વિચારોની રેલયાત્રા કરતાં કરતાં કયારે મનની ગાડી પાટા પરથી ઉતરી જાય તે કહેવાય નહીં માટે તેનાપર કંટ્રોલ રાખવા તેનો ડ્રાઈવર જેને બુદ્ધિ કહીએ છીએ તેની પાસે પાવરફૂલ બ્રેક પણ સાથે હોવી જરૂરી છે. નહીં તો મનના વિચારો દિશાશૂન્ય બની ગાંડાની માફક દોડવા લાગે. ત્યારે વિવેકબુદ્ધિ વિચારોને ઠેકાણે લાવવા એટલી જ જરૂરી છે.

કેટલાક વિચારો હકરાત્મક હોય છે..તો વળી કેટલાક નકારાત્મક..કેટલાક ફાલતુ તો કેટલાક વિદ્વંષક હોય છે. કેટલાંક પાછલા જન્મકર્માનુસાર હોય તેને અટકાવવા કે ન અટકાવવા જરૂરી હોય છે. કેમકે કેટલાક વિચારો મનને ઉર્ધ્વગતિ કરાવે છે તો કેટલાક મનની અધોગતિ કરાવે એટલી હદે વિનાશક કે ખતરનાક હોઈ શકે. કેટલીક વખત વિચારોને મારવા મનને મારવું પડે છે તો કેટલીક વખત વિચારોને લાવવા મનને મનાવવું પડે છે. આ બધી અવસ્થાઓ મનની છે જે આપણે અંતરમુખતા તરફ દોરી લઈ જાય છે. જે જીવનની ગતિને એકે નવી દિશા આપી શકે છે અને વર્તમાન પરિસ્થિતિને સાનુકુળ થવાને શક્તિમાન બનાવેછે. માટે જ કહેવાય છે કે જે જેવું વિચારે છે તે તેવો જ બની જાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s