સૃષ્ટિપરિવર્તન કેટલા અંશે કલ્યાણકારી?(એક નિબંધ)


પરિવર્તન એ સંસારનો નિયમ છે. એ શાશ્વતનિયમાનુસાર અહીંને સજીવસૃષ્ટિ અને પ્રકૃતિના પાંચેય તત્વો બંધાયમાન છે. શ્રીમદાભગવદગીતાનું આધ્યાત્મિક રહસ્ય આ અહીં છ્ત્તું થતું દેખાય છે. જેનો ભાવાર્થ કંઈક આવો છે. ભગવાન અર્જુનને જ્ઞાન આપતાં કહે છે કે:”આ સર્વ તો ડ્રામાનુસાર બન્યું બનાવેલ છે જે થઈને જ રહેવાનું છે. તારે તો માત્ર નિમિત્ત જ બનવાનું છે. માટે તું તારો ક્ષત્રિય ધર્મ નિભાવ.” અર્થાત..”અહીં (સંસારમાં) જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે છે..સારું જ છે અને થઈ ગયું તે પણ સારું જ હતું અને જે કંઈ ભવિષ્યમાં થનાર છે તે સારામાં સારું જ થનાર છે.
વર્તમાન સમયમાં નજર નાખતાં એનાં એંધાણ આપણી આંખો સમક્ષ સુસ્પ્ષ્ટ થઈ રહ્યા છે કે આવનારો સમય કેવો હશે? અંગ્રેજીમા આ અંગેનું એક સ્લોગન મેં સાંભળેલ છે કે, “coming shadows forecasts the future.” એ વાસ્તવિક જ છે. પ્રથમ બે વિશ્વ યુદ્ધો તો ખેલાઈ ગયેલા છે અને આવનારા ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. એ જોતા અજ્ઞાન નિંદ્રાસન છોડવાનો સમય પાકી ગયો છે અને સત્યને સ્વીકારીને આવનાર મહાવિનાશ પહેલાં ખુદનું કલ્યાણ કરીને ભવિષ્યના અનેક જન્મોની સુકર્મો ની કમાઈ કરવાનો સમય પાકી ગયો છે, એની દૂરોગામી અસરોથી આપણે વાકેફ થવું પડશે અને એને વાસ્તવિકતા તરીકે સ્વીકારવા તૈયાર રહેવું પડશે. બાળપણમાં સાંભળેલ એક પ્રસંગ મુજબ બિલાડી જ્યારે ધીમે પગલે કબૂતરનો શિકાર કરવા આવે ત્યારે કબૂતરની માફક આખો બંધ કરી લેવાથી પોતાનો શિકાર થતો ટળી નથી શકવાનો. પરંતું પોતાનો સ્વબચાવ કરવાની યુક્તિ અજમાવવી પડશે. એને ક્યારેય અસ્વીકૃત ના કરી શકાય. કેમકે વાસ્તવિકતા એજ છે. એને સ્વીકારીને આપણે સ્વકલ્યાણ નું પણ વિચારવું પડશે અને ઉપાયો પણ અજમાવવા પડશે.
હાલમાં સૃષ્ટિના મહાવિનાશની અનાદિ યોજના કાર્યાન્વિત થતી જોવા મળે છે. હવે પરિવર્તનનો એ સમય આવી પહોંચ્યો છે. સંદર્ભ તરીકે જોઈએ તો જ્યોતિષીઓએ પણ એ ભવિષ્યકથન કરતા કહે છે કે,”સન ૧૯૯૦થી બ્રહ્માંડ માં સૃષ્ટિચક્રના આદિબિંદુના સાનિધ્યમાં ૧૦૦ જેટલી દિવ્યશક્તિઓ સક્રિય છે અને આ શક્તિઓ વિશ્વમાં વ્યાપક પરિવર્તન લાવશે. આમતો સૃષ્ટિચક્ર નો પરિવર્તન એ અવિનાશી નિયમ છે અને એમાં દરેક ચીજવસ્તુ થી માંડીને સજીવોને પણ સતો, રજો અને તમો અવસ્થા માંથી પસાર થવું જ પડે છે. આપણે જાણીએ છીએ કે આ સૃષ્ટિચક્રના ત્રણ મુખ્ય અંગો છે-: પરમાત્મા, પુરૂષ અને પ્રકૃતિના પાંચ તત્વોથી બનેલ આ વિશાલ પ્રકૃતિ. જે પૈકી એક પરમાત્મા જ સૃષ્ટિચક્ર ના પરિવર્તનના ચક્રમાં આવતા નથી. બાકીના પુરૂષ એટલે કે આત્માઓ અને પ્રકૃતિ બંન્ને પરિવર્તનના ચક્રમાં આવીને અંતે તમોપ્રધાન બની જાય છે. ત્યારે પરમાત્મા સ્વયં આવીને પોતાની અનંત શક્તિઓ દ્વારા ફરીથી નવું સતોપ્રધાન સ્વરૂપ આપે છે.
કલયુગના અંતમાં જ્યારે પરમાત્માનું દિવ્ય અવતરણ થાય છે ત્યારે સૃષ્ટિચક્રના પરિવર્તનની ગતિને તેજ ગતિ પ્રાપ્ત થાય છે. સૃષ્ટિ પરિવર્તનની પ્રક્રિયામાં પુરૂષ અને પ્રકૃતિની પ્રમુખ ભૂમિકા હોય છે. અત્યારે એકતરફ પરમાત્મા ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગ દ્વારા મનુષ્યાત્માઓને સતોપ્રધાન બનાવવાનું કાર્ય કરી રહ્યા છે જ્યારે બીજીતરફ વિકારી અને તામસી મનુષ્યાત્માઓ અણુયુદ્ધ અને ગૃહયુદ્ધોની જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. સાથે સાથે પ્રકૃતિ પણ તમોપ્રધાન બનવાને કારણે પોતાનો પ્રકોપ બાડી રહી ચી અને ક્યાંક્યાં ઉથલો પણ મારી રહી છે.જાણે કે તે પોતાના ભવિષયના ભીષણ તાંડવનૃત્યનું રિહર્સલ ના કરી રહી હોય?

સૃષ્ટિ પરિવર્તનની પ્રક્રિયાઓમાં મુખ્યત્વે ગ્રીન હાઉસ ઈફેક્ટ, પૃથ્વીના બંને ધ્રુવોમા થઈ રહેલ પરિવર્તન અને ભૂખંડોનું વહન વગેરે..એ મુખ્ય અને મોટા પાયા પર થઈ રહેલ છે.ગ્રીન હાઉસ ઈફેક્ટ:-(Green House Effect)પૃથ્વી પરના વાયુમંડળના આવેલા મિશ્રિત ગેસોમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૦.૩% જ છે. જે પૃથ્વીની સપાટી પર ફેલાતી ગરમીને શોષી લઈને તેનું તાપમાન જીવન રક્ષા લાયક લગભગ ૧૫ ડીગ્રી સેલ્સીયસ જેટલું જાળવી રાખવામાં મદદરૂપ બને છે. પરંતુ કાર્બન ડાયોક્સાઈડ જ ના હોય તો પૃથ્વી એના વગર ચંદ્રમાની માફક ઠંડી બની જાય.પરંતુ જો તેની માત્રા વાયુમંડળમાં વધી જાય તો પૃથ્વી અંગારાની માફક તપવા લાગે. માનવ પોતાની ઔદ્યોગિકીકરણને કારણે વાયુમંડળમાં દરવર્ષે લગભગ ૨૨ અરબ ટન કાર્બન ડાયોક્સાઈડ ઠાલવે છે. આના કારણે પૃથ્વી પરનું સરાસરી તાપમાન જેને ગ્લોબલ ટેમપ્રેચર કહીએ છીએ તે સતત વધતું જ જાય છે. પૃથ્વી દિવસ દરમ્યાન સૂરજ પાસેથી ગરમી લઈને રાતે તે વાયુમંડળ અને અંતરિક્ષમાં ઉત્સર્જિત કરે છે. પરંતુ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીની આ પ્રક્રિયામાં અડચણ આવવા લાગી છે. કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાની સાથે તેની ગરમી શોષવાની માત્રામાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગ્લોબલ ટેમ્પ્રેચર હાલમાં વધીને ૧૫ ડીગ્રી સેલ્સીયસ થી વધીને હાલ ૩૫ થી લઈને ઉનાળામાં તો ૪૦ ડીગ્રી સેલ્સીયસથીય ઘણું ઊંચુ તાપમાન થઈ જાય છે. જે મનુષ્યો સહિત પશુ-પંખીઓ અને જીવજંતુઓ માટે જીવવું અઘરું બનાવી દે છે. સાથે સાથે જમીનની ઉપલી સપાટીથી ૬૦ કિ.મી દૂર અંતરે એક ઓઝોન વાયુનું આવરણ આવેલું છે જે સૂરજના ઘાતક કિરણો જેવાંકે પારજાંબલીને રોકવામાં સંરક્ષણ પુરૂં પાડે છે. એ આવરણ જો ના હોય તો દઝાડતી ગરમીનો અનુભવ થાય. તો આવા ઓઝોન વાયુના આવરણમાં મોટાંમોટાં છિદ્રો પડવા લાગ્યાં છે જેથી સૂરજના ઘાતક કિરણો પણ પ્રવેશી રહ્યાં છે. આ સાથે પૃથ્વી પરનું વધતું જતું તાપમાન અને આ આસમાની ભૂરા રંગના ઓઝોન વાયુના આવરણમાં પડેલા છિદ્રોને કારણે બંને ધ્રુવો પરના બરફ્ની ઓગળવાની પ્રક્રિયાની શરૂઆત થઈ રહી છે. દુનિયાનો લગભગ ૯૬% બર્ફ આ બંને ધ્રુવો પર અને બાકીનો ૪% બરફ હિમાલય, આલ્પ્સ,રોકી, ડલરસ જેવી પર્વત શૃંખલાઓ પર આચ્છાદિત છે. હવે બંને ધ્રુવોમાં ઉત્તરધ્રુવ પર ૧૨% અને દક્ષિણધ્રુવ પર ૮૪% બરફ આચ્છાદિત છે. એમાંય દક્ષિણધ્રુવ પર એન્ટાર્કટિકાની ૫૧લાખ વર્ગ માઈલ ભૂમિપર જમીનની સપાટીથી લગભગ ૪ કિ.મી સુધીની ઊંચાઈ સુધીની બર્ફાચ્છાદિત છે. આ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ પૃથ્વી પરની વધતી જતી ગરમીને કારણે આ બરફની ઓગળવાની પ્રક્રિયાની કારણે આવનારા દિવસોમાં કેટલાં વિનાશક દુષ્પરિણામો આવવાની પૂરેપૂરી સંભાવના રહેલ છે. જેમકે પૃથ્વી પરના સમુદ્રકિનારાઓ પર વસેલા મોટા મોટાં શહેરો જેવાંકે, મુંબઈ, કલકત્તા, મદ્રાસ, ન્યૂયોર્ક, સિડની, વેનીસ, કરાંચી આદિ આદિ..અનેક શહેરોનો વિદ્વંશ કરીને સમુદ્રમાં જલમય થઈ જાય…કારણ પૃથ્વી પરના વધતા જતા તાપમાનને કારણે આ બંને ધ્રુવો પરની બર્ફ ઓગળવાની પ્રક્રિયા વધુ થતી જાય અને ઓગળતી હિમશીલાઓ સમુદ્રોમાં વહીને તે પણ ભયંકર મોજાંઓના સ્વરૂપે ઉછલ મારે જેની સપાટી ૬૦ ફૂટથી ૧૦૦ ફૂટ સુધીની વધારી લઈ જઈ શકે છે જે આ બધાંય શહેરોને સંપૂર્ણ નષ્ટ કરવા સમર્થ છે. એ પણ એટલી હદે કે!! ક્યારેક આવાં શહેરો સમુદ્રકિનારે વસ્યાં હશે એની કલ્પના ય ન રહે. જેના માટે કહી શકાય કે મનુષ્યો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે અને પોતાના જ પગ ઉપર કુહાડો મારવા તૈયાર થઈ રહ્યા છે. સન ૧૯૯૨માં રિયો ડી જાનેરોમાં આ પૃથ્વી પરની ઉભરાતી સમસ્યાઓના હલ અને ઉપાયો કરવાની વિચારણા કરવા માટે વિશ્વના ૧૫૦ દેશોની એક સંયુક્ત બેઠક મળેલ જેનું પરિણામ અલગ અલગ મતમતાંતરોને કારણે લગભગ શૂન્ય જ રહ્યું. હવે જોઈશું.. પૃથ્વીના ધ્રુવોમાં થતા ફેરફારોના કારણે ઉત્પન્ન થતી સમસ્યા અને પરિવર્તન..(Change in Polarity of Earth)સન ૧૯૬૦માં એન્ટાર્ટિકા મહાસાગરના ઊંડાણના અભ્યાસુ ભૂસ્તરીયશાસ્ત્રી(Geologist)ઓને અભ્યાસ કરતા કરતાં એક નવું જ આશ્ચર્યકારક અને અદભૂત તથ્ય સાંપડ્યું.તેઓને મહાસાગરના એ ઊંડાણના તળિયેથી અનેક પથરોના ભૂસ્તરો મળ્યા. આ સ્થાન પર દક્ષિણ અમેરિકા ખંડ અને આફ્રિકા ખંડ તૂટેલા છે અને ત્યાં અંદરથી ગરમ લાવા બહાર નિકળતો રહે છે, અને બહારના ભાગે આવીને લાવામાંથી આવાં અનેક ભૂસ્તર બનેલ છે. આવી ભૂસ્તરની અનેક કડીઓ જે દક્ષિણધ્રુવના એન્ટાર્ટિકા થી લઈને ઉત્તરધ્રુવના ગ્રીનલેન્ડના બેટો સુધી સમાંતરે ભૂસ્તરની આ ક્ડીઓ બંનેવ ખંડો સુધીની ગયેલી છે. ભૂવૈજ્ઞાનિકોને આવી પૃથ્વીના ત્રણેય મહાસાગરોના તળિયેથી આવી અનેકો ભૂસ્તરોની કડીઓ મળી આવેલ છે. આ જગ્યાઓએ અનેક જીવિત જ્વાલામુખીઓ પણ છે. ભૂવૈજ્ઞાનિકો આને Ring of fire કહે છે. લાવા ભૂભાગથી ઉપર આવીને સાગરોના તળિયે આ રીતે ફેલાતો રહે છે. ભૂવૈજ્ઞાનિકો આને
“સમુદ્ર તળિયાની ફેલાવની ક્રિયા” કહે છે. જેને”Sea floor spreading” કહે છે. પૃથ્વીના ભૂખંડોના પત્થરોમાં પૃથ્વીના ચુંબકીય ગુણધર્મો સંગ્રહાયેલા હોય છે. ભૂવૈજ્ઞાનિકોને આ સ્થળના ભૂસ્તરોની કડીઓમાં પરસ્પર વિરોધી ચુંબકીય ગુણધર્મો જોવા મળ્યા. એકજ જગ્યાએ બંને બાજુઓ પર અલગ અલગ ગુણધર્મ જોવા મલ્યાનો મતલબ એવો થાય કે જ્યારે પૃથ્વીના બંને ધ્રુવો માં પરિવર્તન આવ્યું હશે ત્યારે ચુંબકીય ગુણધર્મો બદલાઈ ગયા હશે. આવાં પરસ્પર વિરોધી ચુંબકીય ગુણધર્મો બહુ જ છે માટે ભૂવૈજ્ઞાનિકો એવું માને છે કે પૃથ્વી પર બંને ધ્રુવોમાં બહુ વખત પરિવર્તન થયા હશે. તેઓનું એમ પણ માનવું છે કે પૃથ્વીની ચુંબકીય શક્તિ ધ્રુવોના પરિવર્તન સમયે નષ્ટ થાય છે અને થોડ સમય પછી ફરીથી તે ચુંબકીય શક્તિ ઉત્પન્ન પણ થઈ જાય છે. આવું શામાટે અને કયા કારણોસર થાય છે? તે પ્રશ્નનો ઉત્તર તેઓની પાસે પણ નથી. અમેરિકાના “સરકારી પર્યાવરણ વિજ્ઞાન સેવા સંસ્થાન”(ESSA) દ્વારા અપાયેલ નિબંધાનુસાર્ સન ૧૮૩૫ થી લઈને ૧૯૮૫ દરમ્યાન કરાયેલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના અભ્યાસ દ્વારા એવું તારણ નીકળ્યું હતું કે પ્રતિવર્ષ પૃથ્વીની ચુંબકીય શક્તિ ૫% ઓછી થાય છે. ગાણિતિક રીતે ગણતરી કરીને ભૂવૈજ્ઞાનિકોએ એવું કથન કર્યું છે કે જો આજ ગતિથી પૃથ્વીની ચુંબકીય શક્તિ નષ્ટ થતી રહેશે તો સન ૨૦૦૦ સુધીમાં પૃથ્વીની ચુંબકીય શક્તિ એકદમ ઓછી થઈ જશે જેના કારણે પૃથ્વીના ધ્રુવોમાં પરિવર્તન થવાની સંભાવના છે અને એની સાથે સાથે પૃથ્વીની ધરીમાં પણ બદલાવ આવી શકે છે. ધ્રુવોના પરિવર્તનના કારણે ભૂખંડોનું વહન(Continents’ Adrift) થઈ શકે છે. આ પૃથ્વીને ભૂવૈજ્ઞાનિકોએ સાત ભૂખંડોમાં વહેંચેલ છે જેના નામો એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્ત્રર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એંટાર્ટિકા અને ઓસ્ટ્રેલિયા. ભૂવૈજ્ઞાનિકોના કહેવાનુસાર આ સાતેય ખંડો પહેલાં એકબીજા સાથે જોડાયેલા હતાં અને જેને તેઓ “પેન્જિયા” (Pangaea) કહે છે અને ધ્રુવોના પરિવરતનના કારણે તે ભૂખંડો એકબીજાથી જુદા થઈ ગયા. આ સ્થિતિનું વર્ણૅન જાપાનના વેગેનર નામના એક ભૂ વૈજ્ઞાનિકે પોતાના “Global Jigsaw of Dynamic Earth” નામના સિદ્ધાંતમાં પૃથ્વીની આ સ્થિતિનું વર્ણન કરેલ છે.વર્તમાન સમયમાં દક્ષિણ અમેરિકા પ્રતિ વર્ષ ૨.૫ સે.મીની ગતિએ પશ્ચિમની તરફ્ સરકી રહ્યો છે. એવીજ રીતે પૂર્વઆફ્રિકા અને પશ્ચિમાઅફ્રિકા ખંડની વચ્ચેની રીફ્ટ દરી (Rift Valley) માં બદલાવ આવી રહ્યો છે. ભૂખંડોના આવા પ્રકારના અધ્યયન “પ્લેટ ટેંક્ટોનિક” (Plate Tectonic) નામના ભૂશાસ્ત્રમાં કરવામાં આવે છે.
સૃષ્ટિ પરિવર્તનની પ્રક્રિયાના પહેલા તબક્કામાં પશ્ચિમ જગતમાં થનાર ભીષણ આંતરરાષ્ટ્રિય અણુયુદ્ધ(Atomic War) તથા તારાયુદ્ધ Star War), જેની આગાહી વિશ્વના ઘણ મોટા ભવિષ્યવેત્તાઓ જેવાંકે જ્હોન ડિક્સન, પ્રો હરાર, ગેરાર્ડ, નાસ્ત્રાડેમસ વગેરે…ઓએ કરેલ છે. આ અણુયુદ્ધ સૃષ્ટિ પરિવર્તનની અનેક પ્રક્રિયાઓને ઉત્તેજિત કરશે. અણુબોમ્બ, હાઈડ્રોજન બોમ્બ ના પ્રચંડ વિસ્ફોટ પૃથ્વી પર નાના નાના સૂર્યની જેમ કામ કરશે. કેમકે અણુ બોંબમાં જે યુરેનીયમ નામનું જે કિરણોત્સારી ધાતુ હોય છે તેની માત્ર એક ગ્રામ જેટલી માત્રા દ્વારા એટલી ઉર્જા ઉત્પન્ન થાય છે જેટલી ઉર્જા ૪૦ હજાર કિલો કોલસા સળગાવતાં ઉત્પન થાય અને હાલમાં બનાવેલા બોંબ લગભગ ૨૦૦થી ૩૦૦ કિલો વજનના છે. એટલે અણુબોંબનો વિસ્ફોટ ભયાનક ઉષ્ણતા (લગભગ ૧૦ લાખ ડીગ્રી સે. સુધીનું તાપમાન નિર્માણ કરશે. જે બધી મનુષ્ય સંપત્તિ, ઈમારતો વગેરેના ટુકડા ટુકડા કરી નાંખશે અને ભારી માત્રામાં કિરણોત્સારી કિરણોનો ઝેરી કચરો પર્યાવરણમાં ફેલાવી દેશે જે સેંકડોની જ ગણત્રીમાં પૃથ્વીના પર્યાવરણનો સંપૂર્ણ ઢાંચો જ બદલી નાંખશે. પચંડ્ ઉષ્ણતા ઉત્સર્જિત થવાના કારણે તાપમાન વધી જશે અને વાયુમંડળની દિશા અને દબાવ બદલાતાં વરસાદ પડવાની માત્રામાં બહુ જ ફર્ક આવી જશે. તાપમાનની માત્રા વધવાને કારણે ગ્રીન હાઉસ ઈફેક્ટ જલ્દી જલ્દી આવી જશે અને ધ્રુવોના બર્ફના પર્વતો પિગળવા માંડશે. જેના કારણે સમુદ્રોના પાણીનું સ્તર ૬૦ફૂટ થી વધીને ૧૦૦ફૂટ સુધી વધી જઈને જોરદાર તોફાનો દ્વારા કિનારાઓ પર વસેલાં તમમ શહેરોનો વિદ્વંસ થશે.
પૃથ્વીના બંને ધ્રુવોના બરફ ના પીગળવાના કારણે કેન્દ્રના ચુંબકીય ક્ષેત્રોનું સંતુલન બગડી જશે અને આવી અવસ્થામાં જે ભાગ હાલમાં આજે જે સામાન્ય નકશામાં જે ભાગ ભૂમધ્ય રેખા પર દેખાઈ રહ્યો છે તે ફરી જઈને કેન્દ્રના ભાગમાં આવી જશે અને ધ્રુવકેન્દ્રનો મોટાભાગ નો ભાગ ભૂમધ્યરેખા પર મોટા ભાગે આવી જશે. પૃથ્વીના ચુંબકીય કેન્દ્રોનુ ધ્રુવોંથી લઈને વિષુવવૃત સુધીનું ફરી જવાની પ્રક્રિયા પૃથ્વી જલવાયુ પર ખૂબજ પ્રભાવ નાંખશે અને મોટામોટા ભૂકંપ થઈને સમુદ્રની ઊંડાઈમાં ફેરફારો થશે. ધ્રુવોના પરિવર્તનના કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થોડા સમય માટે નષ્ટ થઈ જશે જેના કારણે પૃથ્વીનો આકાર અને કદ થોડું વધી જશે અને પૃથ્વી ની અંદર ઉકળતો લાવા બહાર આવવાનો પ્રયાસ કરશે. જેના કારણે પૃથ્વી ના સાતેય ભૂખંડો જે જગ્યાએ ભૂખંડોની કડીઓથી જોડાયેલ હશે ત્યાંથી લાવા બહાર આવવા માંડશે જેના કારણે દુનિયાભરના મૃત-જીવીત્ જ્વાળામુખીઓજેવાંકે વ્હેસુવ્હિયસ. એટના, સ્ટ્રોંબોલી, કોટોપેક્સી, એંડીસ, જાપનના ભૂ ભાગની કડીઓ વિગેરેનો ભયાનક પ્રકોપ દ્વારા પશ્ચિમ આફ્રિકા ખંડ્થી અલગ થઈને ભારત તરફ આવી જશે. દક્ષિણ અમેરિકા ખંડ ઉત્તર અમેરિકા ખંડની તરફ વધશે જેનાથી પનામા ભૂમિ નષ્ટ થઈ જશે. એશિયા ખંડનો ઉત્તરનો ભાગ દક્ષિણના ભાગથી અલગ થઈ જવાના કારણે હિમાલયની ઊંચાઈ ઓછી થઈ જશે…વગેરે વગેરે.. વૈજ્ઞાનિકોના માનવાનુસાર જે ક્રિયાઓને પૂરી થતાં લાખો કરોડો વર્ષ લાગ્યા હશે એ એલ પલકારામાં જ સંપન્ન થઈ જશે.
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થોડા સમયમાટે નષ્ટ થવાના કારણે પૃથ્વીનું સરક્ષણાત્મક કવચ પણ થોડા સમય માટે નષ્ટ થઈ જશે જેનાથી પૃથ્વીની જીવ સૃષ્ટિને સૂર્યના પારજાંબલી કિરણો અને વૈશ્વિક કિરણો ( Cosmic Rays) દ્વારા ખૂબજ હાનિ પહોંચશે. જ્યારે ધ્રુવોનું પરિવર્તન થશે ત્યારે પૃથ્ની ધરી પર્ બહુ જ પ્રભાવ પડશે. આજે જે પૃથ્વી ૨૩.૪૦ ડિગ્રીએ ઝુકેલી છે તે સીધી થઈ જશે. આ કારણથી પૃથ્વીની ભૌગોલિક ધરી અને ચુંબકીય ધ્રુવો સમાન થઈ જશે. હાલમાં ઉત્તરીય ચુંબકીય ધ્રુવ ઉત્તરીય ભૌગોલિક ધ્રુવથી ૧૦૦૦ માઈલ દૂર ઉત્તર કેનડાના કિનારા પર છે. એવી જ રીતે પૃથ્વીનો દક્ષિણ ચુંબકીય ધ્રુવ દક્ષિણ ભૌગોલિક ધ્રુવથી ૧૦૦૦ માઈલ દૂર્ એંટાર્ટિકાના રોસ સમુદ્રના કિનારા પર છે. પૃથ્વીના બંને ચુંબકીય ધ્રુવો સ્થિર નથી રહેતા. એમના આ તફાવતને કારણે પૃથ્વી એની ધરી પર એક તરફ ઝુકી ગયેલ છે અને એના ઉપર ઋતુચક્રનું નિર્માણ થાય છે. પૃથ્વીની પોતાની ધરી સીધી થઈ જવાથી બધી જગ્યાએ તાપમાન સમાન બનવા લાગશે અને વસંત ઋતુનું નિર્માણ થવા લાગશે. સાથે સાથે દિવસ અને રાત્રિનો સમય સરખો બનવા લાગશે.
પૃથ્વીની ગુરૂત્વાકર્ષ્ણ ઓછું થવાના કારણે પૃથ્વીની કક્ષામાં છોડાયેલ ઉપગ્રહોની કક્ષામાં ભિન્નતા આવી જશે. જેથી તેઓ પૃથ્વી ઉપર પડીને નાશ પામશે. તેમાં તારા યુદ્ધStar war)ના એવા પણ ઉપગ્રહો હશે જેઓ કરોડો (watts) ની લેસર કિરણો (laser Rays) દ્વારા જીવ સૃષ્ટિને રાખ કરી દેશે. પૃથ્વી ની ચુંબકીય શક્તિ નાશ પામીને ફરી બની જવું, એનાથી પૃથ્વીનો અંતરિક્ષમાં ૧૨૦૦૦ માઈલનો ચુંબકીય પટ્ટો જેને “વૉન અલિન ચુંબકીય પટ્ટો” (Van Allen Magnetic Belt) કહેવાય છે. એમાં ચુંબકીય તોફાન (Magnetic Storm) નિર્માણ થશે જે સૂર્યમાળાના અન્ય ગ્રહોને પણ પ્રભાવિત કરશે. જેમ પણીમાં વજનદાર પત્થર પડવાથી મોટામોટા વમળો સર્જાય છે. એવા પ્રકારની આ ચુંબકીય લહેરો હશે. આ કારણથી થોડા સમય માટે ચંદ્રમા પણ પૃવીની કક્ષામાં ઘૂમવાનું બંધ કરી દેશે. પરિવર્તનની આ પ્રક્રિયા ફક્ત પૃથ્વી સુધી જ સીમિત નહી રહે પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં થશે. તો પણ આખુંય બ્રહ્માંડ (Universe)પોતાના અદભૂત ગુરૂત્વાકર્ષણ બળથી પોતાની પૂર્વવત સ્થિતિ (Reset) પ્રાપ્ત કરી લેશે.
અણુબોમના વિસ્ફોટથી ફેલાયેલ કિરણોત્સારી કિરણો (Radio Active Rays)થી અનેક પ્રાણીઓ અને વનસ્પતિ ઉપર જૈવિક-આનુવંશિક હાનિ થશે. પરંતુ કોઈક કોઈક વનસ્પતિઓ આવા ભૌગોલિક પર્યાવરણમાં નાશ નથી પામતી પરંતુ ભવિષ્યના ભૌગોલિક પર્યાવરણ માટે ઉચિત હશે. યુદ્ધ પછીથી તે આગળ વધતી રહેશે. ગ્રીને હાઉસ ઈફેક્ટ ને કારણે સાગરનું તાપમાન વધતું અને અત્યારના વખતનું વધી રહેલું કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણનો અમુક હિસ્સો સાગરના ઉપરના પાણીમાં ભળી જશે જેનાથી પ્રકાશસંષ્લેશણની પ્રક્રિયા સહજ થવા લાગશે અને સાગરી વનસ્પતિઓ જેવીકે ડાયાટોમ્અ, સ્પ્રિરોર્ગિયા,શેવાળ વગેરેનું નિર્માણ થશે જે કાર્બન ડાયોકસાઈડ લઈને પ્રકાશંષ્લેષણની ક્રિયા કરતા જશે. પૃથ્વીનું તાપમા અને સાગરની ઊંચાઈ વધવાથી સાગરના પાણીનું ખૂબ જ વધુ પ્રમાણમાં થવા લાગશે. જેના કારણે પૃથ્વી પરના બાકી રહેલ ભૂભાગ પર તોફાની વરસાદ વરસવાનું શરૂ થશે અને નદીઓમાં રેલ આવવાથી બધા જ કિરણોત્સારી પદાર્થો, પ્રાણીઓ અને મનુષ્યોના મૃત શરીરો, ઈમારતો વગેરે બધું જ સાફ થશે અને આનાથી ભૂમિને પુષ્કળ ખાતર મળી જશે જેનાથી નવી વનસ્પતિઓનું નિર્માણ ભૂમિ કરશે. પૃથ્વી પર ઉબદાર વાતાવરણ અને કાર્બન ડાયોક્સાઈડના કારણે ઊંચા ઊંચા જંગલો અને ઊંચા તાપમાનવાળા પ્રદેશોમાં શેવાળ, નેયા જેવી વનસ્પતિઓની પેદાશ ખૂબ જ થશે અને આ વનસ્પતિઓ ફ્લોત્પાદન જીવાત વગરની કરશે. ધરતી આપોઆપ બનતી જશે. હાસવાદ અને અકૃષ્ટપચ્યા નામના સિદ્ધાંતમાં કહેવાયું છે કે પહેલાં ધરતી સ્વયંભૂ ફળોથી પોતાની ઉદરતૃપ્તિ કરતી હતી.(એટલે કે બીજ રોપવાની આવશ્યક્તા જ નહોતી). પરંતુ સમયની રફ્તારની સાથે સાથે એની એ ક્ષમતા ક્ષીણ થતી ગઈ.
ભૂકંપને કારણે મરેલા જીવજંતુઓ, માનવ અવશેષો, વનસ્પતિઓ આ ધરતીના અનેક્ સ્તરો પર દટાઈ ગયેલ હશે. જે આગળના કલ્પ માટે કોલસાનું નિર્માણ કરશે. જ્યારે ખનીજ તેલોનું નિર્માણ સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઈડ અને પ્રકાશશંષ્લેશણની ક્રિયા દ્વારા સાગરમાં મરેલ જીવજંતુઓ, માછલીઓના અવશેષો કિનારા અથવા સાગરના અનેક ભૂભાગોમાં દટાઈ ગયેલા હશે તેનાથી થશે. કોયલા અને ખનીજ તેલોનું નિર્માણ આ રીતે થયેલ છે એવું ભૂવૈજ્ઞાનિકોનું માનવું છે. પરંતુ સમયની એક અવધિ માનવાના કારણે આ બધું બનવાને લાખો વરસો લાગી ગયા હશે. એમ કહ્યું છે. સહાર જે અત્યારે દુનિયાનું સૌથી મોટું રણ મનાય છે ત્યાં સાગરની એવી પ્રક્રિયા થઈ હશે જેનાથી અનેક મોટા મોટા જીવજંતુ, માછલીઓ વગેરે દટાઈ જવાના કારણે અત્યારે ત્યાં ખનીજ તેલના મોટામોટા ભંડારો પ્રાપ્ત થઈ રહ્યા છે.
અણુબોંબ ના વિસ્ફોટના કારણે ખનીજ તેલની સાથે સાથે મનુષ્ય, પ્રાણી, વનસ્પતિઓ વગેરે બળવા લાગશે જેનાથી ૧૫૦૦ મેગાટન જૈવિક કાર્બન ડાયોક્સાઈડના રૂપમાં બહાર આવશે. પર્યાવરણ ના જૈવિક કાર્બન-ડાયોક્સાઈડ વનસ્પતિઓ ખૂબજ લેશે અને સમુદ્રમાં ફાઈટોપ્લેંકટન(Phytoplankton) નામનો જે પદાર્થ છે જે ૫૦% પર્યાવરણનો કાર્બનડાયોક્સાઈડ લઈને પ્રકાશસંષ્લેશણ ની ક્રિયા દ્વારા પર્યાવરણમાં ઓક્સિજન છોડશે. સાથે સાથે જે કાર્બન-ડાયોક્સાઈડનું સાગર શોષણ કરશે તે સાગરના જીવજંતુઓ, અવશેષો, ધાતુઓ વગેરે સાથે મળીને સાગરના તળિયે જઈને દટાશે. કાર્બન-ડાયોક્સાઈડ વધુ માત્રામા વનસ્પતિ લેશે તો નાશ થશે પરંતુ જેમજેમ પર્યાવરણ સંતુલિત થવા લાગશે તેમતેમ્ વનસ્પતિઓ ફરીથી પ્રકાશસંષ્લેશણની ક્રિયા દ્વારા નવી વનસ્પતિઓનું નિર્માણ કરવા લાગશે. આવીરીતે અણુયુદ્ધ દ્વારા પ્રકૃતિનો જૈવિક કાર્બન-ડાયોક્સાઈડ બળી જઈને મુક્ત થશે અને એનાથી વનસ્પતિઓ નાશ પામીને ફરીથી પર્યાવરણ સંતુલિત થવાથી નવી વનસ્પતિઓનું નિર્માણ થવાની સાથે સાથે મરી ગયેલ વનસ્પતિઓ, પ્રાણીઓ, મનુષ્યોના અવશેષો વિગેર ભૂસ્તરમાં દટાઈ જવાથી આગલા કલ્પ માટે કોલસા અને ખનીજ તેલોનું નિર્માણ કરશે. આવી રીતે કાર્બનનું આ ચક્ર અવિનાશી રૂપથી પ્રકૃતિમાં અવિરત ચાલ્યા જ કરે છે.
માનવે ધરતીમાંથી કાઢેલ અનેક ધાતુ પોતાની ઔદ્યોગિક ક્રાંતિમાં લગાવેલ છે જે અધિક માત્રામાં મોટા ભાગે શહેરો વિગેરેમાં કેન્દ્રિત છે. હાઈડ્રોજન બોંબની પ્રખર ઉર્જાથી આ બધી ધાતુઓ પીગળી જશે. આનું એક પ્રત્ય્ક્ષ ઉદાહરણ ભૂતકાળનું છે જેમાં હિરોશીમા પર પડેલ એ “બેબી અણુબોંબ” નું છે. ત્યાં વિસ્ફોટ થતાં જ લોખંડના મોટામોટા સ્થંભો એનાથી બનાવેલ સંરચનાઓ વગેરે મીણબત્તીની માફક પીગળી ગયેલ, તો ત્યાં હાડકા અને માંસથી બનેલ માનવ શરીરોની શી દશા થઈ હશે? કલ્પના કરી ના શકાય. અણુ બોંબના વિસ્ફોટથી પીગળી ગયેલ ધાતુ બાદમાં થનાર પ્રચંડ વરસાદના પાણીમાં મળીને નદી દ્વારા સગરના તળિયે થયેલ હશે. તો ક્યાંક ભૂકંપ, જ્વાળામુખી દ્વારા ધરતીના અનેક સ્તરોમાં વહેંચાઈ ગયેલ હશે. પ્રકૃતિમાં વિશેષત: દરેક ધાતુ કારબનની સાથે મળતી હોય છે જેનું કારણ વિનાશના સમયે અધિકતર્ માત્રામાં કાર્બન સાથે સંયોગ થયેલ હશે. પ્રકૃતિમાં જે આજે જે ઉર્જા સંગ્રાહિત છે તે વિનાશ દ્વારા મુક્ત થઈ જશે અને પ્રકૃતિનું વિશુદ્ધિકરણ થઈ જશે. પ્રકૃતિની અનાવશ્યક ઉર્જા (Entropy) શૂન્ય થઈ જશે અને પ્રકૃતિના પાંચેય તત્વો પોતાની સતોપ્રધાન સ્થિતિને ધારણ કરી લેશે. આ વસુંધરા આગળના કલ્પ માટે પોતાનામાં આ ઉર્જાનો સંગ્રહ કરશે અને એક નવા, શુદ્ધ અને સાત્વિક પર્યાવરણનું નિર્માણ થવા લાગશે. વિનાશ પછી લગભગ ૪૦ વર્ષો ની અવધિમાં પ્રકૃતિનું શુદ્ધિકરણ ની પ્રક્રિયા સક્રિય રહેશે. પરંતુ એ દરમ્યાન ભારતભૂમિ જ્યાં આ અણુયુદ્ધ નહી થાય- ત્યાં ધર્મ-ભેદ, ભાષા-ભેદ, જાતિ-ભેદ વગેરેના કારણે ગૃહયુદ્ધ થશે.જેમાં બહુત ખૂન ખરાબો થશે, રક્તની નદીઓ માનો વહેશે. પરિસ્થિતિઓ કાબૂબહાર થઈ જશે. અનેક ધર્મ વિરોધક પ્રકરણો દ્વારા ધર્મોમાં નાહકનો ખૂનખરાબાઓના અતિ ભયાનક દ્રશ્યો સામે આવશે. ખૂનની નદીઓ વહેશે અને હાડકા અને માંસનો કાદવ બનશે. સાથે સાથે અણુયુદ્ધ દ્વારા ભારતમાં આણ્વિક શીતકાલ(Nuclear Winter) શરૂ થશે જેનાથી અનેક ભૂકંપ, રેલ, તોફાની હવા અને મૂસળધાર વર્ષા થવાથી અનેક મનુષ્યાત્માઓ મચ્છરની માફક શરીર છોડી દેશે. પ્રકૃતિના આ તાંડવ નૃત્ય અને ગૃહયુદ્ધથી દરેક આત્માઓ વિકર્મોની સજા ભોગવશે. મરેલા મનુષ્યોના શબોના અંતિમ સંસ્કાર કરશે.
પરંતુ એ સમયે ભારતથી જ સમગ્ર સંસાર પર આધ્યાત્મિક લહેરો ફેલાશે. કેમકે વર્તમાનમાં આ કલ્યાણકારી પુરૂષોત્તમ સંગમયુગ સ્વયં શિવ પરમાત્મા ભારતને આધ્યાત્મિક્તાની સર્વોચ્ચ સ્થિતિએ લઈ જાય છે. જ્યારે એમની શ્રેષ્ઠમતને ધારણ કરનાર બ્રાહ્મણ આત્માઓ પોતાની સંપૂર્ણૅ સતોપ્રધાન સ્થિતિમાં સ્થિત થવાથી અનેકોને દેવી-દેવતાઓનો સાક્ષાત્કાર થશે. સમગ્ર સંસારને ભારતમાં આદ્યાત્મિકતાનો નવોદય વિશ્વને રાહ ચીંધશે અને સત્યુગના આદિકાળની પ્રત્યક્ષતા થશે. ભારતભૂમિ પાવનભૂમિ બનીને સ્વર્ગની ભૂમિ પાવન દેવી-દેવતા બનાવનાર પરમાત્મા શિવબાબાની પ્રત્યક્ષતા અને સાક્ષાત્કાર થશે. સતોપ્રધાન આત્માઓ દ્વારા પ્રકૃતિના પાંચેય તત્વો પાવન બનશે. નવ કલ્પના સતયુગની એ સુહાવની ઘડીનો આરંભ થશે.
પૃથ્વીની ધરી સીધી થઈ જવાને કારણે પૃથ્વીનું તાપમાન દરેક જગ્યાએ લગભગ એક સરખું થઈ લગભગ ૧૫ થી ૧૮ ડિગ્રી સેલ્સીયસ થઈ જશે અને વસંત ઋતુનું નિર્માણ પૃથ્વીના જળવાયુ ઉબદાર(સુગંધિત) બની જશે જેના કારણે સમગ્ર ભારતભૂમિ પર સુગંધિત ફૂલો-ફળોની વનસ્પતિઓનું નિર્માણ થશે અને હવામાં સુંદર ખુશ્બુ ફેલાતી રહેશે.
આ રીતે અણુયુદ્ધ દ્વારા થનાર પ્રાકૃતિક આબદાઓ દ્વાર આ વસુંધરા ખુશહાલ બની જશે. પૃથ્વી પર નવી સતયુગી સ્વર્ણિમ દૈવી સંસ્કૃતિનો ઉદય થશે. આ રીતે સંસારને નર્કમાંથી સ્વર્ગ બનાવવાની પ્રક્રિયા ઘણી જ અદભૂત અને વિશાળ છે….ઓમશાંતિ..શાંતિ..શાંતિ:

5 thoughts on “સૃષ્ટિપરિવર્તન કેટલા અંશે કલ્યાણકારી?(એક નિબંધ)

 1. આ રીતે અણુયુદ્ધ દ્વારા થનાર પ્રાકૃતિક આબદાઓ દ્વાર આ વસુંધરા ખુશહાલ બની જશે. પૃથ્વી પર નવી સતયુગી સ્વર્ણિમ દૈવી સંસ્કૃતિનો ઉદય થશે. આ રીતે સંસારને નર્કમાંથી સ્વર્ગ બનાવવાની પ્રક્રિયા ઘણી જ અદભૂત અને વિશાળ છે….ઓમશાંતિ..શાંતિ..શાંતિ:
  Ushaben,,,
  I was in India from 4th Jan till 24th Feb 2012
  And, I was off the Computer/Internet.
  Now I had published a NEW POST on Chandrapukar & invite you to my Blog.
  Now only I visit OTHER Blogs & I qam on your Blog.
  I read the Post in Gujarati.
  It is based on several “Scientific Facts”and your own obesvations & deductions for the FUTURE.
  Will there be an END (MahaPralay) of the EARTH or not ?
  This is the question which is on everyone’s minds…I am not SEARCHING the ANSWER.
  GOD is there…FUTURE will be as INDENDED by GOD..Why worry & assume with the LOGICS or without the LOGICS ??
  But, your thoughts are interesting !
  I applaoud your your Creative Writngs !
  Nice Post !
  DR> CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you !

 2. ખૂબ જ સરસ…..
  ખૂબ જ સુંદર…
  અભિનંદન…
  આપનાં વિચારો ઉમદા છે.
  શિક્ષણ જગત સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ મારા બ્લોગની અવશ્ય મુલાકાત લે.

  પ્રશાંત ગવાણીયા

  http://prashantgavaniya.blogspot.in

  • Good Evening and Happy Janmastami for this day.I am sorry to reply u late. As I have seen today just now I giv reply to u. you are most well come to my sites. Infact giving u to invite read blog and always wel come for precious comments. Thanks again.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s