વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતના આગમનની છડી પોકારનાર તહેવારઃ

Parth_31

imagesca6bv3xa.jpg
ભારતીય સંસ્કૃતિ અનુસાર છ ઋતુઓમાંની મનને આહલાદક કરનારી અનોખી ઋતુ જો કોઈ ઋતુ હોય તો તે છે વસંતઋતુ. સામાન્ય રીતે તેને ઋતુઓનો રાજા કહેવાય છે. આ સમય દરમ્યાન પ્રકતિના પાંચેય તત્વો પોતાનો પ્રકોપ છોડી પોતાનું સૌંદર્ય ધારણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પાંચ તત્વો જળ, વાયુ, ધરતી,આકાશ અને અગ્નિ દરેક પોતપોતાનું મોહકરૂપ પ્રગટ કરે છે અને ધરતી પર આગવું સામ્રાજ્ય સ્થાપન કરે છે.આવા સમયે સ્વભાવિક રીતે લોકો આ કુદરતે વેરેલા પોતાના અસીમ સૌંદર્યને નિહાળવા આતુર અને ઉત્સુક બની જાય છે. જાણે ધરતી એ શ્રાવણી જળથી ખૂબ ન્હાઈને પોતાના સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરીને પુરબહારમાં પોતાના સૌંદર્યને છતું ના કરતી હોય! તેની સાથે સ્વચ્છ આકાશ અને મંદવાયુથી વાતાવરણને શુશોભિત અને સંગીતમય બનાવી દે છે. સૂર્ય રુચિકર લાગે છે. ફૂલગુલાબી ઠંડીની મોસમ બહાર બનીને આવી ગઈ હોય તેમ જળ પીયૂષ સમાન સુખદાતા બની જાય છે. ક્યાંક કયાંક તો તે સંગીત મય ઝરણું બની પ્રકૃતિના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દે છે. હવે તો ભીષણ ઠંડીથી ધ્રુજતા પંખીઓ વહેલા વહેલા જાગી જઈને મધુર ગાન ગાતાં ગાતાં આકાશમાં એક નવી ઉડાન ભરવા તૈયાર થઈ જાય છે. તો ખેડૂતો મસ્તીમાં લહેરાતાં જવ અને રાઈના ખેતરોને જોઈને પોતે પણ ખુશહાલીને ચહેરાથી યા ગીતો ગાઈને વ્યક્ત કરે છે.
ધરતીનું તો બસ પૂછવું જ શું ? ધનવાનો જ્યારે પ્રકૃતિના આ નવા સૌંદર્યના વાઘાને જોવાની લાલસાને રોકી શકતા નથી અને નિર્ધન યા ગરીબો ગાત્રોને ધ્રુજાવી નાંખનારી ઠંડી થી મુક્તિ મળ્યાનો આનંદ અને સંતોષ પામે છે. પર્યટકોનો જાણે રાફડોના ફાટી ગયો હોય તે આવા પર્યટન સ્થળોથી ઉભરાવા માંડે છે. ખરેખર! જાણૅ એમ લાગે છે કે તે ઉન્માદી બની ગઈ છે. એને નવો પુનર્જન્મ ના મળ્યો હોય! કેમકે શ્રાવણમાં ચોતરફ ફેલાઈને વિસ્તૃત બનેલ હરિયાળી શરદ પછી હેમંત અને શિશિરમાં વૃદ્ધા સમાન બની ગયેલ ફરીથી તે નવપલ્લવિત નવાગીત..નવકુસુમ ની સાથે સાથે નવ પ્રકારની નવી નવી સુગંધની ભેટ ધરીને પોતાની વિલક્ષણતા પ્રગટ કરે છે ગામડાઓનો નજારો પણ ખરેખર જોવા લાયક બની જાય છે.
વસંત પંચમીના પર્વથી વસંતઋતુનું આગમન થાય છે. શાંત અને ઠંડીભર્યા મંદવાયુ કડકડતી ઠંડીનું સ્થાન લઈલે છે. નવપલ્લવિત વૃક્ષો બનીને વાયુની સાથે નર્તન કરતા અને લહેરાતા હોય તેવું વાતાવરણા ખડું કરીદે છે. આવી આહલાદક કુદરતી નજારાને જોવા મન આતુર બની જાય એવું કેમ ના બને? પ્રઉતિના આવા અસીમ સૌંદર્યને નિહાળવા ઠેર ઠેર પર્યટકોનાં ટોળેટોળાં ઊમટી પડે જ્યાં જ્યાં આવો કુદરતી નજારો જોવા મળતો હોય તો વિદેશ્ગમ પણા કરતા હોય છે પેલા યાયારુ પક્ષીઓની માફક જ સ્તો? દરેક ને જાણે નવ વાયુ; નવા ઉમંગ ઉત્સાહ; નવ પ્રાણમાં નવસંચાર થયો હોય તેમ પ્રકૃતિ આળસ મરડીને બેઠી થતી હોય તેવું આભાસ લાગ્યા વગર રહેતો નથી. નવો જોમ; નવીન ઉત્સાહ બહારી મોસમની ખીલી ઉઠે છે. રંગબેરંગી ફૂલો જ નહીં નવા પર્ણો પોતાના રંગ બદલવા માંડે છે. તે વાતાવરણ અને પ્રકૃતિને ધન ધાન અને ઐશ્વર્યથી સમૃદ્ધ બનાવી દે છે. ત્યારે સાચે જ મન નાચવા ગાવા લાગી જાય તો અને ગીતો હોઠ ઉપર લહેરાઈ ઉઠે છે…જેમક મેરે દેશકી ધરતી સોના ઉગલે..ઉગલે હીરે મોતી..મેરે દેશકી ધરતી અથવા દેશ રંગીલા મેરા દેશ રંગીલા..વિગેરે વિગેરે….
આપણો લોકપ્રિય ખેલ પતંગ બાજી, વસંત પંચમી સાથે જોડાયેલ છે. તો વળી વિધ્યાર્થીઓ નો પણા દિવસ છે. કેમકે વિધ્યાની દેવી સરસ્વતીની આરાધના, ગાયન, ઉપાસના અને પૂજન કરવામાં આવે છે. આ મહાપર્વના થોડા દિવસો અગાઉથી મહાવિધ્યાલયોમાં અર્થાત સરસ્વતીના મંદિર સમાન(?) માં વિવિધ પ્રકારના વાર્ષિક સમારોહો ઉઅજવવાની શરૂઆત થઈ જાય છે. અન્ય પ્રવૃતિઓ જેવીકે સંગીત, વાદ વિવાદ, ખેલકૂદ પ્રતિ યોગિતાઓ તેમજ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમોનું પોતપોતાના લેવલે ભવ્ય રીતે અયોજન કરીને બાળકોના ચહેરાઓ નિહાળવાનો એક મોકો પ્રદાન કરે છે. વસંત પંચમીના દિવસે વિજેતાઓને ઈનામ વિતરણ જાહેર નિમંત્રણમાં આમંત્રિત કરીને બહુમાન બક્ષે છે. આવા સમારોહોનો આરંભ મા સરવતી વંદનાથી આહવાન કરીને તેમજ સમાપન પણા તે જ રીતે કરવામાં આવે છે. આવી પ્રાથનાઓનો હેતુ મનના અંધકારને દૂર કરીને જ્ઞાનની પરમ જ્યોતિ જગાવવા માટેનો હોય છે અને બાળાકો માટે; વિદ્યાર્થીઓ અને વિદ્યા દાતાઓ માટે લાભકર સાબિત થાય છે. મા સરસ્વતી માટે પ્રાર્થીએ છીએ કે..”અસતોમામ જ્યોતિર્ગમય..તમસમાંથી તેજ તર્ફ તું લઈજા અને મૃત્યુમામ અમૃતમગમય…ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ। વસંત પંચમી એટલે જ્ઞાનનું મહાપર્વ. આથી તે “બાગેશ્વરી(સરસ્વતીનું અન્ય નામ છે. તે સંગીતના એક રાગ તરીખ પણ ઓળખવામાં આવે છે.) જયંતિ” ના નામથી તેની તીથી તારીખ નક્કી કરવામાં આવે છે.
ઋગવેદમાં મા સરસ્વતીદેવીના અસીમ પ્રભાવ તેમજ મહિમાનું વર્ણન કરેલ છે. આથી આ દિવસને સરસ્વતીના આવિર્ભાવના દિવસ તરીખે ઓળખવામાં આવે છે. મા સરસ્વતીને જ્ઞાનવિણા અને કમળ આસન વિરાજીત મૂર્તિ સ્વરૂપે સ્થાપિત કરવામાં આવે છે. કેમેકે તેને જ જ્ઞાનની અધિષ્ઠાત્રી યા વિદ્યાદેવીનું રૂપ ભારતીય સંસ્કૃતિ માં સ્વીકારવામાં આવેલ છે.
ઘર ઘરમાં વસંત મહોત્સવ ની ઉજવણી રૂપે પૂજન ખંડને સ્વચ્છ અને સુશોભિત કરે છે. આ દિવસ એટલે શુક્લપક્ષનો પાંચમો દિવસ. અંગ્રેજી કેલેન્ડર અનુસાર આ તહેવાર જાન્યુઆરી-ફેબ્રુઆરી તથા હિન્દુ તિથિ અનુસાર માઘમાસમાં ઉજવવામાં આવે છે. મા સરસ્વતીની પ્રતિમાને પીળા ફૂલોથી સજાવેલ લાકડાના મંડપ પર સ્થાપિત કરવામાં આવે છે. અને પર્વમાં સામેલ થનાર દરેક વ્યક્તિઓ પીળા વસ્ત્ર પરિધાન કરે છે. હિન્દુઓમાં પીળા રંગને શુભ માનવામાં આવે છે. મૂર્તિની બાજુમાં ગણાપતિની પણા સ્થાપના કરાય છે. ગણપતિને ગુણોના પતિ તરીકેના પ્રતિક સમાન છે અને જ્ઞાનની સાથે ગુણોં જો હોય તો સોનામાં સુગંધ ભળે.બાળકો, વયસ્કો વગેરે દેવીને પ્રણામ કરે છે. બોર અને શેરડી પ્રસાદની મુખ્ય વસ્તુ તરીકે અને એને સાથે પીળી બરફી અથવા બેસનના લાડુ પણ રાખવામાં આવે છે. આમ વસંત પંચમીનો તહેવાર એટલે પૃથ્વી પર ઋતુરાજ વસંત નો પ્રાર્દુભાવ. આ દિવસે કામદેવતા અનંગનો પણ આવિર્ભાવ થયેલ એવી પણા માન્યતા છે. કદાચ આવા વખતે પ્રકૃતિ પોતાનું મોહિની સ્વરૂપ પાથરે છે. એતો જેવી તેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આમેય પ્રકૃતિ એટલી જ આનંદમયી અને વાતાવરણને ઉન્માદી બનાવી દે છે. કવિ હ્ર્દયો નવા વિચારોને નિસ્પંદિત કર્યા વગર રહેતા નથી. બસ અત્ર તત્ર અને સર્વત્ર.આનંદની નવી સરવાણી ઓ વહેવા માંડે છે. વસંતોત્સવ અને પીળા રગનો એક્બીજા સાથે ઘનિષ્ઠ નાતો છે. પીળો રંગ એ “પરિપક્વતાની નિશાનીરૂપ છે.” લોકો પીળાં વસ્ત્રો જ પરિધાન નથી કરતા પરંતુ સાથે સાથે ખાદ્યસામગ્રીમાં પીળા લાડુ કે કેસર યુક્ત ખીર્નો ખાવામાં ; પ્રસાદીમાં ઉપયોગ કરે છે. એમાંય આ બંને વાનગી ઓ બાળકો અને બુઝુર્ગોની પ્રિય વાનગી હોય છે.અહીં પેલી કહેવત ખોટી સાબિત થાય છે કે જેને કમળો થયો હોય તેને બધું જ પીળું દેખાય તેવું નથી. ખરેખર અહીં કંઈ અલગ જ અને અર્થસભર રીતે અત્ર, તત્ર અને સર્વત્ર પીળા રંગથી આખીય સૃષ્ટિ જ રંગાઈ જાય છે. એમ કહી એ તો તે બિલકુલ બંધબેસે છે.
આજ રીતે વસંતોત્સવ અને મનોરંજનને ઘનિષ્ટ નાતો પણ છે. એમ કહીએ તો તે જરાય ખોટું નથી.. દરેક પોતાના ઘર્ની અગાસીઓ વાળવા માંડે છે. બધું જ ચોખ્ખુંચણાક કરી દે છે. પતંગોત્સ્વની તૈયારીમાં લાગી જાય છે બાળકોના આનંદનું તો પૂછવું જ શું? પતંગ અને દોરી મળી કએ બંદા ચાલ્યા છત પર પતંગ ચગાવવાની અને પેચ લડાવવાની નેટપ્રેક્ટિસ કરવામાં ભૂખ તરસ ય નથી લાગતી.. લોકો ખુલ્લા સ્થાનો અને ઘરોની છતો પર પોત પોતાની રીતે ભરપૂર આનંદ લે છે. એ પતંગ આવી પકડો પકડો…કોઈ દોરી તો પતંગ પકડીને સંતુષ્ટ બને છે.
આમ વસંત પંચમી એ ઋતુચક્રમાં પરિવર્તન ના પ્રતિક સમ છે.સુહાવની મોસમ અને ભિષણ ઠંડીની મુક્તિ…ફૂલગુલાબી ઉષ્માની શાલ ઓઢેલ પ્રકૃતિ પોતાના સૌંદર્યના નજારાને લઈને ધીરે આગમન કરે છે . જાણેકે પોતે છડીના પોકારી રહી હોય …હે માનવબંધુઓ જાગો..ઋતુરાજ વસંતના વધામણાં લઈને હું આવી ગઈ છું…

2 thoughts on “વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતના આગમનની છડી પોકારનાર તહેવારઃ

    • નિલમ બહેન આપની પહેલી અને છેલ્લી કોમેન્ટ મને સદા યાદ રહેશે..આપનો પ્રતિભાવ એજ મારો સંતોષ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s