Protected: શિવરાત્રિ કા અભિયાન

This content is password protected. To view it please enter your password below:

Advertisements

શિશુ મુખેથી-૧

પ્રિય વાચકો, અહીં આપેલ ચિત્રોના સેટ પરથી બાળક પોતાની જાતે વાર્તાકથન કરે એવી અપેક્ષાએ વાલીઓ અને શિક્ષકો તેને આ કાર્યમાં મદદરૂપ થાય અને તેની સર્જનશીલતાને પ્રોત્સાહન મળે તે હેતુ થી આપ્યા છે. તો આવો સાંભળીએ શિશુ મુખેથી એના શબ્દોમાં વાર્તા…બીજો આશય એ પણ છે કે વડીલો કે શિક્ષકો પણ પોતાની જાતે બનાવીને વાર્તા કહે. અસ્તુ…
squirrel-1squirrel-2squirrel-3squirrel-4squirrel-5squirrel-6squirrel-7squirrel-8squirrel-9squirrel-10

શિશુ મુખેથી…

પ્રિય વાચકો, અહીં આપેલ ચિત્રોના સેટ પરથી બાળક પોતાની જાતે વાર્તાકથન કરે એવી અપેક્ષાએ વાલીઓ અને શિક્ષકો તેને આ કાર્યમાં મદદરૂપ થાય અને તેની સર્જનશીલતાને પ્રોત્સાહન મળે તે હેતુ થી આપ્યા છે. તો આવો સાંભળીએ શિશુ મુખેથી એના શબ્દોમાં વાર્તા…બીજો આશય એ પણ છે કે વડીલો કે શિક્ષકો પણ પોતાની જાતે બનાવીને વાર્તા કહે. અસ્તુ…
vacation-1vacation-2vacation-3vacation-4vacation-5vacation-6vacation-7vacation-8vacation-9vacation-10

જીવન દ્રષ્ટિ

દરેક માનવમાત્રમાં સમયના પરિવર્તનની સાથેસાથે જીવન જીવવાની દ્રષ્ટિ કેળવાતી જાય છે. જેમજેમ વય વધતી જાય છે તેમતેમ તેની પાસે સ્વાનુભવો,વિવેક-વિચાર ખીલતાં જાય છે. જે આપણને અંતર્મુખી બનીને સ્વને પરિવર્તન કરવાની પ્રેરણા આપે છે. આપણા જીવનને નિખારે છે અને જીવનના ઉચ્ચત્તમ ધ્યેયપ્રાપ્તિ માટે સાહજિક જ પ્રેરે છે. ત્યારે માનવદેહની પ્રાપ્તિનો અર્થ સમજાય છે. જેમ જેમ જીવનનો સાચો ઉદ્દેશ અને મહત્વ સમજાવા લાગે તેમ તેમ આપણો આ ક્ષણભંગુર દેહ હોવા છતાં આપણને જીવન જીવવાનું મહત્વ સમજાય છે. ત્યારે સાચી સાર્થકતા શેમાં છે?તે પણ સમજાય છે અને તે જ જીવન જીવવાની દ્રષ્ટિમાં આમૂલ પરિવર્તન લાવે છે. માટેજ કહેવાય છે કે “જાગ્યા ત્યાંથી સવાર.” આપણી એક બીજી કહેવત થી પણ સારીરીતે વાકેફ છીએ કે ” કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે.” તેનામાં અખૂટ શક્તિનો ભંડાર ભરેલો છે. પણ તેને શોધીને જીવનમાં કામે લગાડવાની એક અદમ્ય ઉત્કંઠા હોવી ખૂબજ જરૂરી છે. ઈશ્વરની કૃપાપાત્ર બનવા માટે વિવેક બુદ્ધિને જાગ્રત કરીને કામે લગાડવાથી ધારેલ મંઝિલે અવશ્ય પહોંચી જવાય છે. જીવન એ આપણને પ્રભુએ આપેલ અણમોલ ભેટ છે. આ જીવન થકી એને પણ પામીની એની અનુભૂતિ અહેસાસ અવશ્ય કરી શકાય છે. અસ્તુ. ફરી મળીશું પ્રિય વાચકો આવા જ કોઈ…અમૂલ્ય ઈશ્વરી સંવેદનાને સાકાર કરવાને..

માની યાદ લાવે…એતો શૈશવનાં સંસ્મરણો..

Image(018)[1]
કોઈ તો ગોતી દ્યો..યાદ આવે છે મને એ ઘર, શેરી અને ગલી
અને એ શેરી મિત્રો;સખી અને બાળાપણાની ગોઠડી.
શિશુ જોડકણાં જે હતી મા અમને સદા સંભળાવતી રહેતી;
તો આવો!આવી વાતું કરીએ એવા ભોળા ભોળા બાળપણાનીઃ-
માની યાદ આવતી જે દિ આખો મીઠી મીઠી વાતો કરતી;
મા ને ભઈલો બહુ વ્હાલો અને ગાતી રહેતી
ગીતો નીત નવા નવા જોડકણાં વળી ગવડાવતી;
પાટલે બેસાડી ભઈલાને નવડાવતી;
અને ગીત એક ગાતી
“ભઈલો મારો ડાહ્યોને પાટલે બેસી ન્હાયો;
પાટલો ગયો ખસી ને ભઈલો પડ્યો હસી;
ક્યારે પાડતો તે કિકીયારી,
મને માની યાદ સતાવે મીઠી મધુરી;
કાનમાં મારા એ ગણાગણીને કહેતી રહેતી;
તું ય મને છે ખૂબ વ્હાલી વ્હાલી;
તને ય કરીશ હું વ્હાલી,વ્હાલી ને પટાવતી;
મીઠી મધુરી ટચૂકડી વા તો કહેતી;
વાઘ; સિંહ ને વરૂની તો વળી;
વાંદરા ને ટોપી વાળા ફેરિયાની;
લુચ્ચા શિયાળની ને પૂરીને કાગડાની;
વળી પાછી હા..ઉકલી કરીને;
પાછળ આવીને દેતી ચમકાવી;
જયારે ભઈલો રિસાઈ જાતો;
ને જોતો રહેતો કોણ મને મનાવે?
મા આવીને મનાવી લેતી..
રમત રમાડતી હબૂક પોળીની;
હજી યે યાદ આવે છે;
વારતા ચાંદામામા પોળી;
ઘીમાં ઝબોળી…
બેનના મોંમાં અડધી પોળી ને;
ભઈલાને તો આખી;
ચાંદા..ચાંદા..ચાંદા..
હબૂકપોળી હબૂક..
તો…વળી ગાતી બીજી કડીઓ..
ચાંદા ચાંદા ઘી ગોળ માંડા;
દહીં કે દૂધડી? માખણ ફૂદડી;
ભાઈના મોંમાં હબૂક પોળી;
તો કોને ના સાંભરે?આવી મીઠી માવડી?
હું તો ઊભી ઊભી ભઈલાને બોલાવું સાદ કરી;
પાછો ભઈલો જાતો માનીને ખડખડ દેતો હસી;
તો વળી હું જાતી રિસાઈ કે મા મને મનાવે કેમ નહીં?
તો મા મને જોતી રે’તી અને પાછળથી આવી;
એક્દમ મને ગલી કરી ચમકાવી દેતી હુંય હસી.
સામે આવી પહેલી આંગળી પકડી પૂછતી;
આ મોરની શું શું ખાતી? મોરની ખાતી રોટલી?
બીજી આંગળી પકડી પૂછતી;
આ મોરનીએ ખાધી ભાખરી?
એમ કરીને બટકું મોંમાં દેતી;
ત્રીજી આંગળી પકડીને રોટલો ખવડાવતી;
તો વળી હું કરી નખરાળાં ના ના કરતી;
ચોથી આંગળી પકડીને પૂછતી;
આ મોરની શું શું બીજું ભાવતું ખાતી?
મને ભાવતું ઢેબરું એ કેમ નથી ખવડાવતી?
ધીરેથી પાછળના હાથે સંતાડેલું ઢેબરું કાઢી;
મોંમાં બટકું એનું દેતી; એમ કરી લાડ લડાવતી;
પાંચમો અંગૂઠો પકડીને પૂછતી;
આ મોરની પૂરી ખાય કે નહીં?
એમ કરી પૂરી ખવડાવતી;
અને છેલ્લે હથેળીમાં હળવેકથી લાડવો મૂકી;
કરી લેતી વ્હાલી વ્હાલી;
આવી હતી મા મારી મને વ્હાલી વ્હાલી;
સૌ કોઈની મા ય હોય છે વ્હાલી વ્હાલી…
નાની નાની વારતા માંડતી;
જાણે કોઈ પરીઓના દેશમાં લઈને જાતી;
હું એની સંગે કલ્પનાની પાંખે ઉડતી રહી;
નવી નવી દુનિયા નિહાળતી..
ગાય ખોવાણી…ગાય ખોવાણી
અહીં ઘડો હતો કોણ ગયું એનું પાણી પી?
ભઈલો કહેતો એ તો હું ગયો પી;
તો વળી મા પૂછતી અહીં ગાય હતી;
તે ગાય ક્યાં ગઈ? ભઈલો કાલુ કાલુ બોલી;
“ખોવાઈ ગઈ..” મા પકડી લેતી હથેળી;
કહેતી “ગાય ખોવાણી..ગાય ખોવાણી..”
ક્યાં ક્યાં ગઈ ખોવાઈ? ને કરી લેતી ગલી પચી;
પકડી લેતીને કહેતી..”આ રહી..આ રહી..”
ભઈલો ય કરી લેતો માને ગલીપચી..તાતા તાબરડી..
તાતા તાબરડી..; ચોરે બાંધી રાબરડી;
કહેતી મા ગાતી ને મારી;
પહેલી આંગળી પકડતી;
પછી ગાતી ચોર ગયો છીંડીએ;
મોં ભરાણું ચીંડીએ;
લાડવો કોણા ખાઈ ગયું?
ભઈલો કહે..”હું ખાઈ ગયો..”
ને હું બોલતી કે હું ખાઈ ગઈઃ
પાણી કોણ ગયું પી?
ભઈલો કહે, “હું પી ગયો.”
મા પૂછતી રહેતી;
ગાય ક્યાં ગઈ?
ભઈલો બોલે,
“ઈ તો ખોવાઈ ગઈ..”
મા મારી પકડવા દોડતીને;
પકડીને કરી લેતી ગલીપચી;
બોલતી એમ,“ગાય ખોવાણી…ગાય ખોવાણી…”.
આવી રમતું માંડતી;
ને અમને સૌને રમાડતી;
મારી માવડી મારી તુ ગાય;
તુ ક્યાં ખોવાણી?
કોઈ તો દ્યો મને ગોતી?
માવડી મારી રિસાણી.
ક્યારેક મા મારી રમૂજ કરતી;
પહેલી આંગળી પકડી પૂછતી;
આ ગાય કોની? હું બોલું કે, “બા ની.”
બીજી આંગળી પકડી પૂછતી;
આ ગાય કોની? તો હું કહેતી,”બેનની”
ત્રીજી આંગળી પકડી પૂછતી;
આ ગાય કોની? તો હું કહેતી,”માસીની”;
ચોથી આંગળી પકડી પૂછતી;
આ ગાય કોની? તો હું કહેતી,”મામીની”
પાંચમો અંગૂઠો પકડી પૂછતી;
આ ગોધો કોનો? તો હું કહેતી,”દાદાનો”
તો ફરી પાછી ગલીપચી કરી મા પૂછતી;
ગાય ખોવાણી..ગાય ખોવાણી…
મા મારી મને યાદ આવી;
આમ અધૂરી રમત છાંડી;
ને તું ક્યાં ગઈ ખોવાણી?
તું માં કાં રિસાણી?