એક જ અરમાન છે….

ભાવ વગરની કવિતા શા કામની?

ભાવ જો ભળે તો,રોટલો ય શર્કરા થી જાય.

સાગર વગર સરીતાને હસ્તી પણ શા કામની?

વહે છે હિમાલય થી ગંગા તો ગંગાસાગર બની જાય.

નામશેષ થયા પછી પ્રાર્થના પણ શા કામની?

છે માયાનો ખેલ આતો પછી સૌ રાખ બની જવાય.

કઈંક જન્મોના ચક્રમાં ફરતા સૌ, મુક્તિ શ કામની?

જીવન જીવવાની કળા જાણીએ તો જીવનમુક્ત બનાય.

તને કહું છું અર્પિતા હવે તો શંખ ફૂંકીલે!

શેષજીવનની શેષ હવે બાકી રહી,નહી કદી પસ્તાય..

વ્હાણની છે એક વ્યથા ને કથા શું આ જ હાલત છે મારી?

કઈં કેટલાય દરિયાઓ તર્યા પછી કિનારે આવીને ડૂબી ગયાં.

જહાજમાં જ જો પડે તિરાડ, તો એમાં દરિયાનો શો વાંક?

એક રજકણ પવનના જોરે, ઊડે આકાશે પલકમાં ધૂળે મળી જાય.

શાંત લાગતા સરોવરમાં કંકર પડે તો વમળો ના સર્જાય?

શાંત પવનની લહેરખીએ પણ ઝબકીને ઊઠી જવાય.

 

1 thought on “એક જ અરમાન છે….

  1. Reblogged this on My Blog and commented:

    માનવમન એ વિચારોનું વૃંદાવન છે..આવા વૃંદાવનમાં વિહરવાની અનોખી મઝા જ હોય છે. એમાંના દરેક મુકામો યાદગાર હોય છે..જેને ફરીથી તાજું કરવાનું મન થાય એ સ્વાભાવિક છે. અહીં અગાઉના લખાણને ફરીથી આપ સૌ વાચકો સન્મુખ મૂકવાનો નમ્ર પ્રયાસ એટલા માટે કરું છું અને બની શકે છે કેટલાક માટે આ નવી પોસ્ટ પણ બની શકે છે. માટે હર્ષ પણ થાય છે….અસ્તુ સુપ્રભાતમ

Leave a comment