આપનું નસીબ આપના જ હાથમાં

આપનું નસીબ આપના જ હાથમાં જ છે અર્થાત હથેળીની રેખાઓમાં નહીં. એનો અર્થ એવો થાય કે પ્રાપ્ય સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવવી. જ્યારે તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવામાં આવે ત્યારે નસીબ પણ બે ડગલાં આગળ વધે છે. વ્યક્તિ કર્મ દ્વારા જ એ રેખાઓને જેટલી લાંબી ખેંચવા ધારે એટલી તે કરી શકે છે.આ બાબતનો અનુભવ હું ખુદને જ ઊંચે લઈ જાઉં છું ત્યારે જ થાય છે અને બીજાઓને પણ પોતાની જાતે જ નસીબ બનાવવાની પ્રેરણા પૂરી પાડ્વા નિમિત્ત બનું છું.
એક્વીસમી સદીનો મહારોગ એ માનસિક તણાવ છે એને મન,બુદ્ધિ અને આત્મામાંથી કાઢી નાંખવા માટે તણાવ કેવી રીતે ઉત્પન્ન્ થાય છે અને ક્યાંથી કેવી રીતે નાબૂદ કરી શકાય તે સમજવું ખૂબ જ જરૂરી છે. મૂળભૂત રીતે તો આ દબાણ કે ‘તણાવ’ શબ્દ એ ઈજેનેરો મશીન દ્વારા ઉત્પન્ન થતા દબાણને માપવા પ્રયોજતા. જેથી કરીને મશીનને કાર્યક્ષમ બનાવી શકાય. પરંતુ ધીરેધીરે આ શબ્દ મનુષ્યની માનસિક સ્થિતિને વર્ણવવા માટે પ્રચલિત થવા લાગ્યો.
જ્યારે જ્યારે આપણે તણાવ કે દબાણને વર્ણવીએ છીએ ત્યારે આ પણી સમક્ષ અને શબ્દોની જેવાંકે ખેંચવું, ધકેલવું,વધુ અને સમય મર્યાદા જેવાની એક સાંકળ બની જાય છે. વધુ ને વધુ, સારામાં સારું પેદા કરવામાં અને નિશ્ચિત સમય મર્યાદમા પેદા કરવા માટે ધારેલ પરિણામ નહીં આવે તો? એવો એક પ્રકારનો છૂપો ડર માનવીના મગજમાં ખૂબ જ તાણાવની સ્થિતિ ઉત્પન્ન કરે છે.
જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે વધુ પડતું માનસિક ભારણ પણ અનુભવાય છે. જેને કારણે આપણે વધુ પડ્તા વિચારશીલ અને તે કર્મમાં અને બોલવામાં કે વિરોધાભાસી વર્તન એ મન અને શરીરમાં નકારત્મક અસરો ઉત્પન્ન કરે છે. સૌથી ખરાબ બાબત એ બને છે કે તે એક પ્રકારે આદત બની જાય છે. જે ઘણી વખત અનિયંત્રિત બની જાય છે. પરંતુ આનો સહજ ઉકેલ્ તેને અટકાવો અને ધ્યાન-યોગ કરો. તો પણ તેને ઘણા લોકો અર્થવિહીન અને સમયને વેડફવા સમાન ગણે છે.
માટે જ યથાર્થ જ કહેવાયું છે કે..योग: कर्मशु कौशलम|

4 thoughts on “આપનું નસીબ આપના જ હાથમાં

  1. જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે વધુ પડતું માનસિક ભારણ પણ અનુભવાય છે. જેને કારણે આપણે વધુ પડ્તા વિચારશીલ અને તે કર્મમાં અને બોલવામાં કે વિરોધાભાસી વર્તન એ મન અને શરીરમાં નકારત્મક અસરો ઉત્પન્ન કરે છે. સૌથી ખરાબ બાબત એ બને છે કે તે એક પ્રકારે આદત બની જાય છે. જે ઘણી વખત અનિયંત્રિત બની જાય છે. પરંતુ આનો સહજ ઉકેલ્ તેને અટકાવો અને ધ્યાન-યોગ કરો. તો પણ તેને ઘણા લોકો અર્થવિહીન અને સમયને વેડફવા સમાન ગણે છે.
    માટે જ યથાર્થ જ કહેવાયું છે કે..योग: कर्मशु कौशलम|
    Nice Post with a Message !
    Liked it !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Ushaben..Inviting you to my Blog !

  2. મન ઉપર તણાવ હોય તો કાર્ય ક્ષમતા પર અસર થાય જ , ક્રોધમાં તો
    માણસ વિવેક પણ ભૂલી જાય, આવા સમયે મનને શાન્ત કરવા યોગ
    જેવું બીજું કોઈ ઉત્તમ નથી. સરસ ચીંતનસભર લેખ ગમ્યો.

    રમેશ પટેલ(આકાશદીપ)

    • આભાર આપનો શ્રી રમેશભાઈ અને આપને મારા નૂતનવર્ષના ખૂબખૂબ અભિનંદન..કોઈ એક અકેલા સફર કરે તો રાહમેં વો થક જાતા હૈ મગર અગર વક્ત, સ્નેહીસબંધથી આસાન લાગે એતો;આજની પોસ્ટનો આવકાર વાંચ્છું છું.સાભાર

Leave a reply to nabhakashdeep Cancel reply